________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મી વીરોનાં પરાક્રમ
લેખક : શ્રીયુત મેાહનલાલ દીપચંદ ચાકસી (ક્રમાંક ૭૧થી ચાલુ )
શ્રી. અમરચંદજી સુરાણા
અમરચંદ સુરાણા એ બીકાનેરના પ્રખ્યાત એસવાલ વર્ગમાં જન્મેલ નરરત્ન હતા. મહારાજા સુરતસીંગના રાજ્યકાળમાં તે ઉચ્ચ એદ્દા પર હાઇ અતિ મહત્ત્વનું પદ ધરાવતા હતા અતિહાસિક નજરે એ રાજ્યકાળ ઇસ્વીસન ૧૭૮૭ થી સન ૧૮૨૮ના
આંકી શકાય.
સન ૧૮૦૫ (સં. ૧૮૬૧ માં ) ભટ્ટીઓના સરદાર ખીખાનને આવવા સારૂં મહારાજા તરફથી અમરચંદને મેાકલવામાં આવેલ. સુરાણાજીએ ખાનને તેના પાટનગર ભાટનેર (Bhatner)માં જઈ એકાએક ઘેરી લીધે, અને નગર આસપાસ સખત ચેકી પહેરા મૂકી છાવણી નાંખી. ઘેરે. લગભગ પાંચ માસ સુધી ચાલ્યેા. એ સમયમાં ઝખીખાન મુઝાઇ ગયા અને આખરે કિલ્લા હવાલે કરી, પેાતાના અનુયાયી સહિત રહેના (Rhena) તરફ ચાલી ગયા. આ પ્રકારની દાખવેલી શૂરવીરતા અને રાજ્યની ખજાવેલી સેવાના સન્માન રૂપે મહારાણાએ અમરચંદ સુરાણાને દીવાનની માનવતી પદવી આપી.
સન ૧૮૦૮ માં જોધપુરના મહારાજા માનસીંગે બીકાનેર પર ચઢાઇ કરી. એ વેળા જોધપુરના લશ્કરમાં ઇન્દ્રરાજ સીંગવીની સરદારી હેઠળ ભાયાતના સારા સમુહ હાજર થયા હતા અને વધારામાં રજપૂતાનામાં જેની હાકથી ધરણી ધ્રુજતી એવા અમીરખાન પેાતાના ચુન'દા માણસાની ટુકડી સાથે જોડાયા હતા. આમ બીકાનેર સ્ટેટના માથે શત્રુઓની નાગી તરવાર તેાલાઇ રહી હતા ! રાજ તે રાજ શત્રુ તરફની આગેકૂચના સમાચાર મળતા હતા. સુરતસીંગે પણ ચેડા સમયમાં સારા પ્રમાણુમાં લશ્કર એકઠું કર્યુ અને ચડી આવતાં અરિદળને ખાળવા સારૂ અમરચંદની સરદારી હેઠળ એને પ્રયાણ પણ કરાવ્યું. ખાપરી (Bapri) મુકામે બન્ને સૈન્યે ભેગાં થયાં, ઉભય વચ્ચે ટૂંકી પણ ઝનુની લડાઇ થઈ; જેમાં ખીકાનેરના બસેા સૈનિકા મરાયા. શૂરાતનમાં ખીકાનેર પછાત ન છું, છતાં શત્રુ સૈનિકાની સખ્યા વિશાળ જોતાં અમરચંદને પોતાના પાટનગર તરફ પીછેહુદ્ધ કરવી ચાગ્ય જણુાઈ. ઈન્દ્રરાજે એની પુઃ પકડી.
અત્રે સરદાર કેંદ્રરાજ સબંધમાં થેડે ઉલ્લેખ જરૂરી છે. એ સને ૧૭૮૭માં સેાજત મુકામે જન્મ્યા હતા. એસવાળ વશની સીંગવી તરીકે સુપ્રસિદ્ધ શાખાના હતા. એસવાળ વશમાં જે જે સરદારા પેદા થયા છે એમાં એનું સ્થાન પદે અને અજોડ છે. એણે ઉપર બતાવ્યું તેમ કેવળ બીકાનેર રાજ્યના જ પરાભવ નહાતા કીધા, એણે જયપુર રાજ્યનું પાણી પણ ઉતારી દીધું હતું. તે એક કાર્યદક્ષ સરદાર હતા. જોધપુરમાં સન, ૧૮૧૫માં રાયખટપટ અંગે એનું ખૂન કરાવામાં આવ્યું હતું. ચાલુ વાત તરફ વળતાં આપણે જોયું કે અમરચંદની પુઠ પકડનાર પોચા નહાતા. આ બન્ને જણા ધર્મ જૈન હતા. રાજ્યની સેવાની દૃષ્ટિએ ઉભય
નાયક કાચા
For Private And Personal Use Only