________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પિતૃહત્યા”
–[ એક નમ્ર વિવેચન ]–
વિવેચક: શ્રીયુત પોપટલાલ પુંજાભાઈ શાહ “ગુજરાતી ની પમી ભેટ તરીકે શ્રી ઉછરંગરાય ઓઝાકૃત “પિતૃહત્યા” પ્રગટ થયું છે, | શ્રી ઉછરંગરાય ભાઈને એક શિક્ષક તરીકે, એક સેવક તરીકે અને એક લેખક તરીકે મને છેડે થેડો પરિચય થયો છે. અંગત પરિચયને લાભ પણ મને મળેલે. પણ તેને તે ઘણાં વર્ષ વીતી ગયાં. એમની લેખનશૈલી ઠીક ઠીક સરળ અને તેજસ્વી છે. પણ સખેદ કહેવું પડે છે કે “પિતૃહત્યા” “અજી ઠાકર”થી ખૂબ ઉતરતી કોટિની રચના છે.
. અલબત્ત એક વાત સ્પષ્ટ છે કે “અજી ઠાકોર વર્તમાનકાળનું દિગદર્શન છે, અને પિતૃહત્યા ભૂતકાળમાં ડૂબકી મારે છે. એટલે પ્રત્યક્ષ અનુભવ અને પરાક્ષ કલ્પના વચ્ચે ઘણું જ અંતર રહે છે. અને એ રીતે “પિતૃહત્યાની આલેખના વધારે કઠણ થઈ પડે તેમ છે. કારણકે તેમાં ધર્મ, સમાજ અને રાજકારણના ઈતિહાસનું તલસ્પર્શી જ્ઞાન હોય તો જ તે સફળ થઈ શકે. શ્રી ઉછરંગરાય ભાઈએ એકંદરે ઉક્ત ત્રિવિધ અંગે માટે ઠીક શ્રમ સેવ્યો છે. અને તેથી જ ભૂમિકાને ઉઠાવ છેક નિરાશા ઉપજાવનારે નીવડવ્યો નથી.
શ્રેણિક, ચલણ, અજાતશત્રુ, સૂર્યકાન્તા, કંધક બંધક વગેરે પાત્રોને વિકાસ અસંતોષકારક તે ન ગણાય, છતાં શ્રેણિકની તેમજ ચેટકની પાત્ર–વાસ્તવતા અધૂરી તે ખરી જ. બંધક કંધનાં પાત્રોનાં ક્રમશઃ વિકાસમાં, શ્રેણિકની વિલાસપ્રિયતાના દર્શનમાં અને વીજળીની સળીની કાલ્પનિક તેજસ્વીતામાં લેખકની પ્રતિભા સારી દીપી ઊઠી છે. ધર્મનાં કાર્યો કરવામાં કે પ્રજાકલ્યાણનાં જાહેર કામે આરંભવામાં રજ માત્ર પ્રમાદ ન કર્યો.
તેઓએ જૈનધર્મના કાર્યોમાં ઉલટ અને શ્રદ્ધા દાખવવામાં કચાશ નથી રાખી. આચાર્યપદે આવનાર મહાત્માઓનાં સૂરિમહત્સવમાં શું કે જુદાં જુદાં તીર્થોના સંઘ લઈ જવામાં શું? કોઈ પણ કાર્ય માટે તેઓ લક્ષ્મીને વ્યય ઉદાર હાથે કરવામાં ખડેપગે રહ્યા છે.
પૂજન નિમિત્તે રમણીય દેવાલયોનાં સર્જન કરવામાં પણ તેમણે ન્યૂનતા નથી દાખવી. વિદ્વાનોને આશ્રય આપી જ્ઞાનને મહિમા ફેલાવ્યો અને સાથોસાથ કળાનાં બહુમાન પણ કર્યા. કર્મવશાત જેઓ તંગદશામાં આવી પડયા હતા તેમને ગુપ્ત રીતે હાય પહોંચાડવામાં પાછી પાની નથી કરી. ટૂંકમાં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે બછાવત વંશની ચડતી એ આસપાસના માણસો માટે કે સાથે રહેતાં પડોશીઓ માટે કિવા સમાજના સ્વામીભાઈઓ સારૂ મહાન આશીર્વાદ સમાન નીવડી.
એ વંશના છેલા પુરુષ કરમચંદની વાત રૂંવાડા ખડા કરે તેવી છે, જે હવે પછી જોઈશું–
(ચાલુ)
For Private And Personal Use Only