________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુન દા અને રૂપસેન કુમાર
[ ૭ રાજા : હે પૂજ્ય મુનિ પુંગવ ! આપ નિરાંતે સ્થિરતાથી આસન ઉપર બિરાજમાન થાઓ અને આ “પામર' જીવને નરક ને નિગોદનું સ્વરૂપ; તેનાં દુઃખે અને વેદનાઓ, અમને સંભળાવે.
મુનિરાજ રાજાને અને રાજકુટુંબને શાંતિથી નરક અને નિગોદનું તેમજ, એકૅક્રિયાદિનું સ્વરૂપ, સમજાવે છે ત્યાં પડતાં દુઃખે અને કયો જીવ શું કરવાથી ત્યાં જાય છે વગેરે સુંદર ને સચોટ વાણીમાં સંભળાવે છે.
આ સાંભળી રાજાનું કામલ હૈયું કમકમે છે અને કહે છે, હે ભગવન! એ સંસાર આ જ અનર્થમય છે તે પછી મારા જેવા અધમીઓની શું દશા થશે ? | મુનિરાજ? રાજન્ ! હજી કઈ જ બગડયું નથી, જાગ્યા ત્યથિી સવાર સમજી ત્રિકરણું શુદ્ધિથી આરાધેલો થડે પણ ધર્મ મહાફળપ્રદ છે, અને તેના દષ્ટાંતરૂપે દ્રઢપ્રહારી, કાલકકુમાર, ચિલાતીપુત્ર અને ચૂલની વગેરેનાં ચરિત્રો આદર્શ છે, તેઓ ઘોર પાપકમી હતા છતાં તેઓ પશ્ચાતાપ કરી શુદ્ધ થઈ મુક્તિ સુખના ભોક્તા પણ બન્યા છે. માટે રાજન ! તું જાગ્રત થઈને ધર્મનું આરાધન કર.
રાજા : મુનિરાજ ! આપની અમૃત સમ મીઠી વાણું મને બહુ જ ગમો છે. પરંતુ જે જીવને અંગે આ વાર્તાલાપ શરૂ થશે તે જીવનું સ્વરૂપ તે સમજાવો.
મુનિરાજ : રાજન ! કર્મની ગતિ વિચિત્ર છે, કમને ઉદય મહાન બલવાન છે. છે તેની સામે કેઈનું યે કાંઈ ચાલતું નથી. જેઓ ઉચ્ચ કુળમાં જન્મ્યા છે, જેમને
મનથી પણ કુકર્મ કરવાની અભિલાષા નથી થતી, અરે કુકર્મ કરવાની વાત તો દૂર રહી પણ તેવી વાત સાંભળીને જે દુઃખ અનુભવે છે, એવા જીવોને પણ પૂર્વે બાંધેલા તીવ્ર અશુભ કર્મો વડે અપૂર્વ એ મતિવિભ્રમ થાય છે કે જે સાંભળીને બીજાને જલદી તે ઉપર વિશ્વાસ જ ન આવે કે આ સાચું કહે છે? ઊલટું, કહેનારને જ દોષ આપે. પરન્તુ કર્મથી પ્રેરાયેલે જીવ એવાં કર્મ કરે છે. એમાં સંશય નથી.
રાજન ! આમાં એમ પણ બને છે કે કર્મને વશીભૂત થઈને કરેલું કુકર્મ કદી ગુપ્ત પણ રહે છે, જે જ્ઞાની સિવાય બીજા જાણી શકતા નથી. એવી પિતાની ગુપ્ત વાત જાણવાથી એ જીવને દુખ થાય છે શરમ પણ આવે છે. એનાં સગાંસંબંધીઓને એના ઉપરથી તેહ ઊઠી જાય છે અથવા એના દ્વેષી થાય છે. આવા સમયે એ જીવાત્મા દુઃખી થઈને પિતાની ગુપ્ત વાત પ્રકટ થઈ જવાથી સગાંસંબંધીઓથી તરછોડાય છે. એ જીવ આધ્યાન કરી ઘણું કર્મ ઉપાર્જે છે. માટે આના કરતાં ન કહેવું એ જ ઉચિત છે.
સુનંદા : મુનિ મહાત્મા ! આપના ઉપદેશથી અમે એટલું તે સમજી ગયા કે બધું કર્મને અધીન છે. કરેલાં કર્મોને ભોગવ્યા સિવાય મુક્તિ નથી, આ વાતની તે દૃઢ શ્રદ્ધા થઈ ગઈ છે. આવા પ્રકારના જ્ઞાનથી ખરેખર, અમે જાણે પુનર્જન્મ પામતા હોઈએ એ અનુભવ થાય છે માટે આપ નિ:સંકેયપણે કહે.
મુનિરાજ ઃ રાણી ! કંઈક તારા સંબંધી પણ હશે. તેને આ સાંભળીને અપ્રીતિ તો નહિ થાય ને? તને અપ્રીતિનું નિમિત્ત ન થાય તે જ કહું તું હજી પણ વિચાર કરી લે.
For Private And Personal Use Only