________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર ૧૪ ૬૫ વિજયસે ભાગ્યસૂરિ–પાટણમાં એસવાલ કુળમાં જન્મ. સં. ૧૭૫ પ૦ શ૦ ૨ રવિવારે સાદરીમાં સૂરિપદ. સં. ૧૮૫૪ ચૈ શુ ૯ સીનેરમાં સ્વર્ગમન. તેમણે છ મહિના સુધી ચિંતામણિની આરાધના કરી હતી. તેમણે વિજયમાનસુરિને પિતાની પાટે સ્થાપ્યા હતા.
( ૬૬ વિજ્યલક્ષ્મી સૂરિ–શિરોહી પાસે પારડીમાં પિરવાલ શાહ હેમરાજની પત્ની આણંદીબાઈએ સં. ૧૭૯૭ ચૈત્ર શુ. ૫ ગુરુવારે શુભ સ્વપ્નથી સૂચિત સુરચંદને જન્મ આપે. તેને વિજયસૌભાગ્યસરિએ પોતાના ગુરુભાઈ પં. પ્રેમવિજય પાસે રાખી ભણ. સં. ૧૮૧૪ મ. શુ. ૫ રેવાકાંઠે સીનેરમાં દીક્ષા આપી સુવિધિવિજય નામ રાખ્યું, અને ચ, શુ ૯ સૂરિપદ આપી ભટ્ટારક વિજયલક્ષ્મી સરિ નામ આપ્યું, અને પિતાની ગાદી પી. તેમણે નીચે મુજબ ઘણુ મ થી ૧ જ્ઞાનદર્શનચારિત્ર સંવાદ વીરસાવન સં. ૧૮૨૭માં. ૨ છ અઠ્ઠાઈનું સ્તવન સં. ૧૮૩૪ ચ૦ શુ૧૫.
ઉપદેશપ્રાસાદ સ્તંભ સટીક સં. ૧૮૪૩ કાશ૦ ૫ ગુરુવાર ૪ વિશસ્થાપનક પૂજા સં. ૧૮૪૫ આ શ૧૦ શંખેશ્વર તીર્થ. ૫ જ્ઞાનપંચમીદેવવંદન, ચોવીશી, રોહિણું ભગવતી મૃગાપુત્ર જ્ઞાનપંચમીની સઝાયે વગેરે.
તેમણે અનેક પ્રતિષ્ઠા કરાવી છે. તેમના ગુણથી આકર્ષાઈ ભટ્ટારક વિજાદસરિના પક્ષકારોએ પણ તેમને જ સં. ૧૮૪૯માં સ્વગુરુની પાટે સ્થાપિત કર્યા છે એટલે વિજયસૂરિના પટ્ટધર તરીકે પણ તેઓ ઓળખાય છે. મતલબ કે વિજયસૂરિથી બે પાટે ચાલી હતી તે મળી ગઈ હતી. તેમણે શિરોહીના રાવ વયરી શાલને પ્રતિબોળો. તેમનું સં. ૧૮૫૮માં મેરુ તેરશે સુરતમાં સ્વર્ગગમન થયું હતું. અને સંઘવી દુલભ વેલજીએ શત્રુંજય ગિરિપર તેમના પગલાની પ્રતિષ્ઠા કરી હતી. શ્રીમંત સુબેદાર વડોદરા નરેશ દામાજી ગાયકવાડે તેને ભટ્ટારપદની સનદ કી આપી હતી. ( ૬૭ વિજદેવેન્દ્રસૂરિ–તેઓ સુરતમાં શ્રીમાળી જ્ઞાતીમાં જન્મ્યા હતા. તેમનું આચાર્યપદસં. ૧૮૫૭માં વડોદરામાં અને સ્વર્ગગમન સં. ૧૮૬૧માં અમદાવાદમાં થયું. - ૬૮ વિજય મહેન્દ્રસૂરિ–ભિન્નમાલમાં ઓસવંશમાં જન્મ. સં૧૮૨૭ આમોદમાં દીક્ષા. સં. ૧૮૬૧માં અમદાવાદમાં ભટ્ટારક પદ અને સં. ૧૮૬૫માં વીજાપુરમાં સ્વર્ગ
૬૯ વિજ્યસમુદ્રસૂરિ–ગોઢાણના ઝવલા ગામમાં હરનાથની પત્ની પુરાની કુક્ષિથી જન્મ, સં. ૧૮૬૫ માગસર પૂનામાં સૂરિપદ, તેઓ સં. ૧૮૭૭ સુધી વિદ્યમાન હતા.
ભટ્ટારક વિજયલક્ષ્મી સૂરિ જૈન સંધમાં બહુ જ પ્રસિદ્ધ આચાર્ય છે. આપણે જોઈ ગયા કે આણંદસૂર ગુચ્છમાં ભટ્ટારક વિજયઋદ્ધિસૂરિ પછી બે પાટે ચાલી હતી, જે સં ૧૮૪૯માં મળી ગઈ છે. સંભવ છે કે આ બીજી પાટના યતિઓએ વિજયસૌભાગ્યસુરિનો સ્વર્ગવાસ થતાં વિજયલક્ષ્મી સૂરિ તેમની પાટના હકદાર નથી એવો વિરોધ કર્યો હશે. આ વખતે વડોદરા નરેશ દામજી ગાયક્વાડે સીનેરના મહાજનની અરજીથી વિજયલક્ષ્મી રિન હરાની અને શ્રાવક્ષેત્રોની પૂરી રક્ષા કરી હતી અને તે માટે એક સનદ જાહેર કરી હતી.
આ વસ્તુ અતિહાસિક છે, જેનો ઉલ્લેખ શ્રી ચારિત્રવિજયજી જેન જ્ઞાન ભંડાર (શ્રી જૈન પ્રાચ્યવિદ્યાભવન અમદાવાદ) ના વર્ગ બીજે પ્રત નં. ૧૧૦૭ માં મળે છે. . આ લખાણ અક્ષરશઃ હવે પછી જોઈશું.
(સા),
For Private And Personal Use Only