SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનધર્મી વીરોનાં પરાક્રમ શ્રી લેખકઃ—શ્રીયુત મોહનલાલ દીપચંદ ચેકસી ( ગતાંકથી ચાલુ) બછાવતોની ચડતી-પડતીઃ મંત્રી કરમચંદ (૫) રાયસિંહના મૃત્યુ પછી બીકાનેરની ગાદી પર દલપતસિંહ આવ્યું. પણ એને રાજ્યકાળ લગભગ બે વર્ષ સુધી જ ચાલ્યો. રાજ ખટપટના આંદોલન ચાલુ રહ્યાં અને સન ૧૬૧૩માં સુરસિંગ રાજગાદી પર ચઢી બેઠે. મરણકાળે પિતાએ જે અભિલાષા અનુપૂરી બતાવી હતી એ એના મનમાં રમતી જ હતી, એ માટે કેવળ તક મળે એટલી જ ટીલ હતી. લાગ મળતાં જ ઘડે દબાવે એવી તૈયારી અંદર ખાનેથી ચાલુ હતી. રાજા તરીકે જાહેર થયા પછી એ સૌ પ્રથમ દિલ્હી ગયો. એ પાછળ તેના મનમાં ‘એક કાંકરે બે પક્ષી મારવાને ઈરાદે હતે. એક તો બાદશાહને નવા રાજવી તરીંક સલામી ભરવાનો અને બી બછાવતના વારસોને સમજાવી બીકાનેરમાં પાછા લાવવાનો. આ વેળા કાળે યારી આપી અને સુરસિંહ પોતાના ઈરાદામાં ફાવ્યો. “વિધિની ગતિ ન્યારી છે' એ નીતિકારનું કથન અનુભવસિદ્ધ છે. દગલબાજ દુના નમે એ ઉકિત અનુસાર રાજા પિતાનું પ્રથમ કાર્ય પતાવી બઠાવતના રહેઠાણે પહોંચ્યો. “મ, તિતિ નિદ્વારે દૃ તુ હાર” જેવી વૃત્તિ ધારણ કરી એણે ભાગચંદ અને લક્ષ્મીચંદ સમક્ષ એક ચુનંદા બાજીગર તરીકે એવા તો ભાગ ભજવ્યો કે, ભોળું માછલું જાળમાં ફસાય તેમ, તે ઉભય રાજાના આવા વર્તનથી મહાઈ ગયા અને મરણપથારી પરથી પિતાએ આપેલ શિક્ષા વિસરી ગયા. ઉભય બંધુઓને પોતાની શતરંજના પ્યાદા બનતા જઈ, સુરસિંગ મનમાં મલકાવા લાગ્યો અને તેઓએ જે જાતનાં વચન માંગ્યાં તે આપવામાં પાછી પાની ન કરી. એ ઉભયના દિલમાં વસવાનું ટીપું પણ રહેવા ન પામે તેવી દરેક ખાતરી આપી, પોતાની સાથે બીકાનેર પાછા ફરવાનું એકઠું ગોઠવી દીધું. આ ઉપરથી જ ભવિતવ્યતાનું બળવાનપણું પુરવાર થાય છે. તેમ જ છે ને કરમચંદ્ર મંત્રીની સૂચના આટલી જલદી ભૂલી જવાત ખરી ? પિતાને વંશને માન મર્તા પૂર્વવત જળવાશે એવા ભરોસાથી લોભાવેલા અને પ્રધાન તરીક અધિકાર પહેલાંની માફક પોતાના હાથમાં સોંપવામાં આવશે એવા ઉજજવળ ભાવિથી આયેલા ઉભય બંધુઓ પોતાના વિશાળ કુટુંબને અને સર્વ અસબાબને લઇ માતૃભૂમિના પંથે વલ્યા. એ વેળા તેમને જેમ પોતાના માદરેવતનને વળી પછી નિરખવાના કોડ હતા તેમ વંશની પ્રતિષ્ઠા જાળવી માનપુર પુનઃ ઠરીઠામ થવાણી કડી અભિલાષા હતી. લાંબા કાળને પરદેશ વસવાટને આ રીતે અંત આવવાથી તેમનો આનંદ સમાતો ન હતો. પોતાના નેહીજન વચ્ચે પાછા ફરવાથી થનારા આનંદનાં તેઓ સોલ. સેવી રહ્યાં હતાં. તેઓના હૃદયમાં આ રીતે પોતાના તરફ વભાવ દર્શાવનાર અને પિતાનું ભલું કરનાર રાજવી પ્રતિ આભારની લાગણીઓ સાગરના મેજ સમી ઉછળી રહી હતી! અનુભવીઓનું એ વચન સાચું જ છે કે “બિલાડી દુધને દેખે છે, પાછળ કોમલા માણી હાથમાં રહેલી ડાંગને દેખી શકતી નથી. For Private And Personal Use Only
SR No.521584
Book TitleJain_Satyaprakash 1942 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy