________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૩૦૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૬
જૈનદર્શન પૃથ્વી સ્થિર છે અને આપણને દેખાતા ચન્દ્ર, સૂર્ય, નક્ષત્રાદિ ચર છે એવુ જણાવે છે, જ્યારે આજનું પાશ્ચાત્ય શિક્ષણુ ચન્દ્ર, સૂર્ય સ્થિર છે અને પૃથ્વી પોતાની ધરી ઉપર તેમજ સૂર્યની આસપાસ ફરે છે એવુ જાહેર કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનદર્શન પૃથ્વી (ભૂતલ) અસ`ખ્ય (દીપ--સમુદ્રોની અપેક્ષાએ) કેન્ટન પ્રમાણુ છે અને સૂર્ય, ચન્દ્ર તે અપેક્ષાએ ધણા જ નાના છે, એ પ્રમાણે કથન કરે છે, જ્યારે પાશ્ચાત્યે એમ કહે છે કે ‘સૂર્ય ઘણા મોટા છે અને પૃથ્વી તે તેની અપેક્ષાએ ઘણી જ નાની છે.' પાશ્ચાત્ય બુધ, શુક્ર વગેરે ગ્રહોની માફક પૃથ્વી એ પણ એક ઉપગ્રહરૂપ છે પ્રેમ જણાવે છે, જ્યારે જૈનદર્શન તે ખાખતના ષ્ટ નિષેધ જાહેર કરે છે,
પાશ્ચાત્ય શિક્ષણ એશિઆ, યુરોપ, આફ્રિકા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વગેરે વમાનમાં ઉપલબ્ધ થતા દેશામાં જ પૃથ્વીની પરિસીમા હોવાનું જણાવે છે, જ્યારે જેનદર્શન જખ઼ુદ્દીપના આધારે લક્ષ્ય જન પ્રમાણ અને અસખ્ય દ્વીપ સમુદ્રોના આધારે અસખ્ય યોજન પ્રમાણ પૃથ્વી છે એમ જણાવે છે.
આવી આવી બીજી પણ અનેક બાબતો પરસ્પર વિચારભેદવાળી છે, પરંતુ તે સંબંધી વિશેષ ઉલ્લેખ ન કરતાં ઉપર જણાવેલા પાંચ મુદ્દાએ પૈકી ક્રમશ : એકેક બાબત પરત્ત્વ કાંઇક વિચાર કરીએ :
<
પૃથ્વીનો આકાર નારંગી સરખા ગોળ છે' એવુ પાશ્ચાત્ય વિદ્રાનાનું જે મતવ્ય છે તે ઉપર વિચાર કરતાં પ્રથમ તો એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે પૃથ્વીને નાર’ગી સખી ગાળ માનવી છે તે પૃથ્વીમાં સ્વર્ગાલાક, મ`લાક અને પાતાલલાક એ ત્રણેય લોકાનો સમાવેશ સ્વીકારાય છે કે ત્રણ લોકમાંથી ફક્ત એક મર્ત્યલોકનો જ સમાવેશ માનવામાં આવે છે ! જે વ્યક્તિએ સ્વર્ગલોક થવા પાતાલલાક જેવી વસ્તુને માનવા તૈયાર નથી તે વ્યક્તિઓ માટે પરભવ કે ધર્મ અથવા શાસ્ત્રપ્રતિપાદિત વસ્તુને ઉદ્દેશીને લખાણ કરવુ એ કાઇ પણ અાસ્તિક સુર માનવ માટે ઉચિત નથી, કારણ કે જેઓ ચ ચક્ષુ આદિથી જે કાંઈ પ્રત્યક્ષ હાય તેને જ માનવાવાળા છે, તે સિવાય આગમ તયા યુક્તિ પ્રમાણસિદ્ધ પદાર્થોને માનવા માટે જેએ તૈયાર નથી તેવાઓ માટે શાસ્ત્રીય ચર્ચા કરવી એ અશૂન્ય છે, જે વિષય ઈન્દ્રિયગમ્ય નથી, વિશિષ્ટ જ્ઞાનના અભાવે જ્યાં સુધી ઈષ્ટ વિષયનું સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન ધરાવવાને આત્મા સમર્થ બન્યા નથી, ત્યાં સુધી સ્વયં અન્દ્રિય વિષયાનું સ્વરૂપ કહેવું કે નિષેધ કરવા એ કૃપમહૂક પાસે સમુદ્રનાં સ્વરૂપનું કથન કરવા તુલ્ય છે. કારણ કે ધર્મશાસ્ત્રોમાં અનંતજ્ઞાની મહિષઓએ ત્રણે લોકના સમુદિત આકાર કેડે હાથ દઇ પગ પહોળા કરીને ઉભેલા પુરુષ સરખા (વૈશાખ સંસ્થાન) આકાર જણાવેલા છે, જે વિષય પરિમિત જ્ઞાનની દૃષ્ટિથી બાહ્ય ઇં તે વિષયમાં અનન્તનાનીઓનાં વચન ઉપર શ્રદ્ધા એ જ શ્રદ્ધાશીલ આસ્તિક સમાજ માટે માર્ગ છે.
‘વર્તમાન દૃષ્ટિએ જેટલી પૃથ્વીને ગાલ માનવાં છે, તે પૃથ્વી ચન્દ્ર, સૂર્ય, નર્યાદ સર્વ જ્યેાતિશ્રૃથી ભિન્ન હોવાથી કેવળ મધ્ય-મર્ત્ય લોકને જ નારગી સરખી ગોળ પૃથ્વીમાં સમાવેશ છે.' એ ગન્તવ્યમાં પણ અનેક વિધ નીચે મુજબ પ્રત્યક્ષ જણાદ આવે :
For Private And Personal Use Only