SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ :: """"""" "" " "" "" """"" """" અને પ્રતિમાજી કૂવામાં પધરાવી. પણ કૂવામાં તે પ્રતિમાજી પિગળી નહિ, ને અખંડ રહી. કેટલાક કાળે પાછો સાર્થવાહ કરતો ફરતે ત્યાં આવ્યો. તે વારે રાતના અધિષ્ઠાયકે સ્વપ્ન આપ્યું. તેથી સૂતરને તાંતણે બાંધી પ્રભુને પ્રભાતમાં બહાર કાઢયા. સર્વ જનને અત્યંત આનંદ થયો. પછી મોટું દેરાસર બંધાવી આ પ્રતિમાજી પ્રતિષ્ઠિત કર્યા. પ્રતિમાજી અધ પદ્માસને ઘણી જ ચમત્કારિક અને પ્રભાવિક છે. લેહની માફક જ સમાન હવાથી લઢણ પાર્શ્વનાથ નામ રાખ્યું. જે કૂવામાંથી પ્રભુજી પ્રગટ થયેલા તે કૂવે મહાલક્ષ્મીજીના મંદિર આગળ છે. આ લઢણુ પાર્શ્વનાથનું પ્રાચીન સ્તવન વાંચવામાં આવેલ છે, પરંતુ હાલ મારી પાસે ન હોવાથી તે અત્રે ઉદ્ધત કરવા અશકત છું. સ્વ. શા. મૂ. મુનિશ્રી હવિજયજી મહારાજકૃત તો હંસવિનોદમાં મુદ્રિત છે. સં. ૧૯૯૦માં જીર્ણોદ્ધાર કરાવી દેરાસર દેવવિમાન સમાન બનાવેલ છે. પ્રાચીન તીર્થ માળાઓમાં મી લઢણ પાર્શ્વનાથને ઉલેખ નીચે મુજબ જોવામાં માવે છે – લઢણ તિપરી જાણીથે, ઉથામણે છે મહિમા ભંડાર.” –ગડીપાર્શ્વનાથ સ્તવન, વિનયકુશળકૃત (વિ. સં. ૧૬૬૮) “જગતવલ્લભ [૨૭] કલિકુંડ [૨૮] ચિંતામણિ (૨૯) લોઢણું' (૩૦) –પાશ્વદેવ નામમાલા, ઉત્તમવિજયજીકૃત (વિ. સં. ૧૮૮૨) લોઢન પાર્શ્વનાથજીના આ મંદિરને જીર્ણોદ્ધાર વિ. સં. ૧૯૯૦ના બીજા વૈશાખ શુદિ ૧૦ થયો, તેને લેખ દેરાસરના મુખ્ય દ્વાર ઉપર તરે છે તે આ પ્રમાણે છે: वीर संवत २४६० आत्मसंवत ३८ वन्दे वीरम् । अति प्राचीन श्री कोढनपार्श्वनाथ जिनचैत्यस्य जीर्णोद्धार: श्री दर्भावती (डभोई)वास्तव्य सकल श्रीश्वेताम्बर विजयदेवसूरसंघेन कृतः। प्रतिष्ठितानि तत्रोपरितनभूमौ श्रीशीतलनाथादि जिनबिम्बानि विक्रमसंवत् १९९० द्वितीय वैशाख शुक्ल दशम्यां वृहस्पति वासरे तपागच्छीय न्यायाम्भोनिधि श्रीमद् विजयानन्दसरिश्वर पट्टधरैः आचार्य श्रीविजयवल्लभसूरिभिरिति । આઠે જિનમંદિરમાંની પ્રતિમા આદિની વિગત | વિક્રમ સંવત ૧૯૯૮ના પિષ શુદિ ૧૫ ઇનાં આઠે જિનમંદિરમાં નીચે મુજબ પ્રતિમાજી હતાં– [] મુનિસુવ્રતસ્વામીનું દેરાસર–પાષાણની પ્રતિમા ૧૪, ધાતુની પંચ તીથી ૭, ધાતુને ચોવીશવટો ૧, ધાતુની પ્રતિમા ૮, સ્ફટિકરત્નની પ્રતિમા ૧, આત્મારામજી મહારાજની મતિ ૧, શ્રી ગૌતમસ્વામીની પાષાણુની મૂતિ ૧, મુનિસુવ્રતસ્વામીની અધિષ્ઠાયિકા દેવીની મૂર્તિ એક. કુલ મૂર્તિ ૩૪. રિ) શ્રી ધર્મનાથ સ્વામીનું દેરાસર–પાષાણુની પ્રતિમા નીચે ૯ અને ઉપર ૧૩, પંચતીથી ૧૧, ચેવશવટ્ટો ૧, ધાતુની પ્રતિમા ૧૦, ચકેશ્વરી માતાની મૂર્તિ ૧, દેવીની મૂર્તિ ૧, અધિષ્ઠાયક દેવની મૂર્તિ ૧, કાઉસગિયા પાર્શ્વપ્રભુની મૂર્તિ ૧. કુલ ૪૮. For Private And Personal Use Only
SR No.521576
Book TitleJain_Satyaprakash 1942 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy