________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮ ] . શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ પ્રતિ જોતાં જણાય છે. ઉપર્યુક્ત નવ ગ્રંથો પૈકી પહેલા અને છેલ્લા બે સિવાયના ગ્રંથો હેમચન્દ્ર ગ્રન્થમાલામાં પ્રસિદ્ધ થયેલા છે. એ જોતાં સંગીત-મંડન હજી અપ્રસિદ્ધ છે. - જૈન આગમ એ લેકોત્તર દષ્ટિએ ઉપયોગી છે જ, પણ સાથે સાથે એ લૌકિક દૃષ્ટિએ પણ ઓછા મહત્વના નથી. એની સાબિતી તરીકે A History of the Canonical Literature of the Jainasમાં મેં કેટલીક વસ્તુઓને નિર્દેશ કર્યો છે તે જેવા ભલામણ છે. સર્વ આગામાં દિદિવાય નામનું બારણું અંગ અગ્ર સ્થાન ભોગવે છે. એના પાંચ વિભાગે પિકી “પુāગય” નામના એક વિભાગના ચૌદ પિટાવિભાગો છે જે પુષ્ય (સં. પૂર્વ) તરીકે પ્રસિદ્ધ છે. કિયાવિસાલ (સં. ક્રિયાવિશાલ) નામના તેરમા પુવમાં લેખ વગેરે કર કળા, સ્ત્રીઓની ૬૪ કળા, શિલ્પ, કાવ્યના ગુણદોષ, છંદ વગેરેનું વર્ણન હતું એમ તવાર્થરાજવાર્તિક (પૃ. ૫૭)માં સચવાયું છે. એ ઉપરથી સંગીત વિષે પણ આ પુલ્વમાં વિચાર થયે હશે એમ જણાય છે. એ ગમે તેમ , પણ આજે ઉપલબ્ધ થતા ઠાણ નામના આગમમાં-ત્રીજા અંગમાં સાતમા ઠાણ (સ્થાનક)માં સાત સ્વરાને સ્પષ્ટ ઉલ્લેખ પાઈય (સં. પ્રાકૃત) ભાષામાં છે. આ તેમજ એનાં સ્થાનો, જે પશુપંખીઓ આ સ્વરોને ઉચ્ચાર કરે છે તેને નિર્દેશ, આ સ્વરોને ઉત્પન્ન કરનારાં વાદ્ય, અમુક અમુક સ્વર ગાવાથી થતા લાભ, ત્રણ ગ્રામ, એકવીસ મૂચ્છના, અને ગાવાની કળા એ બાબતે અણુઓગદ્દારના ૧૨૭મા સૂત્રમાં પાઈયમાં દર્શાવાઈ છે. બીજા પાઈયે આગમ પૈકી રાયપાસેણઈય (રાયપાસેણિય)ની ૬૩મી કંડિકામાં કહ્યું છે કે તેમનું સંગીત ઉરથી શરૂ થતાં ઉઠાવમાં મંદ–ધીરું મસ્તકમાં આવતાં તારસ્વરવાળું અને કંઠમાં આવતાં વિશેષ તારસ્વરવાળું એમ ત્રિવિધ હતું...જે રાગનું ગાણું હતું તેને અનુકૂળ સંગીત હતું... ગાનારનાં ત્રણે સ્થાને અને એનાં કારણે શુદ્ધ હતાં. તાલ, લય વગેરે ઉત્તમ હતા, એની ૮૬મી કંડિકામાં ઉક્ષિપ્ત, પાદાન્ત, મંદ અને રચિત એમ ચાર પ્રકારના સંગીતને ઉલેખ છે. આ સંબંધમાં વિશેષ કંઈ કહું તે પૂર્વે એ ઉમેરીશ કે વિયાહપણભુત્તિ (૫, ૪, ૧), રાયપસેણિય (સુર ૨૩), પહાવાગરણ (૧, ૫, ૨૯; પત્ર ૧૪૯) અને મલયગિરિરિકૃતિ નંદી ટીકા (પત્ર ૨)માં કેટલાંક વાદ્યોનાં નામ છે.
વિયાહપણભુત્તિ (સ. ૧૫; સુ. ૫૩૯)ની ટીકામાં અભયદેવસૂરિએ “ગીતમાર્ગ' એ ઉલ્લેખ કર્યો છે. નાયાધમકહા (૧, ૧)માં સંગીતકળાનો નિદેશ છે. ઉત્તર
ઝયણ ઉપર નેમિચંદ્રસૂરિએ જે વૃત્તિ રચી છે તેમાં “બંભદતચરિય’ છે એમાં ચિત્ત અને સંભૂય નામના બે ચાંડાલપુત્રોએ પિતાનાં રૂપ, યૌવન, લાવણ્ય, નાટય, ગીત વગેરેથી વારાણસી નગરીના લેકને માહિત કર્યાની વાત છે. તેઓ ગાતા હતા તે વેળા તેમની પાસે તિસરપ, વેણુ અને વીણ હતાં. “કૌમુદી' મહત્સવ ઉપર તેમણે મોઢું ઢાંકીને પણ ખુલ્લા દિલથી ગાયું હતું. અને એથી ત્યાં માનવોની મેદની જામી હતી. આમ જ્યારે ચાંડાલે ગીતમાં પ્રવીણતા ધરાવતા હતા એ એક યુગ ભારતવર્ષમાં જોવાય છે તો પછી સંગીતની રેલમછેલ વર્ષાવનારા અન્ય કોમોના-જ્ઞાતિના તો કેટલા યે સજજ હશે અને આવા વાતાવરણમાં જૈન મુનિવરેએ સંગીતશાસ્ત્ર સંબંધી કેટલાયે ગ્રી રહ્યા હશે.
કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ અભિધાનચિત્તામણિના દેવકાંત (બ્લેક ૧૯૪)માં
For Private And Personal Use Only