SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org [ ર૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૨ આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિજી મહારાજની આજ્ઞાથી અમારે જુદા આવાસમાં વાસ કરવો પડે છે.” “યુક્ત છે. પૂજ્યસ્થવિર ભગવન્ત કદી મિથ્યા ન કહે. તમે યથાર્થ કર્યું છે.” (૨) “બન્ધો ! આપશ્રીને અધ્યયન કરતાં વર્ષો વીત્યાં. આપના આગમનની પ્રતીક્ષા કરતાં માતાપિતા, ભાઈભગિની આદિ બન્ધવર્ગ વિહળ અને દુઃખી થઈ રહ્યો છે. જો કે આપે સ્નેહનો ત્યાગ કરેલ છે, ને સાક્ષાત વજતુલ્ય વજીસ્વામીજી પાસે રહીને વૈરાગ્ય વજથી પ્રેમપર્વતના ચૂરેચૂરા કરી નાખ્યા છે તો પણ કલ્યાણના કારણભૂત કારુણ્ય તો આપનામાં છે જ. શેકસાગરમાં ડૂબતા સ્નેહીવર્ગને ઉદ્ધાર કરવો આપને ઉચિત છે. માટે આપ દશપુર પધારી સર્વને દર્શનનો લાભ આપે.” એક દિવસ આર્ય ફલ્યુમિત્રે સાગ્રહ અરજ કરી. આર્ય રક્ષિતજી અને આર્ય ફગુમિત્ર બને સહોદર ભાઈ થાય. દશપુર નગરમાં સોમદેવ નામના ચુસ્ત બ્રાહ્મણને ત્યાં રુદ્ર સમા નામે જૈનધર્મમાં અભિરુચિવાળી બ્રાહ્મણીથી તેમનો જન્મ થયો હતો. ઉપવીત થયા બાદ તરત આર્ય રક્ષિતજીએ પિતા પાસેથી તેમને સર્વ જ્ઞાનખજાને સ્વલ્પ સમયમાં મેળવી લીધો. ને વિશેષ અભ્યાસ માટે પાટલીપુત્ર નગરમાં ગયા. ત્યાં છયે અંગ સહિત ચાર વેદ, મીમાંસા, ન્યાય, પુરાણ, અને ધર્મશાસ્ત્ર એમ ચૌદ વિદ્યાઓ કડકડાટ કંથસ્થ કરી દશપુર પાછા આવ્યા. રાજાએ ચતુર્વેદી વિદ્વાનનો, બહુમાન સહિત હાથીના હેદ્દા ઉપર આરૂઢ કરી, સામૈયા પૂર્વક નગર પ્રવેશ કરાવ્યું. નગરના સર્વે જન તેમને મળવા આવ્યા. ભટણા કરીને તેમની પ્રશંસા કરતા પાછા વળ્યા. એક દિવસ માત્રમાં તે મહાશ્રીમન્ત થઈ ગયા. છેવટે તેમને વિચાર આવ્યો કે મારી માતા, જેણે મને જન્મ આપ્યો છે, આટલી ઉચ્ચ રિથતિમાં મૂકે છે, મારા માં બાલ્યાવસ્થાથી શુભ સંસ્કાર રેડડ્યા છે તેને હું હજુ સુધી ન મળ્યો, સૌથી પ્રથમ મારે તેની પાસે જઈ તેને અભિનંદન કરવું જોઈએ. તે હવે શીધ્ર જઈ માતાને મળું ને મારા વૃત્તાન્તથી તેને આનન્દ્રિત કરું. તરત તે માતા પાસે આવ્યા. વિનયપૂર્વક પગે પડયો. ‘ચિરાયુ ને અમર થા’ એમ આશીર્વાદ આપીને માતાએ સામાન્ય જનની માફક મૌન ધારણ કર્યું. “હું વિદ્યારૂપ સાગરને પાર પામીને આવ્યો છતાં હે માતા, તું પહેલાંની માફક પ્રેમપૂર્વક કેમ બોલતી નથી ને મૌન ધારણ કરે છે? શું મારી ભક્તિ કે વિનયમાં તને ખામી જણાય છે.” માતા બેલીઃ “પુત્ર ! હિંસાના ઉપદેશથી ભરેલ અને નરકમાં લઈ જનાર વિદ્યા ભણવાથી શું? મારી કુખે જન્મેલા તને નરક પ્રત્યે જતો જોઈને હું આનન્દ કેમ પામું ? કાદવમાં ખૂdલ ગાયની માફક ખેદમાં નિમગ્ન થઈ હું દુઃખિત છું. તારા ભણતરથી મને સર્વથા અસંતોષ છે. જો તને મારામાં શ્રદ્ધા હોય તો સ્વર્ગ અને મોક્ષના કારણભૂત દૃષ્ટિવાદનું અધ્યયન કર.” “મા ! મને દૃષ્ટિવાદ કેણ ભણાવશે ? જે તે વિષયના જ્ઞાતા હોય તેમને બતાવ. હું તેમની પાસેથી તે શીખીશ.” માતાએ કહ્યું: “સાધુઓ-જૈન મુનિઓ દૃષ્ટિવાદ જાણે છે, તે તેમને ઉપાસક બન. તેમની સેવા કરીને દૃષ્ટિવાદને શીખ.” પુત્રે કહ્યું: “તારું વચન મને માન્ય છે. તે ગુરુ પણ મને પ્રમાણ છે. તેમનું નામ ને ઠામ મને બતાવ, હું તેમની પાસે જઈશ.” પુત્રના વિનયથી હર્ષિત થયેલી માતાએ વસ્ત્રના છેડા વડે આર્ય રક્ષિતજીને વીજતા વીંજતા કહ્યું: “આચાર્ય શ્રી સલીપુત્ર મહારાજ આપણી ઈક્ષવાટિકામાં વિરાજે છે. તેમની For Private And Personal Use Only
SR No.521594
Book TitleJain_Satyaprakash 1943 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy