________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક
યુગપ્રધાન
N.
જૈિન-શ્રમણ સંસ્કૃતિના પ્રખર તિધર આર્ય શ્રી વજસ્વામીની જીવનકથા]
(ગતાંકથી ચાલુ) [] જેમાં વજમુનિ સૂરિપુંગવ બને છે. વજ મુનિવરે શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી પાસેથી ખૂબ જ વિનય અને ભક્તિથી બધું પૂર્વજ્ઞાન મેળવી લીધું. એમનો વિનય, એમની સેવાભાવના અને જ્ઞાનગ્રાહક શકિત જઈ આચાર્યશ્રીએ પણ તેમને, કંઈ પણ જાતને સંકોચ રાખ્યા સિવાય, બધી વિદ્યાઓ આપી, અને છેવટે કહ્યુંઃ વત્સ! તને આચાર્ય પદવી આપવાનું દિલ થાય એવી તારી યોગ્યતા છે. પરંતુ આપણી શાસનપ્રણાલિકા પ્રમાણે તારા ગુરુવર્યની અનુજ્ઞાપૂર્વક આચાર્ય બની તું જિનશાસનને દીપાવે એ જ યોગ્ય છે.” આ પછી વજ મુનીશ્વર ત્યાંથી વિહાર કરી દશપુર પધાર્યા અને શ્રી સિંહગરસૂરીશ્વરે અનુજ્ઞાપૂર્વક તેમને આચાર્ય પદવી આપી અને સમસ્ત ગ૭નો ભાર તેમને સે. ભારતના સમસ્ત શ્રી વજમુનીશ્વરને જન શાસનના નેતા તરીકે માન્ય રાખ્યા. આ પ્રસંગે શ્રી સિંહગિરિસૂરીશ્વરે વજ મુનિવરને ઉદ્દેશીને ભાવપૂર્ણ ઉપદેશ આપતાં કહ્યું:
વત્સ! આ આચાર્ય પદવી એ મહાન જોખમદારીનું પદ છે. આથી તારાં મન, વચન અને કાયાને જિનશાસનની રક્ષા, પ્રભાવના અને વૃદ્ધિ માટે જ અર્પણ થાય છે, તેનો પૂરેપૂરો ખ્યાલ રાખજે ! આચાર્ય એટલે જેનશાસનના રાજા, આચાર્ય એટલે જેનશાસનના શિરતાજ અને આચાર્યું એટલે જેનશાસનના દેદીપ્યમાન સૂર્ય. લગારે પ્રમાદ ના કરીશ. તારાં જ્ઞાન, ચારિત્ર, ત્યાગ, તપ અને ક્રિયામાં સદાયે અપ્રમાદી રહી નિરંતર આત્મચિંતવન કરજે! જિનશાસનનો ઉદ્યોત કરવા સદાય તત્પર રહેજે! જિનશાસન ઉપર અન્ય દર્શનીઓ, બૌદ્ધ, વેદાંતીઓ, મંખલીગેશાલના અનુયાયીઓ જે આક્ષેપ કરે છે તેને પ્રતિકાર કરજે. તીર્થોની રક્ષા, અને જીર્ણોદ્ધાર કરજે. શ્રી સંધની સદાયે સેવા કરવા તત્પર રહેજે અને જ્ઞાન દર્શનું ચારિત્રનો જેમ વધુ ને વધુ પ્રચાર થયા તેમ કરજે
શ્રીવાજ મુનિવર હાથ જોડી બોલ્યા: ગુરુદેવને આશીર્વાદ ફળે.
શ્રીસંઘે પ્રસન્ન થઈ અક્ષત, મોતી અને સોનાચાંદીનાં ની વૃષ્ટિથી તેમને વધાવ્યા. આજથી જ મુનિવર આચાર્ય બન્યા, જૈન સંઘના નાયક બન્યા.
[૧૧] સંઘરક્ષા અને શાસનપ્રભાવના ઉગ્ર વિહાર કરતા કરતા આચાર્ય શ્રી આર્યસમીતસૂરિજી, આર્યધનગિરિજી અને આર્યવજીસ્વામીજી એક વાર મધ્ય પ્રાંત તરફ પધાર્યા છે. ત્યાં કન્ના અને બેજા નદીના વચલા ભાગમાં-બેટમાં એક ઋષિઆશ્રમ હતો ત્યાં પાંચસો તાપસ ઘોર તપ કરી રહ્યા હતા. મોટી મોટી જટાઓ અને લાંબી લાંબી દાઢી વધારી હતી. વસ્ત્રમાં એક લંગોટી અને આહારમાં માત્ર કંદ-મૂળ-ફળ-ફૂલ કે ઝાડનાં પાંદડાંથી એ નિર્વાહ ચલાવતા. આજુબાજુ ના આખા પ્રાંતમાં આ તપસ્વીઓની તપસ્યાની, વિદ્યાની, તંત્ર, મંત્ર અને યંત્રની પ્રશંસા થઈ રહી હતી. ત્યાં કોઈ બૌદ્ધ સાધુ પગ ન મૂકતો.
એ આશ્રમ સંબંધી એવી એવી ચમત્કારની વાતો ચાલતી કે કાચો માણસ ત્યાં પગ ન મૂકી શકતો. આચાર્ય વજસ્વામી એ પ્રદેશમાં પધાર્યા. એમની અપૂર્વ વ્યાખ્યાનશકિતએ આખા ગામને જાણે જાદુ કર્યું; આબાલ વૃદ્ધ સૌ ઉપદેશ સાંભળવા
For Private And Personal Use Only