________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ અવસરે દુષ્ટ મેધમાલી દેવે આવીને શ્રીપાશ્વનાથ ભગવાનને સિંહ, વિછી વગેરે વિવને ઉપસર્ચ કર્યા છતાં આગ જોઈને મેવ વિમુવીને કલ્પાંતકાળના મેઘની જેમ વૃષ્ટિ કરવા માંડી. આથી ક્ષણવારમાં જ ભગવાનની નાસિકાના અગ્રભાગ સુધી પાણી આવી પહોંચ્યું. આ જ વખતે ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું અને પટરાણીઓ સાથે આવીને ધરણેન્દ્ર ભગવાનને ફણથી આચ્છાદિત કર્યા. ત્યાર પછી અવધિજ્ઞાનથી મેયમાલીને ઉપદ્રવ કરતો જાણુને ધરણેન્ડે તેની તજના કરવાથી મેઘમાલી પણુ ભગવાનને નમીને શરણ થઈ સ્વસ્થાને ગયો.
આ જ હકીકત શ્રીસુમતિવિજયજી કવિરાજના શિષ્ય :અઢારમી સદીના શ્રીરામવિજયજી મહારાજે ચેલા “સે ભવિયણ જિન વીશમે ” આ સ્તવનમાં નીચે મુજબ જણાવી છે –
“વધલે મારે વડ હેઠળ કાઉસગ્ય રહે, મેતણું પરે ધીર; ધ્યાન શુક્સ તે મનમાં ધ્યાવત, ઊંચાં ચડિયાં છે નીર. સેવ ભવિષણું.”
આ હકીકત જૈન સાહિત્યમાં એટલી બધી પ્રસિદ્ધ છે કે આ વિષે વધારે કંઈ લખવાની જરૂર જેવું નથી.
સાધકે આ મહેદારની સંસ્કૃતિને ભલે ચાર-પાંચ હજર વર્ષ જૂની માનતા હોય પણ ઉપર રહેલા બૌદ્ધતૂપને ૨૦૦૦ વર્ષ જૂનો જ માને છે. વળી ઉપર જણાવેલી ફણાધારી આકૃતિને તેઓ બુદ્ધની આકૃતિને મળતી જ જણાવે છે. ભગવાન શ્રીપાથનાથના નિર્વાણને પોણા ત્રણ હજાર વર્ષ થયાં છે. એટલે ભગવાનના નિર્વાણ પછી આ ધાતુના પતરાં ઉપર આલેખેલું ચિત્ર હવામાં અને માનવામાં કશું વાંધો નથી.
પુરાતત્વખાતાથી પ્રસિદ્ધ થયેલા સાત વિભાગમાં જેને માર્શલે આ વર્ણન ક્યા વિભાગમાં કર્યું છે તેમજ ત્યાં આ ચિત્રનો કોઈ ફાટે આપ્યો છે કે નહીં એ તપાસવામાં આવે તે જાણું જ ઉપયોગી થઈ પડશે. બાકી જે વર્ણન આપ્યું છે તે સવો ભગવાને શ્રી પાર્શ્વનાથની વડ નીચે કાઉસમ યાનમાં રહેલી ફણાધારી અવસ્થાને જ મળતું છે. ધાતુનાં પતરાંઓ ઉપર જેમ બીજા અનેક દેવનાં ચિત્ર મળી આવ્યાં છે તે પ્રમાણે આ પણ છે. હું એવા સ્થળે બેઠો છું કે આ સાત વિભાગો મને અહીં પ્રાપ્ત થવા મુશ્કેલ છે. ભવિષ્યમાં મારા હાથમાં આવશે ત્યારે હું તપાસ કરીશ. પરંતુ તે પહેલાં જે કોઈ મહાનુભાવના હાથમાં આવે તે આ વિષે વિશેષ તપાસ કરે અને વિસ્તૃત હકીકત પ્રકાશમાં લાવે એ ઈચછનીય અને પ્રશંસનીય છે. અત્યારે આને શ્રી પાર્શ્વનાથ ભગવાનનું આલેખેલું ચિત્ર માનવામાં કશો જ વધે નથી.
આ જાણીને અતિઆનંદિત થવાની વાત એ છે કે ભારતવર્ષના અતિપ્રાચીન મનાતા સ્થળની અંદર પણ જૈનધર્મની દિગંતવ્યાપી ધ્વજ-પતાકા ફરકતી હતી. આપણે જાણીએ છીએ કે ભગવાન મહાવીરદેવ સિંધુસીવીર દેશમાં પધાર્યા હતા અને ત્યાંની રાજધાની વીતભયપુરપાનને ઉદાયન રાજને દીક્ષા આપી હતી. આ ઉદાયન રાજા ચેડા મહારાજાના જમાઈ, ભગવાન મહાવીરદેવના પરમભક્ત અને છેલ્લા રાજર્ષિ હતા. અને છેવટે અનસન કરીને કેવળજ્ઞાન ઉપાર્જન કરી એક્ષમાં ગયા છે. આ મહેદારો
For Private And Personal Use Only