________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪ ]
સુનંદા અને રૂપસેન કુમાર હતું જુદું અને થયું જુદું જ ” હવે બે મહિના પછી તેને ગર્ભનાં ચિહ્ન જયાં અને પછી તે તીવ્ર ઔષધીઓના પ્રયોગથી ગર્ભને નાશ કરાવ્યો. રૂપસેન કુમાર ત્યાંથી મૃત્યુ પામી સાપ થયો.
ત્યારપછી તારું આ રાજા સાથે લગ્ન થયું. તારા લત્સવ ઉજવાયો. તું રાજ સાથે અહીં આવી. રૂપસેન કુમારનો જીવ સાપરૂપે અહીં ફરતે હતો. એક વાર તને બગીચામાં જોઈ એને તારા ઉપર રાગ થયો. તારી પાછળ દોડતાં તે બુમ પાડી અને રાજસેવકોએ એને મારી નાખ્યો. પછી તે સાપ મારીને કાગડો થયો. એકવાર જ્યારે નાટક ચાલી રહ્યું હતું ત્યાં એ આવ્યું, તને જોઈ એને રાગ થયા. સંગીતમાં ભંગ પડાવતાં રાજાએ એને ત્યાં મરાવી નાંખ્ય, મરીને તે હંસ થશે. એકવાર તમે બધાં એક વડવૃક્ષ નીચે બેઠાં હતાં. પેલે હંસ ત્યાં આવ્યો. તેને જોતાં એને મહેદય થયે, ત્યાં એક કાગડો હંસ પાસે આવીને ચરક ચરકીને એ તે ઊડી ગયો પરંતુ રાજાએ ક્રોધાવેશમાં બાણ માર્યું તે કંસને વાગતાં મૃત્યુ પામ્યો. ત્યાંથી મરીને તે હરણ
. તું રાજા સાથે શિકાર કીડ જોવા ગઈ, ત્યાં. હરણે તને જોઈ અને તારા ઉપર એને મોહ થયો. ત્યાં તેને જોઈ સ્થિર થઈ નાચવા લાગ્યો અને રાજાના હાથે તે મરાયો. તેનું જ માંસ પકાવીને તમે રસપૂર્વક ખાઈ રહ્યા હતા. કર્મની ગતિ આવી વિચિત્ર છે, આ જોઈને મેં માથું ધુણાવ્યું હતું. આ સિવાય કાંઈ જ કારણ નથી.
આ સાંભળતાં જ રાજા અને રાણીને વૈરાગ્ય જાગ્યા. સંસાર ઉપરથી આસક્તિ છૂટી ગઈ. અરેરે ! શું સંસારનું આવું સ્વરૂપ છે? . રાજા : મુનિરાજી સ્ત્રીને વશીભૂત થનાર છવની આવી દુર્દશા થાય છે?
નિરાજ રાજન ! તુ કેવી ર નિદ્રામાં સૂવે છે? વિચાર તે ખરે. આ જીવ હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ વગેરે અઢાર પાપસ્થાનકે આચરીને, અથવા આ અઢારમાંથી ગમે તે એકએકને આચરીને અનન્તાકાળથી પરિભ્રમણ કરે છે, નરક અને નિગોદાદિનાં દુખો સહે છે. અનેક જાતનાં રૂપો કરીને તેનો વિપાક ભોગવે છે. આ બધાનું યથાર્થ સ્વરૂપ એક મુખે કહેવાય એવું નથી.
કર્મને વિપાક પણ વિચિત્ર છે. દેવ મરીને પશું થાય છે પશુ મરીને દેવ થાય છે. માતા પુત્રી અને પુત્રી માતા બને છે. એવી રીતે મિત્ર થવુ, દાસ, સ્નેહી, દુશ્મન વહાલો કે દવલે થાય છે. રાજા મરીને દાસ, બ્રાહ્મણ, ચંડાલ ચક્રવતી, રંક, રાસભ, વૃક્ષ, કીડે, પતંગિયો; વેશ્યા, વાઘ હરિણ કે માછલું થાય છે. આવી રીતે આ જીવને સજાતિ કે વિજાતિ સાથે સંબંધે થાય છે. આમાં કોઈ એક જ નિયમ નથી.
પૂર્વકાળે આ જીવે હરેક જીવોની સાથે અનન્તી વાર સંબંધો બાંધ્યા છે; રાશી લાખ છવયોનિમાંથી દરેક યોનિમાં આ જીવ અનન્તીવાર ઉત્પનન થયા છે. દરેક કુલ, જાતિ અને દરેક સ્થાનમાં અનન્તી વેળા આ જીવે જન્મ મરણ પ્રાપ્ત કર્યા છે. એવું એકે સ્થાન નથી જે આ જીવે ન મેળવ્યું હોય,
આગળ પણ જ્યાં સુધી ભાગવતી દીક્ષા નહિ સ્વીકારે ત્યાં સુધી રખડપટ્ટી કરવાની જ છે. રાજ્યાદિ સુખ તે ક્ષણિક છે. સંસારની આસકિત તો: બહુ જ દુખપ્રદ છે. આવું સંસાર સ્વરૂપ શ્રીજિનવરેદ્ર દેવોએ કહ્યું છે. માટે રાજ! હવે જે સારું લાગે તે કરે.
For Private And Personal Use Only