SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી ચતુરવિજયકૃત મેત્રાણા તીર્થની ઉત્પત્તિનું સ્તવન સંપાદક : શ્રીયુત જેશિંગલાલ નાગરદાસ શાહ, મેતા વિક્રમની એગણીસમી અને વીસમી સદીના સંધિકાળે થયેલા જૈન કવિ મુનિ શ્રી ચતુવિજયજીએ મેત્રાણા તીની ઉત્પત્તિનું આ સ્તવન રચેલું છે. તેમના કાળમાં જ મેત્રાણા તીથી ઉત્પત્તિ થયેલ હેાવાથી તે વધુ વિશ્વસનીય ગણી શકાય. પ્રથમ દૂહા અને પછી ઢાલ-એમ ચાર વખત દૂહા અને ચાર ઢાલ મળી એકંદર ૪૦ કડીમાં કળશ સાથે કાવ્ય સપૂર્ણ થયેલ છે. એમાં વણુ વેલી વિગતાનું અવલોકન કરતાં પહેલાં એને ટ્રક સાર જોઈ લઈ એ. કર્તા કહે છે- સંવત ૧૯૦૦ લગભગ (તપાસ કરતાં સ. ૧૮૯૯ માં પ્રતિમાજી પ્રગટ થયેલ છે. ) સિદ્ધપુરથી પાંચ ગાઉ દૂર આવેલ મેત્રાણા ગામમાં પર્યુષણના આગલા દિવસે એટલે કે શ્રાવણુ વદ ૧૧ ના દિવસે લવારણ્ ખાઇ માંનાં કે જેએ સુતારને ધવા કરતાં હતાં તેમની દીકરી ખાઇ જવલને સ્વપ્ન આપીને તેમની કાઢમાંથી ચાર પ્રતિમાએ પ્રગટ થઈ. તે પ્રતિમાજીને ધરની પરસાળમાં પધરાવી તેની ભક્ત કરે છે. પર્યુષણ પછી બહારગામના સંધાને ખબર પડતાં દર્શનાર્થે આવે છે અને વિવિધ પ્રકારે પ્રભુની ભક્તિ કરે છે. તે પછી સધાએ મળીને એક સુંદર મદિર ઉત્તર દિશાના દ્વારવાળું બનાવ્યું અને તેમાં શ્રી ઋષભદેવજીને મૂળનાયક તરીકે સ્થાપી માહ સુદ તેરસ ને ગુરુવારે પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. ઇત્યાદિ.’ મૈત્રાણાજી તીર્થં મેસાણાથી કાકાસી-મેત્રાણારેડ લાઈન ઉપર આવેલ છે. કાકાસી– મેત્રાણારાડ સ્ટેશનથી મેત્રાણાજી એક માઈલ થાય છે. અને ત્યાંથી બળદગાડીની સગવડ મળી શકે છે. દરરાજ ગાડીના ટાઇમે ચોકીયાત યાત્રાળુએને લેવા માટે સ્ટેશન ઉપર આવે છે. દૂરથી જ સુવ`કળશયુક્ત મંદિરનાં દર્શન થતાં આત્મા ભક્તિભીના થાય છે. મદિર રમણીય અને ભવ્ય છે. મેત્રાણા તીર્થાંના વહિવટ પ્રથમ સિદ્ધપુરના શેઠ ન્યાલચંદ ડાસાભાઈ કરતા હતા. પર'તુ તે સદ્ગત થતાં હાલમાં છ ગૃહસ્થાની કમીટી તે તીના વહીવટ કરે છે પાનસર અને ભાયણીજીથી પણ આ તીથ' પ્રાચીન છે. પરંતુ એક તરફ હાવાથી યાત્રાળુઐની આવક કંઈક એછી રહે છે. ગામનાં હવાપાણી પણ સારાં છે. એક વખત જરૂરથી દત કરવા લાયક આ તી છે. તપાસ કરતાં પ્રથમ ચાર પ્રતિમાજી ચૌમુખજી તરીકે નીકળેલ હતાં, પરંતુ દેરાસરમાં ત્રણ પ્રતિમાજી એક લાઈનમાં અને એક પ્રતિમાજી મૂળનાયકના નીચેના ભાગમાં સ્થાપન કરેલ છે. હવે કવિ વિષે સ્તવનના કળશમાં કરેલા ઉલ્લેખ ઉપરથી જણાય છે કે તે આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિજીના શિષ્ય મુનિશ્રી જિનવિજયજીના શિષ્ય મુનિશ્રી નવલવિજયજીના શિષ્ય હતા. તેમની અન્ય કૃતિએ આ પ્રમાણે ઉપલબ્ધ થાય છે—સ્તવન ચાવીસી (સ. ૧૯૦૨), ખીજનું સ્તવન. સિદ્ધપુરમાં ( સ. ૧૮૭૮ ), આત્મશિખામણુ સઝાય, અષ્ટમીનું સ્તવન, વધુ માનસ્તુતિ, સીમ ધરજિવિનતિ. તા. કે..: તપાસ કરતાં માલુમ પડયું છે કે લવારના ઘેરથી સધના મકાનમાં પ્રભુને સ્તવનમાં જણાવ્યા પ્રમાણે માહ સુદ તેરસને ગુરુવારે પધરાવેલ છે, અને અત્યારે પણ માહુ For Private And Personal Use Only
SR No.521594
Book TitleJain_Satyaprakash 1943 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy