________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[િ ૩૧ર ] . શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૭ • મુંજરાજે ક્રોધિત થઈને ભોજરાજને વધ માટે મારાઓને સોંપ્યા હતા. મારાઓએ દયાથી તેમને છોડી દીધા હતા. તે સમયે ભેજે મુંજને કહેવરાવ્યું હતું કે “કૃતયુગના ભૂષણ ભૂત માધાતા નામનો રાજા મરી ગયો, જેણે મહાન સમુદ્ર પર પૂલ બાંધ્યો તે રામ પણ કયાં છે ? યુધિષ્ઠિર વગેરે બીજા રાજાઓ પણ પૃથ્વીને છોડીને સ્વર્ગે સિધાવ્યા, પૃથ્વી કેાઇની સાથે ગઈ નથી. હે મુંજ ! તું તારી સાથે આવવાની હશે !” - મુંજને પિતાના કર્તવ્ય માટે પશ્ચાત્તાપ થયો. અપરાધની ક્ષમા યાચી. મારાઓએ કહ્યું કે મહારાજ ! ભેજ હજુ જીવિત છે. મુંજરાજે ભેજને બોલાવી યુવરાજ બનાવ્યા. આ ભેજરાજે માંડવમાં એક ભારતીભવન” નામનું વિશાળ વિદ્યાલય બંધાવ્યું હતું, જે હાલ પણ કાયમ છે. (પાછળથી મુસલમાન બાદશાહએ પણ તે મકાન વિદ્યાલય તથા અન્ય રીતે ઉપયોગ કર્યો હતો.) તેમાં દરેક પ્રકારનું શિક્ષણ અપાતું હતું. તેના મુખ્ય અધ્યાપક આચાર્ય ભટ્ટ ગ્રેવીંગ નામના કર્ણાટકી હતા. પંડિતજીના કાર્યથી ભોજરાજે ખુશી થઈને તેમને નાગદા' ગામ બક્ષીસ કર્યું હતું. તે દાનપત્ર હાલ પણ મળે છે. તેમાં પોતાનું અહં બિલકુલ ન બતાવતા ધન, યૌવન, લક્ષ્મી, રાજવૈભવ વગેરેની અસ્થિરતા-ચંચળતા બતાવી છે અને કેવળ નિરભિમાનપણે દાન આપ્યું છે. શરૂમાં ભેજ જૈનધર્મના કટ્ટર દેવી હતા, પણ પાછળથી સત્સંગથી અનુરાગી બન્યા હતા. સુરાચાર્ય, વાદિવેતાલ શાન્તિસૂરિજી વગેરે તેમની સભામાં આવ્યા હતા અને જેનધર્મનો પ્રભાવ પ્રસારી ગયા હતા. ધનપાલ પંડિત તેમના રાજ્યમાં મુખ્ય કવિરાજ હતા. ભોજરાજે માંડવને વિકાસ સારે કર્યો હતો. તેમની સેના માંડવમાં રહેતી હતી. ત્યાં એક કુવે છે તેને લેકે હાલ પણ ભોજ કુવો” કહે છે. | ભેજરાજ પછી માળવામાં ઘણી ઉથલપાથલ થઈ ગઈ. ૧૧૧૧ થી ૧૩૬ ૬ સુધી પરમાર વંશના નીચે પ્રમાણે રાજાઓએ રાજ્ય કર્યું, પણ તેઓ પૂર્ણ સત્તા ભોગવી શક્યા નહીં. ગુજરાત વગેરે આસપાસના રાજાઓએ વારંવાર યુદ્ધ કરી તેઓ પર સત્તા જમાવી હતી. ૧૧૧૫ સુધી જયસિંહ પ્રથમ, ૧૧૩૭ સુધી ઉદયાદિત્ય, ૧૧૬૦ સુધી લમણુદેવ, ૧૧૮૩ સુધી નરવર્મદેવ, ૧૧૯૮ સુધી યશોવર્મદેવ, ૧૨૧૬ સુધી જયવર્ગન. જયવર્ધનના સમયથી બરમાં જ કુટફાટ થવાથી રાજ્યના બે વિભાગ પડી ગયા હતા, સત્તા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. તેમાં એક શાખામાં લક્ષ્મીવમન, હરિશ્ચન્દ્ર અને ઉદયવર્મન થયા અને બીજી શાખામાં અજયવર્મન, વિધ્યવર્મન, સુભટવર્મન અને અજુનવર્મન રાજાઓ થયા. તે પછી અજુનવર્મન નું નિઃસન્તાન મરણ થવાથી તે શાખા પહેલી શાખામાં મળી ગઈ ને દેવપાલદેવ રાજા થયા. તેમણે ૧૨૭૨ થી ૧૨૯૬ સુધી રાજ્ય ભોગવ્યું. ૧૩૧૨ સુધી જયતંગદેવ (જયસિંહ દ્વિતીય), ૧૩૧૭ સુધી જયવર્મન દ્વિતીય, ૧૩૩૭ સુધી જયસિહદેવ તૃતીય, ૧૩૬૬ સુધી ભેજદેવ દ્વિતીય. આ ભોજદેવ ઘણે નિર્બળ હતો. તેના મયમાં મેગલનું ઘણું જોર હતું. ધારમાં અબ્દુલ્લાહ ચંગાલની કબર ઉપર ફારસી ભાષાનો એક શિલાલેખ છે તે અને
१ मान्धाता स महीपतिः कृतयुगा-लङ्कारभूतो गतः, सेतुर्येन महोदधौ विरचितः कासौ दशास्यान्तकः । अन्येचापि युधिष्ठिरप्रभृतयस्त्यक्त्वा महीं स्वर्गता, नैकेनापि समं गता वसुमती, मुञ्ज ! त्वया यास्यति ॥
For Private And Personal Use Only