SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૦૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વધ • •• • • • • • • • • • • • • • • • • • • • * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * આ પંદર જિનમૂતિઓ ઉપરાંત રંગમંડપમાં પદ્માવતી દેવીની અને ચકેશ્વરીદેવીની મૂર્તિઓ તેમજ મણિભદ્રવીરનું સ્થાનક પણ છે. આ માણેકસ્વામીના મુખ્ય જિનમંદિર જમણી બાજુ ઉપર દાદાસાહેબનું મંદિર છે. અને ડાબી બાજુ ઉપર શ્રી કેસરિયાજીની પાદુકાનું મંદિર કરવાનું છે. (આ બિના વિ. સં. ૧૯૮૧-૮૨ લગભગની એટલે ૧૫–૧૭ વર્ષ પહેલાની છે.) આ મુખ્ય મંદિરના પાછળના ભાગમાં પુરાણી વાવ છે અને મંદિરની ચારે તરફ ધર્મશાળાની ઓરડીઓ અને બંગલાઓ છે. મુખ્ય મંદિરવાળા કંપાઉન્ડના પ્રવેશદ્વારાની સામે જ ૨૦ ગજ દૂર કોટથી વીંટાયેલો હીરાબાગ છે. આ બાગમાં પણ બે બંગલાઓ છે. અહીં ફળ ફૂલવાળાં ઝાડવાં છે જેને ઉપયોગ માણેકસ્વામીની પૂજામાં કરવામાં આવે છે. આ હીરાબાગ શેઠ પુનમચંદજી છલાએ તેમના પિતા હીરાલાલજીના સ્મરણાર્થે પોતાના ખર્ચે તીર્થની આબાદી માટે બનાવ્યો છે. તીર્થની પ્રસિદ્ધિ આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે વિ સં. ૧૯૬૫-૬૬માં શ્રી શાંતિવિજયજીના સદુપદેશથી આ તીર્થને જીર્ણોદ્ધાર થયા પછી આ તીર્થની પ્રસિદ્ધિ વિશેષ પ્રમાણમાં થઈ છે. જીર્ણોદ્ધારા પછીનાં બે-ચાર વર્ષ સુધી તો ત્યાં પોષ દશમીના દિવસે મેળો ભરત હતા. અને ત્યાર પછી હાલમાં ચિત્રી પૂનમને મેળો ભરાય છે, જેમાં સેંકડે જેને ભેગા થઈને પ્રભુભક્તિનો લાભ લે છે. મેવાડના શ્રી કેસરીયાજી નાથની જેમ આ તીર્થ ઉપર જૈનેતર પ્રજા ખૂબ આસ્થા ધરાવે છે, તેથી આ ચિત્રો પૂનમના મેળા પ્રસંગે જેનો ઉપરાંત જેતરો બહુ મોટી સંખ્યામાં આવે છે. મેળાના અવસર સિવાય સામાન્ય દિવસે પણ તેલંગી નેતર યાત્રીઓનાં બે-ચાર ગાડાંઓ તો યાત્રાર્થે આવ્યા જ કરે છે. તેમજ હિંદભરમાંથી દૂર દૂરના પ્રદેશમાંથી પણું યાત્રાળુઓ આવે છે. આ રીતે અત્યારે આ તીર્થની સારી પ્રગતિ થઈ છે. તેનાં જમીન, મકાન અને વ્યવસ્થા વગેરેમાં સારો વધારે થાય છે. અત્યારે જે કમિટિ આની વ્યવસ્થા સાચવે છે તેમાં શેઠ પુનમચંદજી છલાણીના પુત્ર (ઉત્તરાધિકારી) શેઠ લક્ષ્મીચંદજી, શેઠ લાલજી મેઘજી (કચ્છી) વગેરે હૈદરાબાદ-સિકંદરાબાદના જેન ગૃહસ્થોને આત્મભોગ અને આગેવાની ભર્યો ભાગ છે. ઉપસંહાર આ લેખ તૈયાર કરવામાં-૧ વિવિધ તીર્થકલ્પ, ૨ ઉપદેશસપ્તતિકા, ૩ હીરસૌભાગ્ય કાવ્ય, ૪ હૈહયવંશી, ૫ તિગણિત. ૬ વસવપુરાણ, છ લેખસંગ્રહ વગેરે ગ્રથને ઉપયોગ કર્યો છે. આ લેખમાં નોંધેલી હકીક્ત, લગભગ ૧૫-૧૭ વર્ષ પહેલાં, એ તીર્થની યાત્રા પ્રસંગે કરેલ નેધને આધારે લખી છે એટલે એમાં કેટલેક સુધારા-વધારે જરૂર થયો હશે. છેવટે-પાઠકગણ આ તીર્થને મહિમા સમજી એની યાત્રાને લાભ લઈ આત્મકલ્યાણ સાધે અને જૈનસંધ પિતાનાં આવાં અર્તિપ્રાચીન તીર્થની સેવામાં વધુને વધુ તન મન ધન અર્પણ કરી તેને સવિશેષ આદર કરે એવી ભાવના પૂર્વક આ લેખ સમાપ્ત કરૂં છું! For Private And Personal Use Only
SR No.521577
Book TitleJain_Satyaprakash 1942 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy