________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨].
પ્રવચન - પ્રશ્નમાલા
યુગના દરેક વર્ષમાં નાંખતાં ૩૬૬ થાય. એ અપેક્ષાએ એક લાખ વર્ષને ત્રણસો ને છાસઠે ગુણ્યા છે. ૬૯.
૭૦. અન–એક લાખ વર્ષના દિવસે લાવવા માટે ત્રણને છાસઠે ગુણતાં ત્રણે કરોડ છાસઠ લાખ (૩૬ ૦૦૦૦૦) દિવસ આવે, તેને મહિનાના દિવસ ત્રીસ હોવાથી ત્રીસે ભાગવા જોઈએ. તેમ ન કરતાં એકત્રીસે ભાગવાનું શું કારણ કે
ઉત્તર-દરેક માસક્ષપણ તપના ૩૦ ઉપવાસ, અને એક પારણાનો દિવસ-એમ ૩૧ દિવસને લક્ષ્યમાં રાખીને ત્રણ કરોડ છાસઠ લાખને એકત્રીસે ભાગવાનું જણાવ્યું છે. અને તે વ્યાજબી છે. કારણ કે એકેક માસક્ષપણ તપ પૂરુ થતાં એકેક પારણાનો દિવસ જરૂર આવે જ.વિશેષ બિના શ્રીઆચારપ્રદીપદિ અનેક ગ્રંથોમાં જણાવે છે. 19
૭૧. પ્રશ્ન-સુત્રરચનાની અપેક્ષાએ આગમના ત્રણ ભેદ કયા કયા અને તે કયા સત્રમાં કહ્યા છે ?
ઉત્તર-(૧) આત્માગમ (૨) અનંતરાગમ અને (૩) પરંપરાગમ-એમ ત્રણભેદ અનુગદ્વાર સૂત્રમાં કહ્યાં છે. ૭૧
૭૨. પ્રશ્ન-તે ત્રણ ભેદોનું સ્વરૂપ શું?
ઉત્તર-(૧) બીજબુદ્ધિ વગેરેના પ્રતાપે પૂજ્ય શ્રીગણધર મહારાજ પ્રભુ શ્રી તીર્થ કરદેવે કહેલી ત્રિપદીને સાંભળીને સ્વતંત્ર દ્વાદશાંગીની રચના કરે છે, તેથી સુત્રની અપેક્ષાએ ગણધરને ‘આત્માગમ કહેવાય. (૨) શ્રીગણધરદેવે વ્યવધાન રહિતપણે શ્રીજંબુવામી વગેરેની આગળ દ્વાદશાંગીની પ્રરૂપણ કરી હતી. તેથી શ્રીજંબુસ્વામી વગેરેને સૂત્રની અપેક્ષાએ ‘અનંતરાગમ' કહેવાય. (૩) એ જ પ્રમાણે શ્રીપ્રભવસ્વામી વગેરેને સૂત્રની અપેક્ષાએ પરંપરાગમ કહેવાય. એમ થી અનુયાગદ્દારત્ર વગેરેમાં જણાવ્યું છે. છર
૭૩ પ્રશ્ન–અર્થ દેશનાની અપેક્ષાએ આગમના ત્રણ ભેદ કયા કયા છે અને તે ત્રણ ભેદો ક્યા સૂત્રમાં જણાવ્યા છે ?
ઉત્તર–(૧) આત્માગમ, (૨) અનંતરાગમ અને (૩) પરંપરાગમ, એમ ત્રણ ભેદ શ્રી અનુગદ્વાર સૂત્ર વગેરેમાં જણાવ્યા છે. છેકે
૭૪ પ્રશ્નને ત્રણ ભેદોનું સ્વરૂપ શું?
ઉત્તર–(૧) સર્વજ્ઞ પ્રભુ શ્રી તીર્થંકરદેવ, પોતે શ્રીગણઘર દવાની આગળ અર્થની દેશન આપે છે, તેથી અર્થની અપેક્ષાએ શ્રી તીર્થકર દેવને આમાગમ કહેવાય. (૨) શ્રી તીર્થ કરેદેવે વ્યવધાન રહિતપણે શ્રીગણધરની આગળ અર્થની પ્રરૂપણું કરી, તેથી અર્થની અપેક્ષાએ શ્રીગણધરને અનંતરાગમ કહેવાય. (૩) આ રીતે શ્રીગણધરદેવને શ્રીજબૂસ્વામી વગેરે શિખ્યાને અર્થની અપેક્ષાએ પરંપરાગમ કહેવાય. એમ શ્રીઅનુ યોગદ્વારસૂત્રની ટીકા વગેરેમાં જણાવ્યું છે. ૭૪
૭૫ પ્રશ્ન–શ્રી આચારાંગાદિ અંગોના પદની સંખ્યા ૧૮૦૦૦ વગેરે જણાવી છે. અહી પદનું સ્વરૂપ શું સમજવું ?
For Private And Personal Use Only