SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસારનું પ્રથમ ધર્મચક્ર લેખક–સુધાકર આ સંસારમાં એવી અનેક અદ્દભુત વસ્તુઓ છે જેનાં આદિ કે અંત નથી જણાતાં. કાળા માથાને માનવી ઘણી વાર એમ સમજે છે કે આ મેં કર્યું. પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે આપોઆપ નિમિત થઈ જાય છે. અને છતાં માનવી એને નિમણુ કરવાને હર્ષ માણે છે. કેટલાક માનવીઓ પણ એવા હોય છે, જે જ્યાં જાય છે ત્યાં પૂજાય છે અને મહાત્મા–સંત તરીકે બહુમાન અને આદર પામે છે. એમની કીર્તિની, આમ્રમંજરી સમી, મીઠી સુવાસ સૌ કોઈને એમના તરફ આકર્ષે છે, અને ભાવભીની અંજલિની પુજમાળા સમાપવા પ્રેરે છે. આવા પુર, પુરુષોત્તમ, મહામાનવીઓ કે નર રૂપ નારાયણ બની પૂજાય છે. આવા મહાપુરુષોની જીવનસૌરભ આપણને આકર્ષે છે, છતાં કેટલીક વાર આપણે વિચારને વમળે ચઢી વિચારીએ છીએ કે–-પાથ છે, શુ જલદી છે? કાલે જવાશે. પણ એ પામર માનવીને એક ક્ષણ પછી શું થવાનું છે તેની જ્યાં ખબર નથી ત્યાં કાલની વાતે કરવાથી શું વળે ? પાછળથી આપણને ઍવાતને પસ્તાવો રહી જાય છે અને આ ન કર્યું, તે ન કર્યું એમ વલોપાત થયા કરે છે. આવા જ એક વલોપાતમાંથી દુનિયાએ ન જોયેલું, ન જાણેલું, અભુત એવું સંસાર ભરનું પ્રથમ ધર્મચક્ર બન્યું એની આ કથા છે. આ યુગના પ્રથમ પૃથ્વીનાથ અને પ્રથમ સાધુપુંગવ શ્રી ઋષભદેવ પ્રભુ ચાર હજાર રાજાઓ સાથે સાધુ બનવા. સંસારના આ પ્રથમ મુનિપુણવને એક વર્ષ અને ચાલીસ દિવસ સુધી નિર્દોષ શુદ્ધ આહાર-પાણી ન મકથા એટલે ઉપવાસી થઈને જ તેઓ વિચર્યા. જાથેના ચાર હજાર દીક્ષિત રાજાઓ તો તેમને છેડી જંગલવાસા ઋષિમુનિ, ત્યાગી તપસ્વી અને જટાધારી જોગી બન્યા. શ્રીપભદેવ તે નરકેશરી હતા. ભૂખ અને તરસની સગારે પરવા કર્યા સિવાય સ્ફટિક સમ ઉજજવળ સંયમ પાળતા તેઓ હસ્તિનાપુરમાં પધાર્યા, અને શ્રેયાંસ કુમારના હાથે, એક વર્ષ અને ચાલીસ દિવસ પછી, શેરડીના રસથી પારણું ક્યું'. જ્યાં તેમનું પારણું થયું તે પવિત્ર સ્થાને થીયાંસકુમારે રત્નમય પીઠ કરાવ્યું અને જયાં જયાં પ્રભુજીનાં પારણાં થતાં ત્યાં ત્યાં રત્નમય પદ બનતાં, જેને “આદિયપીઠ' કહેવામાં આવે છે. આ પ્રથમ આદિત્ય પીઠની શ્રીશ્રેયાંસકુમાર, તેને ભગવંતના ચરણ સમજી, ત્રિકાલ પૂન કરતા હતા, આ વિષેના આવા અનેક ઉલે બીજા અનેકાનેકે પ્રાચીન ગ્રથ જેવા કે સમરાગ્યહા, ભવભાવના, ભુવનસુંદરી, કપાસ, પાનાથચરિત્ર, ધમકરપદુમ વગેરેમાં આવે છે. પરંતુ વિહારને કારણે એ પુસ્તકેમાંના ઉલ્લેબ તરસ મેળવવાનો સમય મળ્યો નથી. સહરસ અને રસકૂપ વિષેના ઉલ્લેબે આમ આપણા પ્રાચીન-પ્રાચીનતમ સાહિત્યમાં દરર વરેલા પડ્યા છે. એ બધાય એક કરીને એમને પદ્ધતિસર અભ્યાસ કરવાથી પ્રાચીન કાલની એ વિષેની માન્યતાને સંપૂર્ણ ખ્યાલ આવી શકશે, અક્ષય તૃતીયા, ૨૦૦૫ જૈન ધર્મશાળા, કષિાના પળ, વડોદરા, For Private And Personal Use Only
SR No.521653
Book TitleJain_Satyaprakash 1949 05 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy