SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરે [ ૧૩ કાસહદ ગચ્છની ઉત્પત્તિ માટે નીચેની પંકિતઓ વાંચવા યોગ્ય છે– उच्चानागरी-विज्जाहरा य वइरा य मज्झिमिल्ला य एयासिए (प) साहाणं को जाणइ सव्वनामाणि ॥ ३३ ॥ विज्जाहर साहाए गुच्छागुच्छ सुमण मणहरणा जालिहरकाસાયા મુળિમદુગરપરિ (જયા) કુત્રિ | ૨૪ | -પદ્ય ભચરિત્ર દેવસૂરિજી કૃત (પ્રાચીન પ્રતિ સંગ્રહ) વિદ્યાધર શાખામાંથી જે ગચ્છે નિકળ્યા છે તેમાં જાલિટર-ગચ્છ અને કાસદર-કાસકહગ પણ છે. આ પ્રમાણુ પ્રમાણે કસહદ (ક) ગચ્છ પ્રાચીન છે. કાસાહદમાં ૧૭૩૦માં લખાયેલ શાંતિના ચરિત્રની પ્રશસ્તિ છે, જે ૨૮ શ્લોકની છે, એતિહાસિક માહિતીથી ભરેલી છે. હું તો માત્ર અહીં આપી શકાય એટલી કેડી માહિતી પૂરતો એને બ્લોક નીચે આપું છું– "काशहदे वरनगरे धनदाकेनादिनाथजिनभुवने । मूलप्रतिमाऽभिनवाऽस्थाप्यत शुध्धेन वित्तेन " આ ઉપરથી એમ લાગે છે કે અહીં શ્રી કષભદેવજીનું પણ સુંદર મદિર હશે, જેમાં ધનદાક પોરવાડે ન્યાયસંપન્ન દ્રવ્યથી નવી મૂલ પ્રતિમાની સ્થાપના કર્યાનું સૂચવ્યું છે. અત્યારે તે એક જ શ્રી પાર્શ્વનાથજીનું મંદિર છે. ઉપરનો સૌથી પ્રાચીન લેખ કે જે ૧૯૧નો છે તેની લીપી પમિત્રા કરતાં પણ પ્રાચીન અને વાંચવામાં જટિલ છે. લીપી પ્રાચીન બંગાલી લીપને મલતી છે. બહુ જ મુશ્કેલીથી ૫. પા. મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી અને પૂ. પા. મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજીએ લેખ વાંચ્યો હતે. મેં આપેલા ઉપરના પ્રાચીન લેવા પડિમાત્રામાં છે. કાસાહાના મદિરની દેરીઓ ઉપરના બધા લેખો પ્રકાશમાં આવે તે જૈન ધર્મના પ્રાચીન ગૌરવના સુવર્ણ પૃ ઉપર સુંદર પ્રકાશ પડે તેમ છે. અહી શ્રાવાનું એક ઘર સામાન્ય છે એટલે અમે બે કલાકથી વશ રોકાઈ શકીએ તેમ ન હતા. એમાં વળી સાધનની ખામી અને ઉતાવળને લીધે બધા લેખો લઈ શકાયા નહિ. હાં, લેખ જોયા જરૂર, નીરીક્ષણ કર્યું. થોડામાં કંક લગાવી ચુને ઉઠાવી લેખો જોયા. ઠેઠ અગિયારમી સદીથી ચૌદમી સદી સુધીના લેખો છે. મંદિરછમાં અવ્યવસ્થાનો પાર નથી. પ્રભુને ચક્ષનું પણ પૂરું ઠેકાણું નથી. એક વાંક છે. એકમાં પાણી નથી. પૂજ વગેરે પણ મુશ્કેલીથી થતી હશે. કેર વગેરે પણ નથી. ધૂપદીપનું પણ પૂરું ઠેકાણું ન જણાયું. મંદિરમાં પણ જાળાં બાઝયાં છે, ધૂળ પડી છે, કબૂતરની હગાર પણુ જામી પડી છે. વ્યવસ્થા સુધારવા પ્રયત્ન કરવાની જરૂર છે. અમે ત્યથિી પહાડને રસ્તે વગર ભમીએ ભૂલા પડયા અને મારવડના કાંટા કાંકરા અને ગોખરૂનો આકરો સ્વાદ ચાખતા ચાખતા બપોરે બે વાગે કીરાવલી પહોંચ્યા. બધા ખૂબ થાકી ગયા હતા. સાથે જ સાધુજીવનના પરિષહ પણું અમારા સાથીદાર તરીકે ઊભા જ હતા. અહીં સુંદર શાન્તિદાયક પ્રાચીન જિનમંદિર છે. ઊંચી ખુરશી ઉપર વિશાલ કમ્પાન્ડમાં મંદિર છે. વચ્ચે મોટા ચાક છે. ચારે બાજુ આબુની પહાડીઓ-ટેકરીઓ દેખાય છે. શ્રાવકેનાં પાંચ ઘર છે. ઉપાશ્રય નથી. એટલે અમે તે ગૌચરી કરી વિહાર For Private And Personal Use Only
SR No.521636
Book TitleJain_Satyaprakash 1947 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy