________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક 6
સ્યાદ્વાદ
[
1]
,
,
,
,
, ,
, ,
,
,
,
,
,
,
જ્યારે કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ બંધાઈ જાય છે ત્યારે વિચારક ગણુતા સમર્થ આત્માઓ પણ સ્યાદ્દવાદ પ્રધાન જેના દર્શનની તવવ્યવસ્થાને સમજી શકતા નથી. પરિણામે વિજાતીય ભ્રમણાઓમાં અટવાઈને મિથાત્વના ગાઢ અંધકારમાં રૂલી જાય છે.
આ કારણે ઇતર આસ્તિક દર્શનકારની પરિસ્થિતિ મિથાત્વના યોગે જૈનદર્શનની તત્ત્વવ્યવસ્થાથી તદ્દન ઉલટી છે. આસ્તિક તરીકે પોતાની જાતને ઓળખાવનારા એ ઇતર દર્શનકાર આત્મા વિષે જુદી જુદી માન્યતાઓ ધરાવે છે. આ આસ્તિક દમાં ન્યાય દર્શન આત્માને નિત્યો વિમુળ ' એ રીતે નિત્ય અને સર્વવ્યાપી તરીકે જ કાર પૂર્વક સ્વીકારી એકાતવાદને-નિરપેક્ષવાદને જ પ્રધાનપદ આપે છે.
વૈશષિક દર્શન પણ આત્મા જેવી સર્વ તત્ત્વવ્યવસ્થાના આધારભૂત તત્વને, નિરપેક્ષ રીતે ફૂટસ્થ નિત્ય સ્વીકારે છે.
જ્યારે સાંખ્યદર્શન, આ બન્ને વેદાનુયાયી દર્શન કરતાંયે ખૂબ પ્રાચીન અને વિચારક તરીકે પ્રસિદ્ધ હોવા છતાંયે આત્મા વિષે આ પ્રકારની વિચિત્ર અને વિસંવાદી માન્યતાને સ્વીકારે છે–પ્રરૂપે છે કે આમાં ત્રસ્ત વિગુણનું મો સ જૂસ્યનિત્યઃ આત્મા અર્તા છે, નિર્ગુણ છે, ભોકતા છે, તેમજ સર્વદા નિત્ય-અપરિણામી છે.
વેદસંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવનારા આસ્તિક દર્શનકારાની આત્મા વિષેની માન્યતાના આ બે પ્રવાહે તે તે ગ્રન્થમાં રજુ થયેલા જોઈ શકાય છે. એટલે ઇતર વેદાનુયાયી દર્શને જેવાં કે- મીમાંસાદર્શનના બન્ને વિભાગો-પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, યોગ વગેરે, પૂર્વકથિત દર્શનકારની માન્યતાઓના પેટામાં જ અન્તભૂત થઈ શકે છે.
આ રીતે, એકંદરે જાણી શકાય છે કે-ઇતર આસ્તિકદર્શનકાર એકાન્તવાદ-નિરપેક્ષદષ્ટિને મુખ્યતા આપી, સત્યની એક બાજુને સ્વીકારવાને આગ્રહ સેવે છે. અને આથી આત્મા જેવા પરલેક, મોક્ષ વગેરે સઘળીયે વ્યવસ્થાના એક આધારરૂપ તત્વને અંગે પણ અવ્યવહારૂ તથા અસંગત માન્યતાઓને સ્વીકારે છે.
માટે જ જૈનદર્શનના સ્યાદ્દવાદ સિદ્ધાન્તનાં મૂલ્ય, અને મહત્તા અપરિમિત છે. એ વિષેનાં વિવેચને સદાને સારૂ અપૂર્ણ અને અધૂરાં જ રહેવાનાં. કારણ કે તે વસ્તુનું સંપૂર્ણ વર્ણન શબ્દાતીત છે.
આ ભદ્રવ્ય તરીકે આત્મા, સદાકાળ એક જ સ્વરૂપમાં નિયત છે. ગુણ અને પર્યાનું હંમેશા ક્ષણે ક્ષણે પરાવર્તન ચાલુ હોવા છતાંયે, આ સઘળાંયે પરાવર્તનેની વચ્ચે મેરૂની જેમ નિકંપ આત્મા નિત્ય અને અપરિણમી રહ્યો છે. કારણ કે-ગુણ કે પર્યાયથી આત્મદ્રવ્યનું નિજસ્વરૂપ અસ્પૃશ્ય રહેવા પામ્યું છે. - આ વિધાન દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથે સુસંગત છે. નાની અપેક્ષા પૂર્વકનાં જ વિધાને કથન કે વકતવ્ય શ્રી જૈનશાસનમાં સુસંગત બની શકે છે. આ સિવાય નયોની પરસ્પર અપેક્ષા વિના કેવળ નિરપેક્ષ રીતે વિધાન કે વક્તવ્ય કરવામાં આવે છે તે વિધાન કે વક્તવ્ય અસંગત અને અવ્યવહારુ બને છે. પરસ્પરની અપેક્ષા પૂર્વક જયારે નાની વિચારણા કરવામાં આવે છે, ત્યારે તે વિચારણા, નયવાદરૂપ બની શકે છે, અન્યથા પરસ્પરની અપેક્ષા વિનાના નો દુનય કે નયાભાસ તરીકે જેનદર્શનમાં ઓળખને પામે છે.
For Private And Personal Use Only