SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૩ એ વનમાં કેટલાંએ ક વૃક્ષો મેવાં અનામત રાખવામાં આવતા રાજ્યને કોઈ વખત ઓચીંતું કાનું પ્રયોજન હેાય તો તરત ન આવે. કામધેનુ ગાયની માફક જયારે જોઈએ ત્યારે ત્યાંથી કાઇ મેળવી શકાતાં. રાજા શત્રુમર્દનનો રાજયવિસ્તાર દિવસે દિવસે વધતો જતો હતો. ઘુમર્દન રાજાના ભયથી આજુબાજુના કેટલાયે રાજાઓ રાજાને વશ થયા હતા અને કેટલાયને રાજાએ વશ કર્યા હતા. રાજ્યના વિસ્તારની સાથે રાજધાની જયની નગરીનો વિરતાર પણ વધતે હતો. રાજસભાનો વિશાળ પ્રાસાદ હવે સંકુચિત જણાતો હતો. રાજ્યને અનુરૂ૫ નવી રાજસભાનું નિર્માણ અનિવાર્ય હતું. એક રાજાએ નવીન રાજસભાના નિર્માણ માટે મંત્રી વગેરેને આદેશ કર્યો, હિલ્પિઓને બોલાવ્યા, મીસ્ત્રીઓ હાજર થયા. સલાટો શો-ઓજાર સજવા લાગ્યા. નકશા તૈયાર થઈ ગયાં. સુમુદ્દોં રાજસભાનું ખાત થયું. આ સર્વ તૈયારીમાં ફક્ત એક જ ખામી હતી; તે એ કે પ્રાસાદને પૂરું પડે તેટલું કાણ ન હતું. પ્રતિષ્ઠાનપુરથી લાલ કપાયાને અને તેની રાબેતા મુજબ વ્યવસ્થા કર્યાને હિસાબ થોડા જ માસ ઉપર આવી ગયો હતો, એટલે બીજા સારા કાઇ માટે બારમાર વરસની રાહ જોવી પડે તેમ હતું. આમ તે કાનો કઈ તૂ જ ન હતો, અને બીજેથી પણ મળી શકે તેમ હતું, છતાં પિતાનું સર્વોત્તમ કાષ્ટ મૂકી બીજાને વિશેષ મૂકય આપી મન પ્રસન્ન ન થાય એવું કાક લેવા કેઈને રુચિ થતી ન હતી. મંત્રીએ પોતાની આ મૂંઝવણ રાજાને કહી. રાજા ખરેખર રાજા હતો, તેણે તરત જ એક આદેશપત્ર લખાવી સહીસિક્કા સાથે નયસાર ઉપર મેકલી આપે. તેમ વગર સંકોચે ઊંચી જાતનું પૂરતા પ્રમાણમાં કાછ મોકલવા જસુવ્યું હતું. કાસ શા માટે જોઈએ છે તે પણ તેમાં લખ્યું હતું. આદેશપત્ર લઈને શીઘ કાસદ રવાના થયો અને જોતજોતામાં પ્રતિષ્ઠાનપુર પહોંચી ગયા. ત્યાં પહોંચી તેણે આદેશપત્ર નયસારને આપો. આદેશપત્ર વાંચતાની સાથે સ્વામીના નયસારને આનંદ ઊપજે, ને પ્રત્યુત્તરમાં પ્રમોદ પૂર્વક વહેલી તકે મંગાવેલ જાતવાર કાછો મેકલવા લખી આપ્યું. આગતાસ્વાગતા સાથે કાસદને વળાવી તરત જ તેણે વનમાં જવાની તૈયારી કરી. (૩). ગીષ્મ હતી, દિવસ ચઢતા હો, તાપ સખત પતિ હતો, તે સમયે પ્રામરક્ષા નયસાર મહાવનમાં પિતાના ભયે પ્રાથે એક શીતળ વૃક્ષની છાયામાં વિશ્રામાં લઈ રહ્યો હતો. રાજાના આદેશ અનુસાર કાનની વ્યવસ્થા થઈ ગઈ હતી. માથા ઉપરથી ભાર ઊતર્યો હોય તેમ સર્વે વાર્તા-વિનોદની મીઠી મોજ માણી રહ્યા હતા. ભજનની તૈયારીને For Private And Personal Use Only
SR No.521642
Book TitleJain_Satyaprakash 1948 04_05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy