________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૫ સુનંદાને જોઈ અને એના જ પ્રેમના સંકલ્પ વિકપમાં મૃત્યુ પામેલે. તેના જ મર્ભમાં પેદા થયેલો; અને ત્યાંથી મરીને સાપ થતા સમયે અહીં સુનંદાને ઓળખી પરંતુ એ જ સુનંદાએ ડરના માર્યા બિચારા સાપના પ્રાણ લેવરાવ્યા?
કાગોઃ સાપને દેહ છોડી રૂપસેન કુમારને જીવ કાગડા પણે જમે. એને થે. ભવ કાગડારૂપે થયો.
કાગડારૂપે જન્મેલો રૂપન માતાના પ્રેમથી સિંચાતો માટે થયો. ઊડતાં શીખ્યો અને એની માતૃભાષા કીક કાકરૂપે બેલતાં શીખ્યો. એની કાગડાની જાતિમાં એના રૂપ અને ભાષાની ખૂબ જ પ્રશંસા થવા લાગી, આ કાગડાભાઈ એના લય અને તાલ સાથે બરાબર લલકારીને કાક, કાક, કાક કરે અને બધા કાગડે ખૂશખૂશ થઈ જતા. એક વાર એ કાગડાઓનું ટોળું રમતું; ઊડતું ફરતું ક્ષિતિપ્રતિષ્ઠાનપુરમાં આવી પહોંચ્યું. અને એ જ ગ્રીષ્મ ઉધાનમાં ફરવા માંડયું. જાણે પરિચિત ભૂમિ હોય એમ લાગવા માંડયું. તે ઉદ્યાનમાં વૃક્ષની ડાળીઓમાં રહે છે. ફળફૂલ ખાય છે અને મઝા કરે છે. રૂપસેન કુમારને જીવ કાગડે એમ સમજવા લાગ્યો કે મારા જેવું કોઈ સુખી નથી. અરે ! મારા જેવા સંગીત આલાપ તો કઈ શીખ્યું નથી.
એવામાં એકવાર રાજા, રાણી સુનંદા, થોડી સખીઓ અને સંગીતપ્રેમીઓને એ બગીચામાં જલસા જામ્યા. કાગડાના ટોળાએ આ જોયું. દૂર રહીને બધાયે આ સંગીત સાંભળ્યું. ત્યાં રૂપસેનના જીવ કાગડાભાઈએ રાણીને જોઈ જોતાં જ એના દિલમાં રાજરાણી સુનંદા પ્રતિ મેહ અને મમતા જાગ્યાં. એ ઊડતો ઊડતો જે ઝાડ નીચે સંગીતની મહેફીલ જામી હતી ત્યાં ઝાડ ઉપર આવીને બેઠો અને રાણીના માથા ઉપરની સામેની ડાળે બેસી સંગીતના રસમાં તન્મય બનેલી રાણીને જોવા લાગ્યો. એને થયું રાણીને સંગીત પ્રિય છે. હું પણ મારું અદ્ભુત સંગીત કૌશલ સંભળાવું અને એકદમ કા કા કાફ કરી કાઉં કાઉ કાઉં શરૂ કરી દીધું. સંગીતના જલસામાં આ કણ કટુ અવાજે ભ ભ કર્યો. રંગમાં ભંગ પડ્યો. રાજાના હુકમથી કાગડાઓના ટોળાને ઉડાડવામાં આવ્યું. બધા કાગડો તો ચાલ્યા ગયા. પરંતુ રાજરાણી સુનંદાના મોહમાં અંધ થયેલા ઉપસેનના કવરૂપ કાગડે ત્યાં જ લપાઈ છુપાઈ ગયે. બધાં સાજ ફરી તૈયાર કરી ગવૈયાઓએ પુનઃ જલસે જમાવ્યો. પેલા એલા છુપાયેલા કાગડાભાઈપુનઃ ઝળકયા અને રાજા-રાણુના મસ્તક ઉપરની ડાને બેસી કુદાકુદ કરતા પોતાનું પરાક્રમ દેખાડતા કાફ કા કાફ કાફ કરવા લાગ્યા. પુનઃ પુનઃ ઉડાડવા છતાં કાગડાભાઈ મૌન ન રહી શકયા. આખરે રાજાને કાગડાની ધષ્ટતા ઉપર ગુસ્સો ચ અને નેકરને આજ્ઞા કરી કે ઉડાવી એને દો. રાજ આજ્ઞા થતાં જ એક નોકરે પાછળ જઈ ચુપકીદીથી ગોકણ એવી જોરથી તાકીને મારી કે બિચારો કાકુ કહેતાં જ નીચે પડયો. એને આત્મારામ કાગડાનો દેહ છોડીને કલહંસપણે ગર્ભમાં ઉત્પન્ન થયો.
હંસ: એની માતા હંસલીએ ગર્ભ સ્થિતિ પરિપૂર્ણ થતાં રૂપ રૂપના અંબાર સરખા હંસને જન્મ આપ્યો. બધા હસોમાં જુદા પડી જાય એવું અદ્દભુત રૂપ આ બાલક હંસનું હતું. ઉજજવલ રૂપેરી દેહલતા, મડદાર અંગે અને સેનેરી પીંછાં, લાંબી અને નમણી ડોક,
For Private And Personal Use Only