________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિગ્નવવાદ
લેખક– મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી
(ક્રમાંક ૬૮-૬૯ થી ચાલુ) બીજા નિહનવ તિષ્યગુપ્તાચાર્ય, આત્માનું ટૂંક સ્વરૂપ;
અંત્યપ્રદેશાત્મવાદ, અને સર્વપ્રદેશાત્મવાદ. આત્માનું સ્વરૂપ છે એ દર્શનની માન્યતા સાથે સમજાવ્યા પછી સ્યાદ્વાદી આત્માના સમ્બન્ધમાં પિતાનું ટૂંક મન્તવ્ય રજુ કરે છે ને પછીથી આત્માના સમ્બન્ધમાંથી ઉદ્દભવેલ બીજા નિહ્નવ તિષ્યગુપ્તાચાર્યને વાદ ચાલે છે.
સ્યાદ્વાદી-જગતમાં આત્મા નામને એક પદાર્થ છે તે તમે સર્વે સારી રીતે સમજ્યા છે. હવે તે આત્મા કે છે તે સમ્બન્ધમાં સમજીએ.
૧. આત્મા નથી નાખે તેમ નથી મટે. પરંતુ આત્મા જેટલા પ્રમાણનું શરીર ગ્રહણ કરે છે તેટલા પ્રમાણવાળો હોય છે. જેમ દીપ ઉપર જેટલું આચ્છાદન (ઢાંકણું) મૂકવામાં આવે તેટલા વિસ્તારમાં તેની પ્રભા હોય છે તેમ જ આત્મા પણું શરીર પ્રમાણ જ હોય છે.
૨. આત્મા એક નથી પણ અનેક છે; અનેક તે શું પણ જેની ગણત્રી ન થઈ શકે, જેનો પાર ન પામી શકાય તેટલા અનંતાનંત છે. જે તેટલા માનવામાં ન આવે તે કોઈ સમય એવો આવે કે સંસારમાંથી મુકત થતાં થતાં સંસારમાંથી આત્મ-દ્રવ્ય જ ખૂટી જાય. ગણત્રીવાળા પદાર્થને નાશ અનિવાર્ય હોય છે.
૩. આત્મા જ્યાંસુધી સંસારમાં છે ત્યાં સુધી તે કર્મથી આવૃત છે. તે કર્મને લઈને તેની જ્ઞાનશક્તિ, દર્શનશકિત, ચારિત્રશક્તિ ને વીર્યશકિત વગેરે દબાયેલ છે. કોઈ પૂછે કે આ આત્માને કર્મને સમ્બન્ધ ક્યારે થયે? તે તેના ઉત્તરમાં એમ જ કહી શકાય કે આત્મા અને કર્મને સમ્બન્ધ અનાદિ છે, કુદરતી છે-નૈસર્ગિક છે. જેમ પૃથ્વીમાંથી સુર્વણ નીકળે છે ત્યારે તેની સાથે માટી વળગેલ હોય છે. અહીં કોઈ પૂછે કે સેનાને માટી કયારે વળગી ? તેના ઉત્તરમાં એમ જ કહેવાય છે કે જ્યારથી સોનું છે ત્યારથી તેની સાથે માટી વળગેલી જ છે. તેમ જ્યારથી આત્મા છે ત્યારથી તે કર્મ સંયુક્ત જ છે.
૪. આત્માને સંસારમાં રહેવાનાં સ્થળો સુખ–દુઃખમય નીચે પ્રમાણે છે: - સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ (સાધારણ વનસ્પતિ),એ સ્થળે આત્મા અત્યન્ત દુઃખી છે. એક સાથે એક જ શરીરમાં અનંત છે સાથે રહેવું પડે છે, પછી સૂક્ષ્મ ને બાદર પૃથ્વી, જલ, તેજ ને વાયુમાં એક સાથે અસંખ્યાત છે સાથે રહેવું પડે છે. ત્યારબાદ જીવને રહેવાને ક્રમશ: શરીરને વિકાસ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક વનસ્પતિમાં એક શરીરમાં એક જ જીવ રહે છે. પછી અનુક્રમે દિ-ઈન્દ્રિય, ત્રિ-ઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, નારકે, તિર્યંચ, પચેન્દ્રિય મનુષ્ય અને દેવ. તેમાં તિર્યંચ સુધી આત્માને ઘટતું પણ વિશેષ દુઃખ હેય છે.
For Private And Personal Use Only