________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
શ્રી જેન સત્ય પ્રકાશ
વર્ષ ૧૪
ભગવાનનાં અમૃતમય વચન સંસારના બધા જીવને પિતાનું જીવન પ્રિય છે, અને દરેક જીવને સુખ પ્રિય છે. કેદને દુઃખ અને વધની ઈચછા નથી. દરેક જીવ જીવવા ઈચ્છે છે. – આચારાંગ
સૌથી પ્રથમ દમન આપણે આપણું આત્માનું જ કરવું જોઈએ, કઠિનમાં કઠિન વ્રત પણ એ જ છે. પિતાને દમન કરવાવાળા આ લેક અને પરલોકમાં સુખી થ ય છે.
–ઉત્તરાધ્યયન. - જે માણસ પોતે હિંસા કરે છે, બીજા પાસે હિંસા કરાવે છે અને હિંસા કરનારને ઉત્તેજન આપે છે તે પિતાના માટે જ વેર વધારે છે.
વિવેકદીપક કાંઇ એકદમ નથી પ્રાપ્ત થતું. એને માટે તો કઠેર સાધનાની જરૂર પડે છે. માટે જ મહર્ષિએ આળસનો–પ્રમાદનો ત્યાગ કરી, કામ ભેગોનો ત્યાખ કરી, સંસારનું પથાર્થ સ્વરૂપ સમજી આત્માની રક્ષા કરતા કરતા અપ્રમત્તપણે વિચરે છે.
પ્રમાદ એ વિષ છેઃ અપ્રમાદ-અપ્રમત્તદશા તે અમૃત છે. ક્રોધને ક્ષમાથી છઃ અભિમાનને નમ્રતાથી જી. માયાને સરલતાથી જીતઃ લેભાને સંતોષથી છે લાખ યોદ્ધાઓને જીતનાર વીર કરતાં સારો વીર તે છે જે પિતાને જીતે છે.
–ઉત્તરાયન તથા દકાલિક અજ્ઞાની પુરુષ મહિના મહિનાના ઉપવાસ કરે અને ડાભના અગ્રભાગ ઉપર રહે તેટલું અનાજ લઈ પારણું કરે, પરંતુ તે જ્ઞાની પુરષોએ કહેલા ધગમાર્ગના સેલમાં અંશને પણ પામતે નથી.
---ઉત્તરાધ્યયન જે પુરુષ પ્રબલ પુણ્યના ઉદયથી વિવેકથી સમ્પન્ન છે તે ફદી પણ સાંસારિક સુખ ભોગના પદાર્થોમાં આસક્ત નથી થતું અને તે મિશ્યા શાસ્ત્રીને જન્મ સ પણ નથી કરતા. મિથા શાસ્ત્રો તે છે જે અજ્ઞાનને, હિંસાને, અવિદ્યા અને સંસારિક સુખ ભેગના પદાર્થોની પ્રાપ્તિને ઉપદેશે છે - જે પુરુષ સાંસારિક સુખભેગના પદાર્થો મેળવવામાં જ મનુષ્યનું પરમ કર્તવ્ય સમજે છે એને કાર્યાકાર્યને વિવેક નથી રહેતો. તેને મોટામાં મોટું પાપ કરવામાં પણું સંકોચ નથી રહે, તે માણસ જૂઠું બોલી, ચોરી કરી, વિશ્વાસઘાત કરી, નર હયા, અહિયો, બાલહત્યા અને પશુહત્યા કત્યાદિ પાપકર્મો કરીને પણ સાંસારિક સુખની સામો મેળવે છે. તેનામાં યાને અંશ નથી રહેતો અને ક્રૂરતાથી ભરેલું રહે છે અને ૫ પથી લેપાય છે.
જ્યાં અહિંસા છે ત્યાં ધમને નિવાસ છે. અહિંસા ધર્મનું પ્રધાન અંગ છે.
સમ્યગ્દષ્ટિ જીવ એમ સમજે છે કે જેમ હું દુઃખથી ડરું છું તેમ બધા પ્રાણીઓ દુઃખથી ડરે છે. જેમ દુઃખ મને અપ્રિય છે તેમ સંસારનાં સમસ્ત પ્રાતીઓને દુઃખ અપ્રિય છે. કોઈ પણ પ્રાણી દુઃખ નથી ઈચ્છતું, સુખ ઇચ્છે છે. માટે દરેક જીવ ઉપર દયા રાખી અને કેઈને પણ કષ્ટ ન દેવું એ ધર્મનું મુખ્ય અંગ છે.
સંસારમાં તત્ત્વદર્શી પુરુષ તે છે જે અહિંસાનું પાલન કરે છે અને અહિંસા ધર્મનો ઉપદેશ આપે છે. એ તત્ત્વદશ મહાપુરુષ ક્રેઇની સાથે વૈર નથી બાંધતે, તેને જગત માં કોઈ શત્રુ નથી.
અને એ તત્વદશી મહાપુરુષ પિતાના પવિત્ર અહિંસારમનું સુંદર રીતે પાલન કરી, સર્વ દુખથી રહિત બની, સર્વ-સર્વદશી વીતરાગ બની અક્ષય–શાશ્વત મોક્ષસુખ પામે છે.
For Private And Personal Use Only