SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૯ લેખક દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે; એના યુક્તિપુરસ્સર જવાબ પણ અપાયા છે. છતાં એ માટે એક પણ સંગઠિત પ્રયત્ન નથી થયે એમ કહેવામાં જરા પણ અતિશક્તિ નહીં લેખાય. એ માટે તો એક સ્વતંત્ર યોજના હાથ ધરવાની જરૂર છે. પ્રગટ થતાં પુસ્તકમાં જૈનધર્મ અંગે જે પ્રકારની ગેરસમજે ઊભી થઈ હોય એ સર્વને વિગતવાર રદીયો આપી શકે અને સાચી દિશા સૂચવી શકે એવા અભ્યાસી વર્ગના એક બેડની જરૂર લેખાય. આ જાતના બેડ તરફથી તૈયાર થયેલ લખાણ પ્રથમ એક માસમાં પ્રગટ થાય. એના સંગ્રહને પાછળથી પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવાની જરૂર પણ ખરી જ. બેડના કાર્યને સહાયક બને એવું માસિક “સત્ય પ્રકાશ” નિવડી શકે. | મુનિસંમેલનની યાદ સતત તાજી રાખે એવું એક કાર્ય તે “જેન સત્ય પ્રકાશ” માસિકનો ઉદ્દભવ. એ દ્વારા ઘણુ ઘણી ગેરસમજો દૂર કરવાના પ્રયાસ થયા છે અને ઘણું ખરા પ્રસંગોમાં એ ફતેહમંદ પણ થયાં છે. આમ છતાં હજુ ય કરવાપણું ઘણું છે. એ માસિકને નાણાની તંગી રહ્યા કરે છે, તે સૌ પ્રથમ ટાળી દેવાની ખાસ અગત્ય લેખાય. શ્રીમંતાઈમાં અગ્રપદે લેખાતે અને ઉદારતામાં અન્ય સમાજ સહ હરીફાઈમાં ઉતરતે જૈન સમાજ ધારે તો એ તંગી તે હાથવેંતમાં દૂર થઈ જાય. આ પ્રશ્ન ઉકલી જાય તો કાર્યકરો પત્રને સંગીન–દળદાર અને નિયમિત બનાવવા પાછળ લાગી જાય. અત્યારે કાગળની મધવારી અને સરકારી નિયમન અંગે કદાચ કદ-વિસ્તાર ન કરી શકાય, છતાં ભાવના તે એ જ હોવી ઘટે કે તક સાંપડતાં, પ્રગટ થતાં હીંદી માસિક જેવું અગર તે કલકત્તાથી પ્રસિદ્ધ થતાં “મેડન રીવ્યુ” જેવું આપણું આ “સત્ય પ્રકાશ” બનવું જોઈએ. એમાં નામીચા અને અભ્યાસી તેમજ જૈન દર્શનના ઊંડા અનુભવવાળા અને સાથોસાથ યુક્તિપુરસ્સર વિષયની છણાવટ કરવાવાળા, સાધુમહારાજાના તેમજ ગ્રહ લેખકોના લેખ આવવા જોઈએ. જેતરના જવાબરૂપે અથવા તે આક્ષેપના ઉત્તરમાં કિવા ચર્ચાના રદીયાના વા સમીક્ષાના લેખો કેવલ ગુજરાતીમાં જ નહીં પણ કયાં હીંદીમાં અથવા તે અંગ્રેજીમાં હોવા ઘટે. આ માસિકમાં પુરાતત્ત્વ, શોધખોળ અને ઇતિહાસ સબંધી પ્રકાશ પાડતી સામગ્રી પ્રત્યેક અંકમાં હોય જ. એ માટે તદ્દવિષયના નિષ્ણાતોને સહકાર સંપાદકે મેળવો રહ્યો અને એ વિષયના અભ્યાસકાએ જૈનધર્મ પ્રત્યે બજાવવાની ફરજ સમજી પિતાની ઝાઝી પ્રવૃત્તિઓમાંથી અવકાશ મેળવીને સહકાર આપવો જ જોઈએ. માસિકમાં વિષયની છણાવટને લગતા તેમજ પ્રાચીન કળાના અવશેષસમાં ચિત્રો પણ અવારનવાર મૂકવાં જોઈએ. પ્રત્યેક અંકે નવનવી કળાકૃતિના અવતારસમો બની આકર્ષક રીતે પ્રગટ થવા જોઈએ. આ બધી સગવડ ત્યારે જ બને કે જ્યારે એ અંગેના ખરચની ચિંતા વ્યવસ્થાપન નડતી ન હોય. જે આ યોજના પાછળનું રહસ્ય યથાર્થ રીતે ગળે ઊતર્યું હોય, એ દ્વારા જૈન ધર્મનો પ્રચાર વિસ્તરવાની, વારે–કવારે ઉદ્દભવતી શંકાઓના નિરસન થવાની પ્રતીતિ હોય તે પૈસાને પ્રશ્ન જેને ન જ મુંઝવી શકે. આ યોજનાથી પ્રગટ થતું જેને સત્ય પ્રકાશ કેવલ જેના ઘરમાં સાચા તને ઉજાસ ફેલાવશે એટલું જ નહિ, પણ જેનેતરમાં જૈનધર્મના ઉમદા તો વિષે જે અજ્ઞાન પ્રવર્તે છે તે દૂર કરશે અને સાચું આકર્ષણ જન્માવશે. આ લાભ જેવોતે નથી જ. જરૂર છે દેશકાળ પિછાની સત્વર એ પંથે પળવાની અને આવું એક બેર્ડ સ્થાપી “સત્ય પ્રકાશને સંગીન બનાવવાની. For Private And Personal Use Only
SR No.521601
Book TitleJain_Satyaprakash 1944 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy