________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દસયાલિયની ઉત્પત્તિ (લે. છે. હીરાલાલ ૨, કાપડીયા એમ. એ.)
દયાલય એ અહમાગાહીમાં રચાયેલી એક પ્રાચીન અને વિશ્વનીય જૈન કુતિ છે. એ “આગમ' ગણાય છે. વિશેષમાં એને “મૂસુત' તરીકે પણ નિર્દેશ કરાય છે, આ આગમની રચના કાને હાથે ક્યા સોગમાં થઈ એ બાબત અનેક ગ્રન્થોમાં વિચારાઈ છે. એ પૈકી હું તે અહીં મુખ્યતયા ચાર જ કૃતિઓને ઉદ્દેશીને આ હકીકત વિચારીશ? (૧) ભલાહવામીએ રચેલી દસયાલયની નજુત્તિ, (૨) પ્રસિદ્ધિ પ્રમાણે જિનદાસગણિ મહત્તરે આ આગમ ઉપર રચેલી ચુરિણ, (૩) આ આગમ તેમજ એની નિત્તિના ઉપર હરિભદ્રસૂરિએ રચેલી સંસ્કૃત ટીકા અને (૪) હેમચન્દ્રસૂરિએ રચેલું પરિશિષ્ટપર્વ.
આ નિજજુત્તિના રચનાર તે વીરસંવત્ ૧૭૦ (ઈ. સ. પૂર્વે ૧ ૩૫૭)માં સ્વર્ગ સંચરેલા ભદ્રબાહુ સ્વામી છે કે શકસંવત ૪ર૭ (ઇ. સ. ૫૦૫)માં પંચસિદ્ધાનિકા રચનારા વરાહમિહિરના સહકાર અને નૈમિત્તિક આચાર્ય ભદ્રબાહસ્વામી છે એ જટિલ પ્રશ્ન આપણે બાજ ઉપર રાખીએ તોપણ આ નિત્તિ ઉપર્યુકત ચાર સાધનોમાં–આ ઉત્પત્તિ સંબંધમાં પ્રકાશ પાડનારાં તમામ ઉપલબ્ધ સાધનમાં-પ્રાચીનમાં પ્રાચીન છે.
મહાવીરસવામી પછી માત્ર ૮૮ વર્ષે આ ફાની દુનિયા ત્યજી જનારા શયંભવસૂરિએ દસયાલય નામનું આ જૈન શાસ્ત્ર રચ્યું છે-વિવિધ પુવ (પૂર્વ)માંથી નિસ્પૃહણ કરી એની સંકલના કરી છે. મહાવીર સ્વામીના શિષ્ય-પાંચમા ગણધર સુધર્મ સ્વામીને જ બૂસ્વામી નામના શિષ્ય હતા. એ અંતિમ કેવલીને પ્રભવસ્વામી નામે શિષ્ય હતા. શય ભવસરિ એમના શિષ્ય થાય. એમને હાથે દસયાલિયની રચના થઈ છે. આ બાબત સૌથી પ્રથમ કઈ કતમાં નોંધાઈ હોય તો તે નિજજુતિ છે. જે એ પહેલા જ ભવબાહુસ્વામોની કુતિ હોય તો આ ઉત્પત્તિ વિષેની નેધ મોડામાં મોડી ૭ર વર્ષે લખાયેલી ગણાય; અને એ જ બીજા ભદ્રબાસ્વામીની કૃતિ હોય તો લગભગ ૯૩૪ તણે નેધ થઈ છે એમ કહેવાય. આમ ૮૬૨ વર્ષનો ગાળો પડે.
[૨] દસયાલયની નિમજુત્તિની ચૌદમીથી અઢારમી ગાથા આ આગમની ઉત્પત્તિ વિષેની હકીકત પૂરી પાડે છે. એટલે હું અહીં એને અનુવાદ આપું છું ?
જિનની પ્રતિમાના દર્શનથી પ્રતિબોધ પામેલા, ગણધર, અણગ (મનક)ના પિતા અને દસકાલિયના નિયંહક સેજભવ (શવ્યંભવ)ને હું વન્દન કરું છું(ગા.૧૪). મગને ઉદ્દેશીને
૧ જેઓ મહાવીરસવામીનું નિર્વાણુ ઈ. સ. પૂર્વે ૪૭૭માં થયાનું માને છે તેમને તે લગભગ ઈ. સ. ૩૨૨ ગણાય, નહિ કે ઈ. સ. ૩૫૭,
૨ ન્યાયસંગ્રહમાં કહ્યું છે કે “ ૩ ત્યાગ ઘાતુઃ”
૩ બારમી ગાથા પણ ઉગી છે. એમાં કહ્યું છે કે સામાયિકના અનુક્રમથી વર્ણન કરીને, પૌરૂષી પૂરી થતાં સર્જભવે ખરેખર દસકાલિયનું નિહણ કર્યું.
૪ અનુત્તર (ઉત્તમ) જ્ઞાન, દર્શન ઇત્યાદિરૂપ ધર્મના ગણને ધારણ કરે તે “ગણુધર” એમ આને અર્થ હારીભવીય ટીકા (પત્ર ૧૦ અ)માં અાવે છે.
For Private And Personal Use Only