________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૭]
અંક ૪]
સ્યાદ્વાદ ...................................................... સ્વતંત્ર સ્વરૂપ નથી. પણ અનાદિકાલથી જે સુષુપ્ત આત્મસ્વરૂપ પરિણામ, મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષય, ક્ષોપશમ યા ઉપશમથી, તેવા પ્રકારની જાગૃતિને પામે છે, તે સમ્યગ્દર્શન કહેવાય છે. તેનું બાહ્ય ચિહ્ન–કાર્યરૂપ લિંગ તત્વાર્ધશ્રદ્ધા છે.
આવા પ્રકારનાં કાર્યદર્શક સમ્યગ્દર્શનના લક્ષણથી, સમ્યગ્દર્શનની ઓળખ થઈ જતી હોવાને કારણે એક દૃષ્ટિએ આ લક્ષણ પણ સમ્યગ્દર્શનના સ્વરૂપને ઓળખાવવામાં અવશ્ય સહાયક છે. સમ્યગ્દર્શન એ આત્માના પરિણામરૂપ છે. અને એ આત્માને છેડીને અન્ય કોઈ સ્થાને રહી શકે તેમ નથી. આત્મપરિણમને આધાર આમાં છે. એટલે આધાર-આધેય ભાવની, ગુણ-ગુણભાવની કે પરિણામ-પરિણમીભવની કલ્પનાથી આત્માને પરિણામ અનન્ય છે, આ કારણે સમ્યગ્દર્શનગુણ આત્માથી અનન્ય–અભિન્ન છે. એટલે જ્યારે આત્મા સ્વયં અરૂપી છે, બાહ્ય સાધનો દ્વારા-ઈન્દ્રિ દ્વારા અગ્રાહ્ય છે, અતીન્દ્રિય છે, તો આત્મપરિણામરૂપ સમ્યગ્દર્શન અરૂપી છે, બાઘેન્દ્રિઓને અગોચર છે. માટે જ કાર્યરૂપ શ્રદ્ધાથી સમ્યગ્દર્શનનું અનુમાન થઈ શકે છે. આ હકીક્ત અન્ય આત્માના સમ્યગ્દર્શનને અનુલક્ષીને અહીં જણાવી છે. બાકી વિચારશીલ અત્માઓ પિતાના સમ્યગ્દર્શન ગુણનું સાક્ષતા દર્શન–પ્રત્યક્ષ શ્રેણે સ્વયં કરી શકે છે.
જે સમ્યગ્દર્શનની તસ્વાર્થશ્રદ્ધારૂપ વ્યાખ્યાને અંગે આટલી છણાવટ થઈ, તે વ્યાખ્યા-લક્ષણને અનુલક્ષીને આ હકીકત સ્પષ્ટ કરવી રહી કે—કેવળ આત્મા-જીવ, પુણ્ય, પાપ કે પરલેકને સ્વીકારનાર, સહનાર સમ્યગ્દષ્ટી નથી. પણ તે સમ્યગ્દષ્ટીએ આત્માના અસ્તિત્વને સ્વીકાર્યા પછી આત્માના સ્વરૂપને સંપૂર્ણ પણે વફાદાર રહેનારી દરેક પ્રકારની માન્યતાઓને રવીકારવી જોઈએ. અને આત્માના સ્વરૂપને ઢાંકી દેનારી અને આત્માના સ્વસ્વભાવને અણછોઝતી જેટલી માન્યતાઓ છે, કે જે આત્માના અસ્તિત્વને અલાપ કરવા બરાબર છે, તે મિથ્યાત્વનું કારણ હવાને અંગે છોડી દેવી જોઈએ.
પુણ્ય, પાપ કે પરલોક વગેરે અજીવ તત્તની શુદ્ધ શ્રદ્ધા આત્માના વાસ્તવિક સ્વરૂપના સ્વીકારમાં રહેલી છે, એટલે જ જૈનદર્શન આત્માના અસ્તિત્વની કબુલાત માટે આ મુજબનું પ્રતિપાદન કરે છેઃ કે–
આત્માસ્તિ, ર પરામી : સર્મના વિનિ ! ____ मुक्तश्च तद्वियोगाद्धिंसाऽहिंसादि तद्धेतु: ॥ १ ॥
જોકે—કાસ્નાસ્તિ-આત્મા છે' આ પ્રકારની આત્માની અસ્તિતા અંગે જેને અને ઇતર સર્વ આસ્તિક દર્શનકારે એકમત છે. છતાંયે આત્માના અસ્તિત્વને કબુલીને જગતના પ્રત્યેક કલ્યાણુકર વ્યવહારોમાં જૈનદર્શન જે પ્રકારની સુસંગતતા જાળવી શકયું છે, તે પ્રકારની સુસંગતતા-સંવાદિતા ઇતર કોઈ દર્શનકાર નથી જાળવી શક્યા તે સખેદ કહેવું પડે છે. •
કારણ કે–આત્માની અસ્તિતાને કબુલ્યા પછી, આત્માને અપરિણામી-નિત્ય કે એકાન્તપરિણમી સ્વીકારનારાં દર્શને, આત્માના સ્વરૂપને અપલાપ કરવાનું સાહસ કરે છે. જ્યારે આત્માનું પોતાનું સ્વરૂપ સ્થપરિણામ છે. કથંચિ આત્મા પરિણામ છે, અને કથંચિત્ આત્મા અપરિણામી છે. એટલે કે માત્મા યા કોઈપણ વસ્તુને અનુલક્ષીને જૈન
For Private And Personal Use Only