SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - અંક ૭] પરમધ્યેય શ્રી નવપદજી [ ૧૨૯ સહાય કરવાના ખાસ ગુણથી સાધુમુનિરાજ પાંચમે પદે બિરાજમાન છે. આ ત્રણમાં આચાર્ય ગુરછના રાજા તુલ્ય છે, ઉપાધ્યાય દીવાનરવરૂપ છે, સાધુ સુભટ તુલ્ય છે. છટ્ટે દર્શનપદ આત્માને તત્વરૂચિ ગુણ છે, તેના અભાવે જ્ઞાન તે જ્ઞાન નથી, ચારિત્ર તે ચારિત્ર નથી, તા તે તપ પણ નથી, જેથી આત્મગુણેમાં પણ એને પ્રથમ નંબર મળેલો છે. તેનાથી નિશ્ચય-શ્રદ્ધાબળ જાગે છે. સાતમે પદે જ્ઞાનગુણું પ્રકાશધર્મિ છે. સમ્યગજ્ઞાનનું ફળ ચારિત્ર છે, એટલે તેનું સ્થાન આઠમું છે. ચારિત્ર ગુણથી આત્માને મલિન કરનાર દેષને પ્રતિ કરાય છે. તપ એ ચારિત્રનો પ્રાણ છે, તેનાથી દોષમાત્રને નાશ થાય છે, તે પણ આત્માને સ્વભાવ છે, જેથી તે નવમા પદે સ્થાન પામેલ છે. ધ્યેય ઊંચામાં ઊંચુ સંપૂર્ણ વુિં જોઈએ. અરિહંતાદિક પદનું રવરૂપ હવે આપણે વિચારીએ. તે વિચારતાં આપણને નિશ્ચિત થાય છે કે વિશ્વભરમાં તેનાથી અન્ય કોઈ પણ વધારે ઉચ્ચ કે સંપૂર્ણ છે જ નહિ, ભાવદયાની પરાકાષ્ઠા પામેલી “સવિ છવ કરું શાસનરસી” આ પુરભાવનાને સેવી તેને સફલ બનાવવા માટે પૂર્ણ આત્મીય ફેરવી જેએએ “તીર્થંકર નામકર્મ જેવી પ્રકૃષ્ટ પુણ્ય પ્રકૃતિ ઉપાર્જન કરી છે તથા તેના બળે જેઓ નિયમ રાજકુલમાં જન્મી ચારિત્ર ગ્રહણ કરી ઘાતિને ધુનાવી સર્વજ્ઞ સર્વદશી થઈ સતિશયસંપન્નપણે દેવકૃત સમવસરમાં બિરાજી તીર્થંકર નામકર્મના ઉદયે કરી યથાર્થ દેશના આપી મેક્ષમાગને પ્રકાશ કરે છે, અને તેમ કરીને જેઓ શ્રી ચતુર્વિધ સંધની યાને શ્રી ધર્મતીથની સ્થાપના કરે છે, તે અરિહંત વીતરાગ પરમાત્મા કહેવાય છે. એ કહેવાની જરૂર નથી કે આ પરમાત્માઓ વિભાવથી જ પરોપકારિતાના જ એક વ્યસનાદિરૂપ ગુણોને ધારણ કરનારા હોવાથી સર્વલેકમાં ઉત્તમ તરીકે માત્ર તેઓ જ ગણુય છે. ૧ પુજ્ય રમણના રૂપ બહિરામભાવને ત્યાગ કરી સ્વભાવ રમણતા રૂપ અંતરાત્મભાવને ભજી સકલ કર્મ રહિત પરમાત્મા સ્વરૂપને વરેલા સિહ ભગવતે કહેવાય છે. જિન, અજિનાદિ કોઈ પણ ભેદે સિદ્ધ થનારા અષ્ટ કર્મોનો ક્ષય કરી જન્માદિકલેશ રહિત અક્ષયસ્થિતિ યુક્ત સદાનન્દી સિદ્ધિ પદને પ્રાપ્ત કરી શકે છે, તેની મનાઈ નથી, કિન્તુ તે સર્વ શ્રી જિન માર્ગને ફસને જ સિદ્ધિપદને વરે છે, એ હકીકત કેઈનાથી ઈન્કાર કરાય તેવી નથી. સિત થવું એટલે નથી તે અભાવ રૂ૫ થવું કિંવા નથી તે જડ પાષાણુ ક૫ થવું, પરંતુ કર્મ વિકારથી મુક્ત બની અનન્ત જ્ઞાનાદિ ગુણમય આત્માનું સહજ આનંદી અમૂર્ત સ્વરૂપ પ્રકટ કરવું તે છે. ૨ . કાર્યસદશ કારણે ભારે કરી વીતરાગ થવા માટે ભાવથી ધરાગ્ય પામી જેઓ બાહ્ય કુટુંબ, કંચન, કામિની આદિ સંગ માત્રને ત્યાગ કરે છે અને ઉત્તમ ગુરુકુલ વાસ સેવી મુનિ જીવન ઉજજવલ બનાવી વિનય આચાર શ્રત સંપત આદિ વિશેષ યોગ્યતાઓ પામી જૈન શાસનમાં સૂર્ય સમાન સૂરિપદને વિધિપૂર્વક પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે તથા તે પામીને જેઓ જનશાસનને દીપાવે છે–પ્રભાવના કરે છે તેઓ આચાર્ય કહેવાય છે. આવા ઉત્તમ પુરુષે પ્રભુશાસનના નેતા હોય છે, ધર્મના ધરી હોય છે. તેમની જવાબદારીઓ મહાન હોય છે. ૩ For Private And Personal Use Only
SR No.521652
Book TitleJain_Satyaprakash 1949 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy