SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિહુનવવાદ લેખક-મુનિરાજ શ્રી દુરંધરવિજ્યજી (ગતાંકથી ચાલુ) બીજ નિહર તિષ્યગુણાચાર્ય–આત્મવાદ; સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ વગેરેનું સ્થાપન. પ્રદેશ રાજાએ પિતાનું વક્તવ્ય સમાપ્ત કરીને મૌન ધારણ કર્યો છતે કેશી ગણધર મહારાજા આત્મા, વર્ગ, નરક, પુષ્ય, પાપ વગેરે છે, એ વાત જે રીતે સમજાવે છે તે વિચારીએ. કેશી ગણધર મહારાજનો ઉત્તર:–“હે રાજન ! તું કહે છે કે મેં આત્માની ખેજ ખૂબ કરી છે, આત્માને જોવા માટે ઘણું પ્રયત્ન કર્યા છે, છતાં કોઈ પણ સ્થાને જ્યારે આત્મા ન મળે, ત્યારે મેં નિશ્ચય કર્યો કે “ આત્મા છે ” એમ જે કહેવાય છે તે મિથ્યા છે. અને તેથી તું કહે છે કે, “હું જે કહું છું તે અવિચારિત નથી. પરંતુ તાર આ કથન યથાર્થ નથી. આમા માટેના તારા પ્રયત્ન ઊંધા હતા માટે તને આત્મા ન મળ્યો. વળી હું પણ આ સંયમ તપ જપ વગેરે કરું છું તે વિચાર વગર કરું છું એમ ન સમજતા. એના ઘણું ફાયદાઓ મેં વિચાર્યા છે. ને મને તે સર્વ સત્ય જણાયાથી મેં આ માર્ગ આચર્યો છે. જગતમાં જમીને ઉદરપૂર્તિ તો પશુઓ પણ કરે છે. મનુષ્ય કરતાં તિય એ વિષયસેવન વિશે કરે છે. તિર્ય"ને શારીરિક નરેગીતા મનુષ્યોથી સારી હોય છે. અર્થાત માનવજન્મ પામીને શરીર પુષ્ટ કરવું, વિષયમાં આસકત થવું અને પેટનું ભરવું એ જ જે કર્તવ્ય હાય તો માનવજન્મ કરતાં પશજન્મ વિશેષ ઈચછનીય છે, પરંતુ મનુષ્યજન્મ પામ્યાનું કર્તવ્ય એ જ છે કે તે પામી તત્વને સમજવાં, સમજીને તત્વમાર્ગે આચરણ કરવું ને અન્ત પરમ તત્વ પ્રાપ્ત કરવું. સંસારમાં આધિભૌતિક સુખની મારે તારી માફક બિલકુલ ન્યૂનતા ન હતી, પરંતુ મને એ સર્વ સુખ ક્ષણિક ને અપૂર્ણ સમજાયાં ત્યારે તત્ત્વપ્રાપ્તિને માટે મેં આ માર્ગ જોયો. આ માર્ગે અનેક આત્માઓએ પરમ તત્વ પ્રાપ્ત કર્યું છે, એમ મેં જાણ્યું એટલે મેં પણ આ માર્ગ ગ્રહણ કર્યો છે. હે રાજન ! તું કહે છે કે “આત્માને જોવાને માટે મેં ઘણું પ્રયત્નો કયાં ને ત્યારે આત્મા ન દેખાશો માટે તે નથી એ તારું કથન યુકત નથી, કારણ કે જે વસ્તુને જે સ્વભાવ હોય તે સ્વભાવે તે વસ્તુને સમજીએ તો જ તે વસ્તુ સમજાય. પરંતુ તેના સ્વભાવ કરતાં વિપરીત રીતે તેની તપાસ કરીએ તો તે વસ્તુ પ્રાપ્ત થઈ શકે નહિ. પવન આંખ વડે દેખી શકાતા નથી. હવે આપણે એક કહીએ કે પવનને આંખ વડે જોવાના અમે ઘણું પ્રયત્ન કર્યો પણ જયારે પવન ન દેખાયો માટે પવન નથી. એ કથન For Private And Personal Use Only
SR No.521558
Book TitleJain Satyaprakash 1940 06 SrNo 59
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy