SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર પ્રતિષ્ઠા: ૧. ગુઢાબાલોતરમાં વૈશાખ શુદિ ૧૦ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી કલ્યાણવિજયજી ગણિ આદિની નિશ્રામાં શ્રી ઋષભદેવ ભગવાનના જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. ૨. વની ( જિલ્લો નાસિક ) ગામમાં વૈશાખ શુદિ બીજી સાતમે પૂજ્ય મુનિમહારાજ શ્રી ભદ્રકવિજયજી મહારાજ આદિની નિશ્રામાં નવા જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. ૩. અમદાવાદમા દેવસાન પાડામાં વૈશાખ સુદિ બીજી સાતમે પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી હિમતવિજયજી મહારાજ આદિની નિશ્રામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના જિનમંદિરમાં શ્રી વાસુપૂજ્ય પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. G, ૪. અમદાવાદમાં દસા પોરવાડ સેસાયટીમાં વૈશાખ સુદિ દશમના દિવસે પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં શ્રી શીતલનાથ પ્રભુના નવા જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. . - ૫ અમદાવાદમાં ડઈની ખડકીમાં વૈશાખ સુદિ બીજી સાતમે પૂજ્ય ઉપાધ્યાય શ્રી મનહરવિજયજી આદિની નિશ્રામાં જીર્ણોધૃત જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. દીક્ષા: ૧. વળામાં વૈશાખ શુદિ બીજી સાતમે પૂજ્ય મુનિમહારાજ શ્રી જયંતવિજયજી મહારાજે ઝાંઝમેરનિવાસી ભાઈ જગજીવનદાસ ભાઇચંદને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. જયાનંદવિજયજી રાખીને તેમને પોતાના શિષ્ય બનાવ્યા. જા. - ૨. મહીજમાં વૈશાખ શુદિ બીજના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કનકચંદ્રસૂરિજીએ ભાદરણનિવાસી શ્રી. ભીખાભાઈ હાથીભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. ભુવનમુનિજી રાખીને તેમને પોતાના શિષ્ય બનાવ્યા છે. ૩-૪ વની (જિલ્લા નાસિક) ગામમાં વૈશાખ શુદિ પાંચમે પૂજ્ય મુનિમહારાજ શ્રી ભદ્ર કરવિજયજીએ મોટા માંટાવાળાનિવાસી ભાઈ શ્રી કેશવજીભાઇને તથા વિસલપુરનિવાસી પ્રેમચંદભાઇને દીક્ષા આપી. દીક્ષિતનાં નામઅનુક્રમે મુ. શ્રી. કુંદકુંદવિજયજી તથા મુ. શ્રી. પ્રદ્યોતનવિજયજી રાખીને તેમને અનુક્રમે પૂજ્ય મુનિરાજશ્રી ભદ્ર કરવિજયજી તથા. પૂજ્ય મુનિરાજ શ્રી ચરણવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. e ૫ દહેગામમાં વૈશાખ શુદિ બીજી સાતમે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયઉમંગસૂરિજી મહારાજે “વહેલાવાળો શ્રી. પુંજાલાલ નાથાલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી હેમવિજયજી રાખીને તેમને પૂજ્ય પંન્યાસશ્રી ઉદયવિજયજી ગણિના શિષ્ય બનાવ્યા. | ૬ ઉદેપુર (મેવાડ)માં વૈશાખ શુદિ ત્રીજના દિવસે પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી હિંમતવિજયજી ગણિએ ગુડાનિવાસી શ્રી ભંવરલાલજીને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. ભવ્યાનંદવિજયજી રાખીને તેમને પોતાના શિષ્ય બનાવ્યા. છે જોટાણામાં પૂજ્ય પંન્યાસજી મહારાજશ્રી ચંદ્રસાગરજી મહારાજે શ્રીયુત ઠાગમલજીને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. ચન્દ્રકાન્તસાગરજી. રાખીને પોતાના શિષ્ય બનાવ્યા. - કાળધર્મ: ૧. અમદાવાદમાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી. વિજયલાવણ્યસૂરિજી મહારાજના પ્રશિષ્ય મુનિરાજ શ્રી. જિનપ્રભવિજયજી મહારાજ વૈશાખ સુદિ ૧૦ કાળધર્મ પામ્યા. પતિ ૨. સુરતમાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી. વિજયવિજ્ઞાનસૂરિ મહારાજના પ્રશિષ્ય પૂ ય મુનિરાજ શ્રી. ગુણચંદ્રવિજયજી મહારાજ વૈશાખ શુદિ ૧૧ કાળધર્મ પામ્યા. - ૩. અમદાવાદમાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂજ્ય મુનિમહારાજ શ્રી. ધનવિજયજી મહારાજ વૈશાખ વદી તેરશના કાળધર્મ પામ્યા. For Private And Personal Use Only
SR No.521579
Book TitleJain_Satyaprakash 1942 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy