________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬-૭]
ગિરનાર તીર્થની પાજ કેણે બંધાવી?
[૨૧]
આ બનને ઉલે કપટ દર્શાવે છે કે આજેણે આંબા અને ધવલ એ ત્રણે સગા ભાઇઓ હતા. અને આ પ્રબંધને આગળને ભાગ વાંચતા એ સ્પષ્ટ થાય છે કે આ સાજણ તે જ ગિરનાર તીર્થને જર્ણોદ્ધાર કરાવનાર દંડાયક સજ્જન. એટલે આંબા અને ધવલ એ સિદ્ધરાજના સમયના સોરઠના દંડનાયક સજજનના નાના ભાઈ થતા હતા.
- “પુરાતનપરંધર્વપ્ર “તુરતિબન્ધસંઘ માં જે ક્રમથી આ પ્રબંધો આપ્યા છે–એટલે કે પહેલાં સજજનને કરાવેલ ગિરનારના જીર્ણોદ્ધારને પ્રબંધ આપ્યો છે અને તેની પછી તરત જ મંત્રી આંબાએ કરાવેલ ગિરનારની પાજનો પ્રબંધ આપે છે અને તેમાં ધવળે પરબ બંધાવ્યાને નિર્દેશ કર્યો છે. એ ઉપરથી એ વસ્તુ વજુદવાળી માનવાનું મન થઈ જાય છે.
આ માટે વધુ ખુલાસો મેળવવાના આશયથી દંડનાયક સજજન અને તેના વંશને ઇતિહાસ મેળવવા માટે કેટલાક પ્રયત્ન કર્યો. પણ દંડનાયક સજ્જનના પરિચય તરીકે “નાખ્યાન્વય”, “મંત્રી જાંબના વંશમાં ઉત્પન્ન થયેલ એટલી જ હકીકત મળી છે, એથી વિશેષ મળી નથી. જે દંડનાયક સજ્જનના વંશને વિશેષ ઇતિહાસ મળે–તેના માતાપિતાનાં નામ વગેરે મળે તે આ પ્રશ્ન ઉપર વિશેષ પ્રકાશ પડે એમ છે.
બીજા કેઈ ગ્રંથમાં નહીં મળતા અને માત્ર પુરાતનપ્રવજ્યાંક” અને એને જ અનુકરણરૂપે તૈયાર કરવામાં આવેલ “ચતુરતિદ્રવન્યસંપ્રદ” માં જ મળી આવતા આ ઉલેખને કેટલા વજુદવાળા માનવા અને તેને કેટલા પ્રમાણમાં ઐતિહાસિક ગણવા એ વિચારણીય છે. જે બીજા ગ્રંથમાં આનું સમર્થન કરનારા બીજા ઉલેખે મળી આવે તે આ હકીકત વધુ સચોટ રીતે માની શકાય. આમ છતાંય જ્યાંસુધી આને સ્પષ્ટ રીતે બાધક હોય એ-એટલે કે રાણિગસુત આંબાક, સજજન અને ધવલના ભાઈ આંબાકથી બીજી જ વ્યક્તિ હતી એમ સિદ્ધ કરતે બીજે કઈ ઉલ્લેખ ન મળી આવે ત્યાં સુધી આ ઉલ્લેખને આપણે કબૂલ રાખીએ તે કશું ખોટું નથી. આ ઉલ્લેખને કબૂલ રાખીએ તે એને ફલિતાર્થ એ થાય કે
(1) મોટાભાઈ સજ્જને ગિરિનાર તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો. (૨) સજ્જનના નાના ભાઈ આંબાકે ગિરનાર તીર્થની નવી પાજ બંધાવી. (૩) આંબાકના નાના ભાઈ ધવલે ગિરનાર તીર્થ ઉપર પરબ બેસાડી.
આ રીતે આ ત્રણે બંધુઓએ ગિરનાર તીર્થની ખૂબ ભક્તિ કરી. એટલે ગિરનારની પાજ બંધાવનાર ધવલનો ભાઈ આંબાક ગિરનારને જીદ્ધાર કરાવનાર દંડનાયક સજ્જનને ભાઈ થતું હતું. ઉપસંહાર
આ એક ઐતિહાસિક વિષય છે અને તેનું ઉપર આપેલું નિરાકરણ એ છેવટનું માનવાની જરૂર નથી. વધુ તપાસ કરતાં અને નવા નવા પુરાવાઓ મળી આવતા આ નિર્ણય ફેરવાની જરૂર પડે એવી પૂરી સંભાવના છે. પણ અત્યારે આ નિર્ણય સ્વીકાર ઉચિત લાગવાથી ઉપર આવે છે. આશા છે ઇતિહાસના અભ્યાસીઓ અને સંશોધન-પ્રિય વિધાને આ સંબંધી વધુ પ્રયાસ કરી વિશેષ જ્ઞાતવ્ય રજુ કરશે. અસ્તુ.
For Private And Personal Use Only