________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૦૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
ઉપર પ્રમાણે સાચા અર્થ બાળવી રાખીએ તો બોય હેમચંદ્રાચાર્યના કલનાની સત્યતા જળવાઈ રહે છે; દરેક રાજવંશન યોગ્ય કાળ મળી રહે છે; દિગંબરોએ ઉલ્લેખેલી ચન્દ્રગુપ્ત અને ભદ્રબાહુ સ્વામીના સમકાલીનતા ને વેતાંબરોને સર્વમાન્ય એવી આર્ય મહાગિરિ, આર્ય સુહસ્તી ને સંપ્રતિની સમકાલીનતા જળવાઈ રહે છે; રાજત્વકાલગણુના ને સ્થવિર ગણના અક્ષરશઃ મળી રહે છે; બૌધ્ધ, વૈદિક, બ્રહ્મી ને સિંહાલીજ ગણુના સાથે તે મેળ ખાઈ શકે છે અને ઈજીપ્ત, સીરિયા, સાઈરિની, મેસોડેનિયા ને કારિથના ઈતિહાસ સાથે તે એકતા સાધી શકે છે.
પણ ગ્રીક ઈતિહાસમાં, ઇ. સ. પૂર્વે ૩૨૭ માં સિંધુ ઓળંગનાર અલેકઝાંડરના સમકાલીન, એ અલેકઝાંડરનાં સૂબા સેલ્યુકસને હરાવીને એની છોકરી પરણનાર, ને એ સૂબાના એલચી મેગેરથીનીસને પિતાના દરબારમાં રાખનાર મગધપતિનું નામ સેકેટસ(Saundracottis) સૂચવવામાં આવ્યું છે. સેન્સેકટસનો ઉચ્ચાર ચન્દ્રગુપ્ત જેવો થાય છે, માટે ચન્દ્રગુપ્ત ઈ. સ. પૂર્વ ૩૩૦ થી ૨૯૫ (મહાવીર સંવત ૧૯૭ થી ૨૩૨ ) ગાળા દરમિયાન જ થયેલા હોવા જોઈએ એવા કેટલાક યુરોપીય વિદ્વાનોએ મત સ્થાપ્યો છે. ને એ મતને પુષ્ટિ આપવાને ઉપરની ગાથાઓના અર્થભેદને મનફાવતી રીતે કઢગે બનાવી તેને આગળ ધરવામાં આવે છે. પણ તે પ્રવૃત્તિ કેટલી અનુચિત છે અને તે, ઉપર પ્રમાણે, દરેક રીતે મળી રહેતી અનેક પ્રકારની આય અને એશિયાટિક ગણનાઓને કેવા વિચિત્ર સ્વરૂપમાં મૂકી દે છે તે દર્શાવ્યા પછી આપણે સંપ્રતિ ચોક્કસ સમય ઠેરવીશું તે તે વધારે પ્રમાણભૂત થઈ પડશે.
પૂર્વોક્ત ત્રણ ગાથાઓ, તેરમી સદીના મધ્ય ભાગ સુધી તે શુદ્ધ સ્વરૂપમાં જ જળવાઈ રહી હતી.૧૧ પણ તે પછી દૃષ્ટ્રિયં (૧૬ ૮) મુરિયા માંથી ગમે તે પ્રકારની
ખલનાથી સfટ્ટ શબ્દ નીકળી જવા પામ્યો. આ ભૂલ તરતમાં જ સુધરી જવી જોઈતી હતી. પણ ગાથાનો પૂર્વાદ્ધ એ ભૂલને ઢાંકી દે એવો દ્વિઅર્થી હોવાના કારણે તે ભૂલે લગભગ સ્થાયી સ્વરૂપ પકડી લીધું.
...સઠ્ઠી પાછાને, પવિત્રસર્ચ તુ હો નંદ્રા ! એ પદનો અર્થ એ થાય કે (મહાવીર પ્રભુના નિર્વાણથી) ૬૦ માં વર્ષ સુધી પાલક વંશે રાજ્ય ભોગવ્યું ને ૧૫૫મા વર્ષ સુધી નંદવંશે રાજ્ય ભોગવ્યું. પણ તે અર્થની સાથેસાથ બીજો અર્થ એ પણ થઈ શકે કે મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૬૦ વર્ષ પાલકે રાજય ભગવ્યું ને ૧૫૫ વર્ષ નંદેએ રાજ્ય ભોગવ્યું. બીજો અર્થ લેતાં નંદવંશનો અંત મહાવીર પ્રભુના નર્વાણુના ૧૫૫મા વર્ષને બદલે ૨૧૫ માં વર્ષમાં ગણાયો ને પરિણામમાં સદ્દી શબ્દના અભાવે મૌર્ય વંશમાં પડેલી ૬૦ વર્ષની બાટ, સરવાળામાં, નંદવંશમાં ૬૦ વર્ષને વધારો થતાં નજરે ન ચડી.
કેટલાક લેખકો આ ભૂલથી ગુંચવાડામાં પડી ગયા. તેમના મતે મહાવીર નિર્વાણુ સંવત ૧૫૫ માં ચન્દ્રગુપ્તનો રાજ્યાભિષેક તો અફર હતા. પણ તેઓ મૌર્યવંશમાં પડેલી ૬૦ વર્ષની ખોટ ન પકડી શકયા. પરિણામે તેમણે ૬૦ પાલક, ૧૫૫ સુધી નંદ, ૧૦૮ મૌર્ય, ૩૦ પુષ્યમિત્ર, ૬૦ બલમિત્ર-ભાનુમિત્ર, ૪૦ નભવહન, ૧૩ વર્ષ ગÉભિલ, ૪ શક ને
11. એ ગાથાઓના આધારે તેરમી સદી સુધીમાં લખાયેલ પ્રતમાં નંદવંશને અંત ને ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક મહાવીર સંવત ૧૫૫માં લેવામાં આવ્યો છે.
For Private And Personal Use Only