________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક 1
સ્યાદ્વાદ
[૪૯]
આ કારણે આત્માને સ્વીકારવા છતાંયે, આત્માને કર્યચિ નિત્યકારૂપ સહજ ધર્મસ્વરૂપને અપલાપ કર, સર્વથા નિષેધ કરે એ આત્માની અસ્તિતાને-આત્માને ઈન્કાર કરવા સમાન છે. કારણ કે આત્માને એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય સ્વી કારવાથી આત્માના કથંચિત્ નિત્ય સ્વરૂપને સ્પષ્ટ અપલોપ થાય છે.
જૈન દર્શનના સ્યાદ્દવાદ સિદ્ધાન્તની આ જ એક વ્યવહારૂ ખુબી છે કે તેના સ્વીકારથી જગતની પ્રત્યેક વસ્તુમાત્રનું સાચું અને પારમાર્થિક જ્ઞાન થઈ શકે છે. કેમકે જગતમાં સત્ તરીકે પ્રામાણિક પ્રતીતિને પામનારી વસ્તુમાત્રમાં અનન્તા ધર્મો રહેલા છે. અનન્તધર્માત્મ વસ્તુ વસ્તુ અનન્ત ધર્મોથી યુક્ત છે. એટલે અનન્તધર્મો એ વસ્તુનું નિજસ્વરૂપ છે. માટે એ
અનન્ત ધર્મોને વસ્તુના સ્વરૂપ તરીકે સ્વીકારવા પૂર્વકનું જ્ઞાન કરવું તે સ્યાદ્દવાદ સિદ્ધાન્તના રવીકારથી જ શક્ય બને છે. અને આ પ્રકારનું જ્ઞાન તે જ પરમાર્થિક જ્ઞાન ગણું શકાય તેમ છે.
હકીકત એ છે કે-અપેક્ષાવાદ-સ્યાદ્દવાદ એ વસ્તુને અનન્ત નિજધર્મોને અ૫લાપ કર્યા વિના, તે સઘળાય ધર્મોને સ્પર્શીને એક, બે યા અમુક ઈષ્ટ ધર્મોને બંધ થઈ શકે તે રીતે સહાયક બને છે. જો કે વસ્તુના અનત ધર્મોનું જ્ઞાન સંપૂર્ણજ્ઞાની-કેવલજ્ઞાની સિવાય કોઈપણ છા આત્માને થવું શક્ય નથી, છતાંયે સ્યાદ્દવાદ સિદ્ધાન્તમાં માનનાર છદ્મસ્થ આત્માઓ તે અનન્ત-ધર્માત્મક વરતુના એક બે યા અમુક ઈષ્ટ ધર્મોનું જ્ઞાન કરી શકે છે. અને અપેક્ષા પૂર્વકનું તે જ્ઞાન, વસ્તુગત ઇતર સર્વ-અનન્ત ધર્મોને સ્વીકારનારું હેવાથી પ્રમાણરૂપ અને વાસ્તવિક બને છે.
પક્ષપાત ભરી દષ્ટિ પૂર્વકની આ રજુઆત નથી કે પૂર્વગ્રહથી બદ્ધ માનસનું આ કલ્પનાચિત્ર નથી, પણ આ છે વાસ્તવિક કથન. આ વિધાનમાં દલીલ, યુક્તિઓ, પ્રમાણ, તક વગેરે સઘળું સંગત થઈ શકે તેમ છે. આને સમજવા માટે નિરાગ્રહ બુદ્ધિ, સહૃદય માનસ અને એક નિષ્ઠતાની જરૂર છે.
એક ને એક બે જેવી સ્પષ્ટ વાત છે કે, અપેક્ષાવાદના સ્વીકાર વિના વસ્તુના અનન્ત ધર્મોનું જ્ઞાન સંભવી શકે તેમ નથી જ, કારણ કે એકાન્તવાદ-નિરપેક્ષતા પૂર્વકનું જ્ઞાન વસ્તુગત અન્ય સર્વ ધર્મોને અપલાપ કરે છે. એટલે આ નિરપેક્ષ જ્ઞાન જ કારપૂર્વક નિશ્ચયાત્મક બેધને કરાવે છે. આથી આનું છેવટ, વરતુગત ઇતર સર્વ ધર્મોના નિષેધમાં આવે છે. માટે એકાન્તવાદને સ્વીકારવામાં પુરાવતિ એક વસ્તુનું પણ પારમાર્થિક જ્ઞાન થઈ શકતું નથી.
એકાન્તવાદ, સત્યની એક જ બાજુને નિરપેક્ષ દૃષ્ટિથી પકડી લે છે, અને બીજી બધી બાજુઓ કે જે સત્યના અંગભૂત છે, તેને નિશ્ચયાત્મક ઈન્કાર-અપલાપ કરવાની ગંભીર ભૂલ કરે છે. આથી સત્ય વાત પણ અસત્યરૂપ બને છે. કારણ કે જે સત્યનું સંપૂર્ણ સ્વરૂપ નથી, સત્યને એક અંશ છે, સત્યની જે એક બાજુ છે, તેને તે રૂપે–એટલે કે સત્યના એકાદ અંશરૂપે નહિ સ્વીકારતા કોઈપણ પ્રકારની અપેક્ષા સિવાય તેને જ્યારે સંપૂર્ણ સત્ય માની લેવાને દુરાગ્રહ થાય ત્યારે તે સત્ય, સત્ય તરીકે નહિ રહેતાં અસત્ય-મિથ્થારૂપ બને છે.
અપેક્ષા પૂર્વક વસ્તુને બેધ કરનાર અને નિરપેક્ષતાથી વસ્તુને ઓળખનાર-આ બંને પ્રકારના આત્માઓના સામાન્ય જ્ઞાનમાં પણ આથી આકાશ પાતાળ જેટલું મહદન્તર,
For Private And Personal Use Only