SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E છે. Sws જી જૈનનું તત્ત્વજ્ઞાન અને ચારિત્ર અનુવાદક : શ્રીયુત ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ ભારતીય ધર્મોના અતિહાસિક સંશોધનને એ ઉષ:કાળ હતું જ્યારે બધા ધર્મો વિદેશી સંશપકાનાં માં તાકીને બેઠા હતા. અને પોતપોતાની પ્રાચીનતા તેમજ પવિત્રતાનાં બણગાં કુકતા હતા, માત્ર જનધર્મ એ સંશોધકોથી વેગળ રહ્યો પોતાનું સ્વાભાવિક તેજ પાથર્યો જતા હતા; જણે એને એવા સંશોધનની પડી જ ન હોય, અથવા “રત્ન શેવાતું નથી પણ જડી આવે છે ” એમ ઉબોધતે હેય. આ જ કારણ છે કે, કોઈ એ એને બૌદ્ધધર્મને અવાક્તર ધર્મ, ઉછીને વાદ કે આધુનિક કહીને અવગણ. પરંતુ યુરોપના એક વિદ્વાનને હાથ એ ચડ્યો અને રત્નના પારખુ એ વિદ્વાને અધકચરા સંશોધકને પડકારતાં કહ્યું: “જેનધમ ભાજધર્માથી ન દે એટલું જ નઈ સી પ્રાચીન છે.” ત્યારે જ એ સંશોધકે મોંમાં આંગળી ઘાલી જપી ગયા. આજે એ વિદ્વાન ડો. હર્મન યાકોબી આપણી વચ્ચે નથી પણ એમના અક્ષરદેહ રૂપે અમર બનેલા એ લેખે જે તલસ્પર્શ અધ્યયન અને ઊડી ગષણને આભારી છે તે અંગ્રેજીમાં પ્રગટ થયાં છે. આ લેખ જેનો ભાવાનુવાદ અહીં આપે છે તે ઇ. સ. ૧૯૦૮માં ઓકસફર્ડની ધાર્મિક ઐતિહાસિક પરિષદમાં વ'ચાયા હતા. આજે આટલાં વર્ષો થયાં છતાં એ લેખ એ જ નૂતન પ્રકાશ પાથરી રહ્યો છે. નાના તલનાત્મક જ્ઞાન માટે આ પ્રકારના અધ્યયનની પદ્ધતિ આદર્શ છે. આથી માસિકના વાચકે માટે અહીં આપવામાં આવે છે. જૈનાના તત્ત્વજ્ઞાનના વિષયમાં જે મનુષ્ય પહેલવહેલો વિચાર કરે છે તેને એવો વિશ્વાસ બેસી જાય છે કે, એમાં એક બીજા સાથે સંબંધ નહીં રાખનારા અનેક સિદ્ધતિ છે અને તે બધાનું સામાન્ય તેમજ મૂળભૂત કઈ તત્વ જ નથી ત્યારે તેને એ આશ્ચર્ય ઉપજે છે કે, આ અવ્યવસ્થિત ધર્મ અસ્તિત્વમાં કેમ કરીને આવ્યા અથવા આ ધર્મની સ્થાપના થવાની જરૂર શી હતી? કેટલાક સમય પૂર્વે મારામાં પણ આવો જ ભ્રમ પિસી ગયા હતા. પરંતુ હવે મેં જેનધર્મનો એક જુદા જ સ્વરૂપે અનુભવ કર્યો છે. મને હવે હસી ગયું છે કે, જૈનધર્મની સ્થાપના એક એવા તાત્વિક પાયા ઉપર ઊભી છે, જે બ્રાહ્મણ અને બૌદ્ધ એ બંને ધર્મોથી ભિન્ન છે. તે પાયો કયો છે તેનો જ આજે મારા વ્યાખ્યાનમાં વિચાર કરીશ. પ્રાચીન કાળે જે પ્રાંતમાં યાજ્ઞવલ્કય મહર્ષિએ ઉપનિષદોના કથન મુજબ એ સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું કે, બ્રહ્મ અને આત્મા એ જ વિશ્વનાં શાશ્વત અને કેવળ તો છે અને જે સ્થળે મહાવીરસ્વામીના સમકાલીન ગૌતમબુદ્ધ પિતાના ક્ષણિકવાદને ઉપદેશ કર્યો, તે જ પ્રાંતમાં અંતિમ જૈન તીર્થંકર શ્રી મહાવીર સ્વામી દ્વારા જૈનધર્મને For Private And Personal Use Only
SR No.521659
Book TitleJain_Satyaprakash 1949 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy