SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ પ ક બીજા વ્રતમાં વિપર્યાસથી-અનુપગે પણ અસત્ય વચન બોલાય તે આયંબિલ. કરવાનું અંગીકાર કર્યું હતું. ત્રીજા વ્રતમાં પ્રતિવર્ષ બહેતર લાખ દ્રવ્યનો કર છોડી દીધો હતો. ચતુર્થ વ્રતમાં ધર્મ પ્રાપ્તિ બાદ પાણિગ્રહણ કરવાનો નિયમ લીધો હતો. ચાતુર્માસમાં ત્રિધા શીલ પાલવાનો નિયમ હતા. તથા પલદેવી આદિ આઠ ભાર્યાઓના મરણ બાદ પ્રધાન વગેરેએ અત્યંત આગ્રહ કરવા છતાં પાણિગ્રહણ કર્યું ન હતું. પાંચમી વ્રતમાં ૪૮ કરેડ સેના રૂપાના સિક્કા, ૧૦૦૦ તલા મહામૂલ્યવાન મણિ, રો, ૩ર૦૦૦ મણ ઘી, ૩ર૦૦૦ મણ તેલ, ત્રણ ત્રણ લાખ મણ ડાંગદિ ધાન્યના મુડ, t૧૦ હાથી, પ૦૦૦૦ રથ, ૧૧૦૦૦૦૦ ઘોડા, સર્વ સૈન્ય મલીને ૧૮૦૦૦૦૦, ૨૮૭૦૦૦ સુભટો, ૧૦૦૦ ઊંટ, ૮૦૦૦૦ ગાય અને પાંચ પાંચ ઘર, હાટ, સભા, વહાણ, ગાડાં, વહેલ વગેરેથી અધિક નહિ રાખવાનો નિયમ લીધો હતો. છા વ્રતમાં-ચાતુર્માસમાં પાટણના સીમાડાની બહાર નહિ જવાને નિયમ લીધો હતો. સાતમે વ્રતમાં મધ, માંસ, મધ, માખણ, બહુબીજ, પાંચ ઉબર, અનંતકાય અને ઘેવરાદિ નહિ ખાવાને નિયમ લીધો હતો. આઠમાં વ્રતમાં પોતાની આજ્ઞા નીચેના દેશ માં અતિ વ્યસનને નિધિ કર્યો હતો. નવમા વ્રતમાં ઉભય કાલ પ્રતિક્રમણ, અને સામાયિક લીધા બાદ શ્રી હેમચંદ્રગુરુ સિવાય અન્ય સાથે વાત નહિ કરવાનો નિયમ લીધો હતો. દશમા વ્રતમાં વર્ષાઋતુમાં યુદ્ધ નહિ કરવાનો નિયમ લીધે હતો. અગિયારમાં ત્રતમાં અષ્ટમી ચતુદશીએ પૌષધ કરવાનો નિયમ લીધે હતો, તથા કાર્યોત્સર્ગમાં પગે ચડેલા મંકડાની દયા ખાતર શરીરની ચામડી સહિત તેને દૂર કરાવ્યો હતો. બરમાં વ્રતમાં સીદાતા સાધમિકોનો ઉર લાખ દ્રવ્યનો કર છોડી દીધા હતા. પ્રતિવર્ષ સાધમિકના ઉદ્ધાર માટે એક કરોડ ના મહેરનું દાન, પારણાને દિવસે નજરે પડેલા સેંકડો સાધમિકાને પોતાની સાથે ભેજન ઈત્યાદિ નિયમે શ્રી હેમચંદ્રગુરુ પાસે અંગીકાર કર્યા હતા. અને પૂર્વે કરેલાં દુષ્કતની શુદ્ધિ માટે ગુરુ પાસે પ્રાયશ્ચિત મગતાં ગુરુએ પણ સિદ્ધાંતના રહસ્યને હૃદય સાથે વિચાર કરીને પ્રાયશ્ચિત્ત આપ્યું હતું. તેની વિગત– (૧) ૧૪૪૪ નવીન જિનપ્રાસાદ બનાવવા. (૨) ૧૬૦૦ જૂનાં જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરવા. (૩) સાત મટી તીર્થયાત્રાઓ કરવી. (૪) એકવીસ મેટા જ્ઞાનમંદિર કરાવવાં ઇત્યાદિ. (૫) વલી વિશેષથી કરેલાં અભક્ષણ રૂપી પાપની વિશુદ્ધિ માટે બત્રીસ દાંતની સંખ્યા પ્રમાણે એક જ પીઠ ઉપર બત્રીસ જિનપ્રાસાદ કરાવવા. For Private And Personal Use Only
SR No.521582
Book TitleJain_Satyaprakash 1942 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy