SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રચાર્યવિરચિત છન્દાનુશાસન લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રીધરધરવિજ્યજી છાજ્ઞાનની આવશ્યકતા –કાવ્યની મધુરતાએ કોને નથી આકર્ષા? જેને હૃદય છે તેને કાવ્ય અવશ્ય પોતાની મેહનીમાં ખેંચે છે. કાવ્યમાં એવાં ક્યાં તો છે કે જેથી સહદ તેમાં આસકત બને છે? કાવ્યમાં આકર્ષક મુખ્યત્વે બે તત્ત્વો છે. એક તો પ્રસંગ અને બીજું પ્રસંગને અનુરૂ૫ કવિની સંઘટના. પ્રસંગને કવિ ભાષામાં વસ્તુ કહેવામાં આવે છે. વસ્તુ અને સંઘટના એ બેમાં પણ આકર્ષણ કરવામાં સંઘટનાની સુન્દરતાનો હિસ્સો વિશેષ છે. સાધારણ વસ્તુ પણ સુન્દર સંધટનાને યોગે દીપી ઊઠે છે ને વાચકને પોતામાં જકડી રાખે છે. ઉદાત્ત વસ્તુવાળા ઘણુએ કાવ્યો મંદ સંધટનાના કારણે પાના પર જ રહ્યાં છે. કાવ્યસંઘટનાના અનેક અંગો છે, તેમાં છન્દસ્ એ એક પ્રધાન અંગ છે. છન્દસ એ કાવ્યચિત્રને પડદે છે, એમ કહી શકાય. આ છન્દજ્ઞાનની અપૂર્ણતાથી ઉદ્દભવેલા કાવ્યો, ભલેને તેમાં પ્રસંગની સારી છણાવટ હોય તોપણ, રસિકોને અનન્દ આપતાં નથી. મિષ્ટ ને અભીષ્ટ ભોજન કરતાં વચમાં કાંકરો આવે ને જેમ ભોજનનો સ્વાદ માર્યો જાય છે તેમ સુન્દર કાવ્ય પણ છંદભંગ થાય ત્યારે તેવું જ વિરસ થઈ જાય છે. વળી છન્દભંગ ન થતો હોય તે પણ પ્રસંગને અનુરૂપ છન્દસ ન હોય તો કાવ્ય રુચિકર બનતું નથી. કરણ રસપ્રધાન કાવ્યોમાં અંગૂધરા કે શાર્દૂલ જેવા ઉદાત્ત અને વીરરસના કાવ્યોમાં તોટક, કતવિલમ્બિત કે હરિણુ જેવા મૃદુ છાન્દસ્ વપરાયા હોય ત્યારે કાવ્ય રસહીન હોય એવું લાગે છે. માટે કાવ્ય કરનારે અને કાવ્યની મજા અનુભવવાની ઈચ્છકે છન્દોજ્ઞાન અવશ્ય મેળવવું જોઈએ. છન્દાસ શબ્દના અર્થો અને વ્યુત્પત્તિ:–છન્દસ શબ્દ વેદ, સ્વચ્છન્દ, અભિલાષા ગણમેળ-માત્રામેળ ને અક્ષરમેળથી બનતા ચાર ચરણના શ્લોકરૂપ વૃત્ત, ગાયત્રી વગેરે છન્દસ અને પદ્ય એટલા અર્થમાં વપરાય છે, તેમાં “છન્દાનુશાસન માં વપરાયેલ “છન્દમ્’ શબ્દ ગણમાત્રા ને વર્ણમેળથી બનતા પશ્લેકના ચરણ અર્થમાં વપરાયેલ છે. વૃત્ત અર્થમાં વપરાતા ઇન્દસ શબ્દની વ્યુત્પત્તિ બે રીતે બતાવેલ છે. એક તો છત્ ધાતુ આછાદન કરવા અર્થમાં છે તેથી અન્ પ્રત્યય લાવી છાઘડન ઘરા મૂછિન્દ્રા જેના વડે પ્રસ્તારથી ભૂમિ ઢંકાય છે તે છન્દસ), છન્દસના પ્રસ્તારનો વિસ્તાર એટલે વિસ્તૃત છે કે તેથી પૃથ્વી પણ ઢંકાઈ જાય. બીજું આાદન કાના અર્થવાળા શત્ ધાતુથી અ૬ પ્રત્યય લાવવાથી છ શબ્દ બને છે. સનાત શાસ્ત્રાવનાત ઇન્દ્રઃ | અર્થાત આકાદ-આનન્દ અર્પવાને કારણે છન્દસ કહેવાય છે. પૂ. શ્રી. હેમચન્દ્રસૂરિજી મહારાજને ઉપર બતાવેલ બન્ને વ્યુત્પત્તિઓ અભિમત છે. પ્રથમ વ્યુત્પત્તિ તેઓશ્રીએ અભિધાનચિન્તામણિ કોષની ટીકામાં છત્ શબ્દની સાધનિકા દર્શાવતા જણાવી છે, ને બીજી વ્યુત્પત્તિ છન્દાનુશાસનની વૃત્તિમાં જણાવેલ છે. પ્રથમ કરતાં બીજી વ્યુત્પત્તિમાં તેઓશ્રીની રુચિ વિશેષ છે તે હકીકત સ્વાભાવિક સમજાય તેમ છે. કારણ કે છન્દ ગ્રન્થમાં તેઓશ્રીએ એ દર્શાવેલ છે. For Private And Personal Use Only
SR No.521627
Book TitleJain_Satyaprakash 1946 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy