________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૫૦]
શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ પ
કરાવવા લાગ્યો. એ પ્રમાણે ત્યાં ફરી ફરી જવા આવવાથી તેણી વડે (નાગાર્જુન) બંધુભાવે સ્વીકાર કરો. તે તેને ઔષધના મર્દનનું કારણ પૂછવા લાગી. તેણે કેટરસ વેધનું વૃત્તાંત જેમ હતું તેમ કહ્યું. એક વખત પોતાના બન્ને પુત્રોને તે સ્ત્રીએ કહ્યું કે આને રસસિદ્ધિ થશે. રસલુબ્ધ તે પુત્રો પિતાનું રાજ્ય છોડીને નાગાર્જુન પાસે આવ્યા... કપટથી રસને લેવાની ઈચ્છાવાળા અને ગુપ્ત વેશવાળા તેઓ જ્યાં નાગાર્જુન ભજન કરતો હતો ત્યાં રસસિદ્ધિને વૃત્તાંત પૂછતા હતા. તે ચંદ્રલેખા] તે રસસિદ્ધિ જાણવા તે [નાગાનનાં માટે મીઠાવાળી રસોઈ કરતી. છ માસ ગયા ત્યારે આ રસઈ ખારી છે (એમ) તે (નાગાર્જુને) દોષ કાઢો. ચેષ્ટાથી રસસિદ્ધિ જાણીને તે સ્ત્રીએ પુત્રને કહ્યું વાસુકીએ આ નાગાર્જુનને જે દાભના અંકુશથી મૃત્યુ કહ્યું હતું તે તે પુત્રોએ પપરાથી જાણ્યું. તે [દાભના શસ્ત્રવડે નાગાજુને હણાયો. જ્યાં રસસિદ્ધિ થઈ હતી ત્યાં થંભન નામનું ગામ થયું. તે પછી કાળાંતરે તે બિંબ વદન માત્ર વને ભૂમિની અંદર છે અંગ જેનું એવું થયું. તે પછી સાંદ્રકુલમાં શ્રી વર્ધમાનસૂરિજીના શિષ્ય શ્રી જિનેશ્વરસુરિજીના શિષ્ય શ્રી અભયદેવસૂરિજી ગુજરાતમાં સંભાણક નામના ગામમાં વિચરતા આવ્યા. ત્યાં તિમને મહાવ્યાધિના વશથી ઝાડા, આદિને રોગ થયો. તેથી નજીકનું નગર અને ગામમાંથી ૫મ્મીપ્રતિક્રમણ કરવાને માટે આવવાની ઈચ્છાવાળો મિચ્છામી દુક્કડ દેવાને માટે વિશેષ પ્રકારે સર્વ સંધને બોલાવવામાં આવ્યો. તેરશની મધ્ય રાત્રે શાસનદેવીએ આચાર્યને બેલાવ્યાઃ હે ભગવન ! તમે જાગે છે કે સુતા છે ? તેથી મંદ સ્વરથી આચાર્ય બોલ્યા. મને નિદ્રા કયાંથી ? દેવીએ કહ્યું આ સુતરની નવ કેકડીઓ ઉકેલે. આચાર્યું કહ્યું, હું શક્તિમાન નથી. દેવીએ કહ્યું, કેવી રીતે શક્તિમાન નથી ? હજી તો વિરતીર્થની લાંબા કાળ સુધી પ્રભાવના કરશે, અને નવ અંગની વૃત્તિઓ કરશે. આચાર્યે કહ્યું આવા શરીરવાળો હું કેવી રીતે કરીશઃ દેવીએ કહ્યું. થંભનપુરમાં શેઢી નદીના કાંઠે ખાખરાનાં વૃક્ષની મધ્યમાં સ્વયંભૂ શ્રી પાર્શ્વનાથ પ્રભુ છે તેની આગળ દેવવંદન કરે જેથી સ્વસ્થ શરીરવાળા થશે. તે પછી પ્રભાતમાં બોલાવેલા શ્રાવક સંઘે આચાર્યને વંદન કર્યું. આચાર્યું કહ્યું. સ્થંભનપુરમાં પાર્શ્વનાથને અમે વંદન કરીશું. સંઘે વિચાર્યું, ખરેખર કોઈએ સૂરિજીને ઉપદેશ કર્યો છે તેથી આમ બોલે છે. તે પછી સંઘે કહ્યું અમે પણ વંદીશું. તે પછી ડળીમાં બેસીને જતા સૂરિજીને કંઈક સ્વસ્થતા થઈ. આથી ધોળકાથી આગળ પગે ચાલીને જતા સિરિજી] સ્થંભનપુરમાં પહોચ્યા. શ્રાવકે સર્વે ઠેકાણે પાર્શ્વનાથ પ્રતિમાને જોવા લાગ્યા. સૂરિજીએ કહ્યું ખાખરાનાં વૃક્ષની મધ્યમાં જુઓ. તેઓએ તે પ્રમાણે કર્યું [ત્યા] શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનું મુખ જોયું. ત્યાં હંમેશાં એક ગાય આવી તે પ્રતિમાના મક્તક ઉપર દુધ મૂકતી હતી. તેથી ખુશ થયેલા શ્રાવકોએ જે પ્રમાણે દેખ્યું હતું તેમ આચાર્યશ્રીને કહ્યું. અભયદેવસૂરિજી પણ ત્યાં ગયા અને મુખને દર્શન માત્રથી જય fસદુપરાવપૂજા ઇત્યાદિ નવીન કરેલી ગાથાથી સ્તુતિ કરી. તે પછી સોળમી ગાથા કરી ત્યિારે આખી પ્રતિમા [ ભૂમિમાંથી] પ્રગટ થઈ. આથી જ સળગી ગાથામાં || ગય પુરાવાનળસર [ પ્રત્યક્ષ થયેલા હું જિનેશ્વર, જયવંતા વાર્તા ] કહ્યું છે, એમ. બત્રીશ ગાથાઓ પૂર્ણ કરી. છેલ્લી બે ગાથાઓ દેવતાને અત્યંત આકર્ષણ કરનારી હોવાથી દેવે વિનંતિ કરી-હે ભગવન્! હું ત્રીશ ગાથાથી સાનિધ્ય કરીશ માટે છેલ્લી બે ગાથા
For Private And Personal Use Only