________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુશિખરની પગથી પર લેખક–શ્રીયુત મેહનલાલ દીપચંદ શેકસી.
(ગતાંકથી ચાલુ) મહારાજ સાહેબ, શાશ્વતગિરિના આ એકાંત પ્રદેશમાં આજે તો આપે ધ્યાનમાં ઠીકાઠીક સમય લીધો. હું પણ આસપાસની દેરીઓ આદિના દર્શન કરી આવ્યા.
સુમતિચંદ્ર તારું અનુમાન ખોટું નથી ધ્યાન અંગેની વાટિકા પૂરી કરી, પાછળના સમયમાં હું વિચારમગ્ન દશામાં હતો. ચોમાસું બેસવાનો સમય આવી રહ્યો છે, અને આ ગિરિ પર એ વેળા યાત્રા કરવાનું બંધ થાય છે. સામાન્યપણે મારી અવસ્થા લાંબો વિહાર કરવાની છૂટ આપતી ન હોવાથી હું ઘણુંખરૂં તીર્થની શીળી છાયામાં જ ચાર માસ વીતાવું છું. પણ ગઈ કાલે નજીકના ગામવાસી ગૃહસ્થાના આગ્રહથી આ વેળા હું ત્યાં જઈ વર્ષાકાળ વ્યતીત કરવાનો નિશ્ચય પર આવ્યો છું.
ગુરુદેવ, મને અહીં નવું નવું જાણવા જે લાભ મળતો તે હવે આપ વિહા કરવાના હેવાથી બંધ થવાના એથી સહેજ નિરાશા ઊપજે છે. પણુજ્ય મુનિજીવનના આચારને પ્રશ્ન હોય ત્યાં આગ્રહ પણ કેમ કરાય ! સાધુ તો વિચરતા ભલા, એ ઉક્તિ પાછળ જે રહસ્ય છે તે મારી ધ્યાનબહાર નથી જ. મેં ધાર્યું હતું કે યાત્રા બંધ થતાં અહીં આવવાને બદલે આપશ્રીના ઉતારે આવી જ જ્ઞાન--અર્જન કરીશ. આજની વાતથી એનો છેદ ઊડે છે.
પણ આટલી એક વિનંતી છે કે આપ અવકાસ મેળવી માસિકમાં કિંવા સાપ્તાહિકમાં જૈનધર્મ સંબંધી થોડી થોડી પ્રસાદી પીરસતો રહે એથી ઘણે જ લાભ થવા સંભવ છે.
ભાઈ! જિલાસા વિનાનું વચન લાભદાયી નીવડે ખરું?
પૂજ્ય શ્રી ! આપ એમ ન માનતા કે ઊગતી પ્રજામાં જિજ્ઞાસા નથી. વિધિ એ જ છે કે એ જે પદ્ધતિએ ધર્મનીતિ અંગે જાણવા માગે છે. અથવા તો જે રીતે એ સમજતાં શીખેલ છે, એ પદ્ધતિ વ રીતે આપણા સાધુસમાજના મોટા ભાગથી અજાણ છે.
ભાઈ જિજ્ઞાસાને અભાવ કપેલો તે વ્યાખ્યાન સમયની હાજરી ઉપરથી જ. પણ તારી વાત વિચારણીય છે. વાંચન વૃત્તિ વધેલી તો મને પણ જણાય છે. ભાઈ, તારી સૂચના હુ આવકાશે લેખ દ્વારા અમલી બનાવી. એટલું કહી આપણી ચોલ ચર્ચાને ઉપસંહાર કરે.
ભાઈ, ગઈ કાલે દર્શન સંબંધી સ્વરૂપ પ્રકામાં જણાવ્યું હતું એમાંથી જુદા જુદા સમયે જે પંથે પ્રવર્તતા દષ્ટિગોચર થાય છે તે આ પ્રમાણે – ૧ જૈનદાન અર્થાત જેનધર્મ એમાં શ્વેતાંબર, દિગંબર અને સ્થાનક્વાસી, ૨ સખ, ૩ વૈદિક, ૪ વેદાંત ૫ પાતંજલિ, ૬ તૈયાયિક, છ બેહ, ૮ વૈશેષિક, ૯ શૈવ, ૧૦ વામમાર્ગ, ૧૧ રામાનુજ, ૧૨ મવ, ૧કનિંબાર્ક, ૧૪ કબીર, ૧૫ નાના, ૧૬ વલભસંપ્રદાય, ૧૭ દાદુમત, ૧૮ રામાનંદી, ૧૯ સ્વામીનારાયણ, ૨૦ બ્રહ્મસમાજ, ૨૧ આર્યસમાજ, આ તે આર્યદર્શનની અપેક્ષાથી મુખ્ય મત ગણાય બાકી સીખ, થીયેરી, ઇસ્લામ અને ખીસ્તી ધર્મ વગેરે કંઈક છે
For Private And Personal Use Only