________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“શ્રી જન સત્ય પ્રકાશના ત્રીજા વિશેષાંક દીપોત્સવી–અંકનો સત્કાર
શ્રી જેન સત્ય પ્રકાશક અને દીપોત્સવી અંક પ્રગટ થયા પછી જે જે ગ્રાહકે અથવા વિદ્વાનને અમે મળ્યા છીએ તેમણે એ વિશેષાંકની સમૃદ્ધ સામગ્રી માટે મુક્તકઠે પ્રશંસા કરી છે. આ સંબંધી જેઓના તરફથી પત્રદ્વારા અમને અભિપ્રાયો મળ્યા છે તે તથા વર્તમાનપત્રોના અભિપ્રાયો અમે અહીં રજુ કરીએ છીએ. –વ્ય.
નવસૌરાષ્ટ્ર' સાપ્તાહિક : તા. ૧-૧૨–૧૯૪૧. “ કલ્યાણ” અને “ગીતાધર્મ”ની જેમ, અમદાવાદથી પ્રસિદ્ધ થતા ધર્મ વિષયક માસિક “શ્રી જૈન સત્ય પ્રકાશ”ને દિવાળી અંક ખાસ અંક તરીકે બહાર પડ્યો છે.
આ પૂર્વે પણ આ માસિકના મહાવીરસ્વામીના જીવન સમય અને ત્યાર બાદ વીર નિ. ૧૦૦૦ સુધીનાં વર્ષોના જૈન ઈતિહાસની સમાલોચના કરતાં બે અંકે પ્રસિદ્ધ થયા હતા. આ વખતે વીર નિ. ૧૦૦૦ અને ૧૦૦૦ ના સમય વચ્ચેને ૭૦૦ વર્ષને ગાળે આલેખાય છે.
આ અંકમાં ન્યાય, ભાષા, સાહિત્ય, રાજ્યકર્તાઓ, તીર્થો, યતિવર્યો, વિહાર વગેરે ઉપાંગ પર જૈન તથા જેનેતર વિદ્વાનોના લેખે આપેલા છે. આ બધાં ઉપાંગોના વાંચનથી વીર નિ. ૧૦૦૦ થી ૧૭૦૦ સુધીના સળંગ જૈન ઇતિહાસનું સંતોષકારક દર્શન થઈ શકે છે.
પ્રસ્તુત સમયની જેન વિભૂતિઓ-હેમચંદ્રાચાર્ય, અભયદેવસૂરિજી, શીલાંકસૂરિજી, કુમારપાળ વગેરે વિષે પણ વિદ્વાન લેખકોના લેખો છે.
શ્રી. પં. અંબાલાલ. પ્ર. શાહે “મધ્યકાલીન ભારતના મહાવૈયાકરણ”ના લેખમાં પાણિનીય તથા સિદ્ધહેમ વિશે તુલનાત્મક ચર્ચા કરી છે. શ્રી. હેમચંદ્રાચાર્યના જીવન અને સાહિત્યનો પરિચય શ્રી સુશીલવિયજીએ સુંદર રીતે આપ્યો છે. શ્રી પુણ્યવિજયજીએ “મલયગિરિનું શબ્દાનુશાસનના લેખદ્વારા શબ્દાનુશાસનનું સ્થાન બીજા વ્યાકરણ ગ્રંથોમાં કયાં છે તે બતાવ્યું છે.
છે. હીરાલાલ કાપડીઆને “શ્રી શીલાંકરિ તે કોણ?” નો લેખ અતિ ચર્ચાસ્પદ છે. તક્ષશિલા અને સિત્તન્નવાલના જૈન ગુફામંદિરોના લેખોમાં સંશોધનનું તત્ત્વ ખાસ ધ્યાન ખેંચે તેવું છે. શ્રી સારાભાઈ નવાબના “બારમા સૈકા પહેલાંની પ્રાચીન ધાતુપ્રતિમાઓના લેખના પ્રતિપાદનમાં પ્રાચીન જૈન પ્રતિમાઓના ફોટાઓ પણ આપેલા છે.
આ રીતે જૈનધર્મ સંસ્કૃતિના અભ્યાસીઓને અતિ ઉપયોગી થઈ શકે તેવી સામગ્રી ઘણું છે. મતમતાંતરથી પર રહીને બધા ગચ્છ અને બધા સમુદાયના મુનિવરોના સહકારથી આવો જૈન ઈતિહાસની વિગતોથી સભર અંક બહાર પાડવા બદલ તેના તંત્રીને અભિનંદન ધટે છે.
આવા સાર્વત્રિક મોંઘવારીના સમયમાં આવો દળદાર અને સુશોભિત અંક સવા રૂપીઆ જેટલી ઓછી કિસ્મતમાં શ્રીમતી શેઠાણી માણેકબહેન તથા શેઠ શ્રી. બબાભાઈની ઉદાર આર્થિક સહાય વિના પ્રસિદ્ધ થવો અશક્ય હતા.
For Private And Personal Use Only