________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ મા ચા ૨ પ્રતિષ્ઠા—(૧) ખારીજ (પેથાપુર પાસે)માં વૈશાખ સુ. ૪ પૂ. પં. રવિવિમળજી ગણિના હાથે શ્રી. મહાવીર જિનમંદિરની પ્રતિષ્ઠા થઈ. (૨) ખેડા (મારવાડ)માં પૂ. આ. વિજયક્ષમાભદ્રસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ. (૩) ધાનેરામાં વૈશાખ સુ. ૧૪ના દિવસે પ્રતિષ્ઠા થઈ. (૪) કુલયાના (મારવાડ)માં વૈશાખ વ. ૫ પ્રતિષ્ઠા થઈ. (૫) આહાર (મારવાડ માં વૈશાખ સુ. ૧૪ પૂ. આ. વિજયયતીન્દ્રસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ. (૬) ફ્લોધિમાં વૈશાખ સુ. ૩ પૂ. આ. વિજયલબ્ધિસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ. (૭) બનકાડા (ડુંગરપુર)માં વૈશાખ સુ. ૬ પૂ. આ. વિજયઉમંગસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ. (૮) અનુપશહેર (પંજાબ)માં વૈશાખ વ. ૬ પ્રતિષ્ઠા થઈ. (૯) ખ્યાવરમાં વૈશાખ સુ. ૬ પૂ. મુ. જ્ઞાનસુંદરજીના હાથે પ્રતિષ્ઠા થઈ.
| દક્ષિા-(૧) મુંબઈમાં વૈશાખ સુ. ૬ જામનગરના ભાઈ છબીલદાસ પેપિટલાલે પૂ. ૫. પ્રીતિવિજયજી ગણિપાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિ કંચનવિજયજી રાખીને તેમને પંન્યાસજી મહારાજના શિષ્ય બનાવવામાં આવ્યા. (૨-૩-૪) પાલીતાણામાં વૈશાખ સુ. ૩ પૂ. આ. વિજયભક્તિસૂરિજીએ ત્રણ ભાઈઓને દીક્ષા આપી. સીહારના શા. હિંમતલાલ ભાઈચંદ હઠીચંદનું નામ મુનિ હર્ષવિજ્યજી રાખી તેમને મુનિ શ્રી ભુવનવિજ્યજીના શિષ્ય બનાવ્યા. સુરતના શા. રમણલાલ વનેચંદનું નામ મુનિ રસિકવિજયજી રાખી તેમને મુનિ દોલતવિજયજીના શિષ્ય બનાવ્યા. નવસારીના શા. ગુલાબચંદ પાનાચંદનું નામ મુનિ જ્ઞાનમુનિજી રાખી તેમને મુનિ નિપુણમુનિજીના શિષ્ય બનાવ્યા. (૫) મહેસાણામાં વૈશાખ સુ. ૩ ખંભાતના શા. કેશવલાલ છોટાલાલે પૂ. આ. ઋદ્ધિસાગરસૂરિજી પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિ કૈવલ્યસાગજી રાખીને તેમને પૂ. આ. કીર્તિસાગરસૂરિજીના શિષ્ય બનાવ્યા. (૬) ગદગમાં વૈશાખ વ. ૬ પેટલાદવાળા ડં. ચીમનલાલ સાકળચંદે પૂ. આ. વિજયરામચંદ્રસૂરિજી પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિ મહાપ્રભવિજ્યજી રાખીને તેમને આચાર્ય મહારાજના શિષ્ય બનાવ્યા. (૭) અધેરીમાં વૈશાખ શુ. ૬ અમદાવાદના નાણાવટી જસાભાઈ એ ૫. મુ. કનકવિજયજી પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિ પૂર્ણભદ્રવિજ્યજી રાખીને તેમને કનકવિજયજી મહારાજના શિષ્ય બનાવ્યા. (૮) આહારનાં નિમ્બાહેડા(માળવા)ના શેઠ બાગમલજીના પુત્ર કેશરીમલજીએ વૈશાખ શુ. ૧૪ પૂ. આ. વિજ્યયતીન્દ્રસૂરિજી પાસે દીક્ષા લીધી દીક્ષિતનુ નામ મુનિ રંગવિજયજી રાખીને તેમને આચાર્ય મહારાજના શિષ્ય બનાવ્યા..
પંન્યાસપદ-પાલીતાણામાં વૈશાખ શુ. ૩ પૂ. મુ કપૂરવિજ્યજીના શિષ્ય મુનિ લલિતવિજયજીને પૂ. આ. વિજયભકિતસૂરિજીએ પન્યાસપદ આપ્યું.
- સ્વી કા ૨. સુભાષિત-પદ્ય-રત્નાકર ભાગ ૪-સંગ્રાહક-મુનિરાજ શ્રી વિશાળવિજયજી, પ્રકાશકા શ્રી વિજયધર્મસુરિ જૈન ગ્રંથમાળા, છોટાસરાફા ઉજજેન. મૂલ્ય સવા રૂપિયા.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ માહાભ્ય-કર્તા મુનિરાજ શ્રી યશોભદ્રવિજયજી, પ્રાપ્તિસ્થાન શેઠ છગનલાલ અમરચંદ ખંભાત મૂલ્ય-સદુપયોગ
For Private And Personal use only