________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬-૭]
જેનધમી વીરેનાં પરાકમ
[૧૫]
પહાડ પરનાં નાનાં મોટાં પ્રત્યેક દેવાલયમાં દર્શન કરતાં–વીતરાગ મૂર્તિના શાંત ને મનહર ચહેરાનું વારંવાર ધ્યાન ધરતાં, એમાંથી ઝરતાં અદ્દભુત શાંત રસનું પાન કરતાં કરતાં યાત્રાળુઓ પર્વત ઊતરી પિતાના મુકામે આવ્યા. ત્યારપછી સંધે ગિરનાર પ્રતિ પ્રયાણ કર્યું. ત્યાં પણ તળાટીમાં ડેરા તંબુ તાણ ઉતારે કરવામાં આવ્યો અને બીજે દિને સવારે પર્વત ચઢી યાત્રાળુઓના વિશાળ સમુદાય સહિત સંઘપતિ વસ્તુપાલે રમણીય એવી શ્રી નેમિનાથની મૂર્તિના દર્શન કર્યા તેમજ બીજાં દેવાલયો પણ જુહાર્યા. સંઘને પડાવ ત્રણ દિન પર્યત રહ્યો અને પછી પ્રભાસપાટણ તરફ પ્રયાણ કર્યું. પ્રભાસપાટણના મનોહર ચૈત્યની યાત્રા પછી સંધ ધોળકા પાછો ફર્યો. સહીસલામત યાત્રાળુઓ પિતપોતાના ઘર તરફ સિધાવ્યા. દરેકના હેડામાં મંત્રીશ્વરની ભકિત અને ઉદારતાના શબ્દો રમી રહ્યા હતા.
- ઈ. સ. ૧૨૨૮ માં પટ્ટધર શ્રી. જગચંદ્રસૂરિની અનુપમ તપશ્ચર્યા નિમિત્તે પ્રભુ શ્રી. મહાવીર દેવના પાંચમા ગણધર સુધર્માસ્વામી દ્વારા સ્થાપન થયેલ નિગ્રંથ ગચ્છનું તપાગ૭ એવું નામ પડયું. મંત્રીશ્વર વસ્તુપાલે એની સુવાસ વિસ્તારવામાં આચાર્યશ્રીને સબળ ટેકે આપો. જૈનધર્મના ચુસ્ત અનુયાયી તરીકે વસ્તુપાલ અને તેમના ભાઈ તેજપાલે મંદિર, પાઠશાળાઓ, ઉપાશ્રયે તેમજ ધર્મશાળાઓ બંધાવવામાં પ્રાપ્ત કરેલ લક્ષ્મીને વ્યય કર્યો. આ સ્થળોના નિર્માણમાં તેઓએ શિલ્પશાસ્ત્રી અને વાસ્તુશાસ્ત્રના નિષ્ણાત કારીગરોને રોક્યા. એમાં શોભનદેવ નામા મશહૂર શિલ્પીને વેગ તેમને સાંપડ્યો કે જેણે આબુ પરનું જગપ્રસિદ્ધ દેવાલય તૈયાર કરી મંત્રીશ્વરની કીતિને ચિરંજીવી બનાવી. આબુ પહાડ પરનું આ બંધુબેલડીના દ્રવ્યથી તૈયાર થયેલું–અને તેજપાલની દક્ષ પત્ની અનુપમા દેવીની વારંવાર સૂચનાઓ પામેલું એ દેવાલય આજે પણ કારીગરીના અજોડ નમૂનારૂપે દષ્ટિગોચર થાય છે, અને હજારેનું આકર્ષણ કરે છે. વિમલશાહના શ્રી આદિનાથના દેરાસરની બાજુમાં આવેલ આ રમણીય દેવાલય શ્રી. નેમિનાથની ટૂંક તરીકે ઓળખાય છે. જોકે શત્રુંજય, ગિરનાર ઉપર આ બંધુબેલડીએ દેરાસરો બંધાવ્યાં છે, છતાં આબુ પરના આ દેવાલયમાં જે અભુત કેરણી છત–તેમજ રંગમંડપના તોરણોમાં અને સ્થંભ પર કરવામાં આવી છે તે હરકોઈની પ્રશંસા માંગી લે તેવી છે. બંધુ લુણિગના સ્મરણાર્થે આ ટૂંક ઊભી કરવામાં આવી છે અને એમાં તેજપાલ તથા તેમની ભાર્યા અનુપમા દેવીએ સવિશેષ રસ લીધો છે.
એ સંબંધમાં નિમ્ન નોંધ ખાસ ધ્યાન ખેંચે છે
It stands close to that of Vimalshah and was completed in A. D. 1230. It is a fine example of what is knodwn as the jaina style of architecture and in the words of Ferguson for minute delicacy of carving and beauty of detail stands almost unrivalled even in the land of patient and lavisn labour.'
વરતુપાલ તે કવિ પણ હતા. વસંતપાલના તખલ્લુસથી એણે કાવ્યરચના કરી છે. સોમેશ્વર એમના સંબંધમાં લખે છે કે સરસ્વતી દેવીને એ લાડીલે પુત્ર હતા અને આચાર્ય મહારાજ મેરૂતુંગસૂરિ વસ્તુપાળને મહાન કવિ તરીકે વર્ણવે છે. તેમની સુપ્રસિદ્ધ કૃતિ નામે નાના કદ જેમાં અર્જુન અને શ્રીકૃષ્ણની મૈત્રી, તેઓનું ગિરનાર પર્વત પર
For Private And Personal Use Only