________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૬ ૫૧. બેરનું મૂળ–જવરત, કફપિત્તનાશક, પર. બાવળની છાલ–રક્તાતિસાર, અતિસાર, ખાંસી. ૫૩. બીબીવલે, કમરકસનું લાકડું-રક્તપિત્તનાશક, રક્તસ્તંભક, ગ્રાહી. ૫૪. બળ (એળીઆની જાત)-સારક, આર્તવ શોધક. ૫૫. ભોરીગણું--જવરદન, પડખાનું શળ, દમ, ઉધરસ, હૃદયરોગ. ૫૬. મલયાગરૂ—તષા, દાહ, જવરનાશક, સ્વાદુ, રક્તપિત્તનાસક. ૫૭. મજીઠ–શૂળ, અર્શ, રક્તાતિસાર, પિત્તશામક. ૫૮. મરેઠી-ગળાને સોજો, દે આવવું, ઉધરસ. ૫૯. રાખ (સર્વ જાતની)-દાંત સાફ રાખવા માટે. ૬૦. રોહની છાલ—વાતહર, પૌષ્ટિક, શેાધક. ૬૧. લીંબડાનું પંચાંગ (છાલ, ડાંખળી, મૂળ, પાન, મહેર)–પૌષ્ટિક, પિત્તશામક, વરન,
ઉલટી બંધ કરનાર, શિતળ, તુષાહર, મુંઝવણુનાશક ૬૨. વખભે–પેટનો દુઃખાવો, આફરે, ભેદક અને વાતહર. ૬૩. વગુંદા–ગ્રાહી, અતિસાર, કેલેરા, ૬૪. વજ (સંધી)–ગ્રાહી, ગળાને શેષ, કફ, મળાવરોધ. ૬૫. સુરોખાર-મૂત્રલ, વેદલ, શિતળ. ૬૬. સાજીખાર–વાયુહર, દીપન, પાચન. ૬૭. સુખડની જાત (ચંદન)–શીતળ, પિત્તશામક. ૬૮. હળદર–અપચાને નાશ કરનાર, કફન, પૌષ્ટિક. ૬૯. હીમજ–તૃષા, મુંઝવણ દૂર કરનાર. ૭૦. હરડેની છાલ–આયુષ્યવર્ધક, સારક, શોધક, રસાયણ. ૭૧. હીરાબોળ રક્તાતિસાર, કફન, ઉષ્ણ, રૂતુ લાવનાર. ૭. ત્રિફળા ચૂર્ણની ગૌમૂત્રમાં બનાવેલી ગાળી-વાયુ, સારક, કબજીઆત
તપશ્ચર્યા દરમ્યાન અણુહારી ચીજોને ઔષધરૂપે વપરાશ તેની ઉપયોગિતા ઉપર નિર્ભર છે.
ઘણુવાર તપ કરનાર મનુષ્યમાં આત્મસામર્થ્ય અને શ્રદ્ધા પૂરેપૂરી હોય છે તો પણ તપરવી માણસની પરિચર્યામાં રહેનાર માણસો પૈકી કેાઈ મોહવશ થઈ તપના આરાધનમાં અજાણપણે અયોગ્ય વસ્તુ ન આપી બેસે અગર તે વૈદ, ડોક્ટરની સલાહ અને ચિકિત્સા માટે નાહક દહાડ ન કરી મૂકે તેમજ કંઈપણ ઉપસ્થિત થાય તેનું સાચું નિદાન કરી સ્વયં ઔષધની યોજના કરી શકે તે હેતુથી ઉપર મુજબ કિચિત ઉલ્લેખ છે.
ઉપરોક્ત અણુહારી ચીજોનાં નામે મહેપાધ્યાય શ્રીયશોવિજ્યજી મહારાજની અણુહારી ચીની સજઝાય અને લધુ પ્રવચનસારોદ્ધારની નોંધ ઉપરથી લીધેલ છે અને તે પૂ. આ. મહારાજ શ્રી વિજયઉદયસૂરિજી, આ. મહારાજ શ્રી વિજયપ્રતાપસૂરિજી, મુનિરાજશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી દર્શનવિજયજી (ત્રીપુટી) આદિને બતાવીને લખેલ છે.
કેઈ આત્માર્થી મનુષ્યને તપના આરાધનમાં ઉપરોક્ત ચીજોમાંથી કાંઈ પણ ઉપયોગી થશે તો આ પ્રયત્ન સફળ માનીશ.
For Private And Personal Use Only