SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] માલપુરાના કેટલાક લેખે [૬૧] ભાવાર્થ “સંવત્ ૧૬૯૧ માં વૈશાખ શુદિ ૧૦ ને ગુરૂવારે બીજામતી પૂજ્ય શ્રી ગુણસાગરસૂરિજીના શિષ્ય આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી શ્રીમાલજ્ઞાતીય, વૃદ્ધશાખીય અને મૂલગોત્રીય શ્રાવકેએ આ મંદિર અને શ્રી મુનિસુવ્રતસ્વામીની મૂર્તિ બનાવી અને તેની પ્રતિષ્ઠા કરાવી તપાગચ્છીય શ્રી વિજયદેવસૂરિજીના સમયે પંડિત શ્રી લબ્ધિચંદ્રજી ગણિએ. અહીં આ ત્રણે લેખો ખાસ વિચારણું માંગી લે છે. ૧ મંદિરના ગર્ભધાર ઉપરનો લેખ. ૨ શ્રી ચંદ્રપ્રભજિન મૂર્તિના પરિકરને લેખ. ૩ મૂલનાયકને લેખ. અત્યારે અમારી પાસે આ સંબંધી સાહિત્યનો અભાવ હોવાથી આ સંબંધી વધુ ચર્ચા મુલતવી રાખવી ઠીક છે, પરંતુ એ ત્રણે લેખોનો સંબંધ આ પ્રમાણે બેસે છે. સંવત ૧૬૭૨ માં શ્રી ચંદ્રપ્રભજિન પ્રાસાદ બન્યો, પરંતુ પ્રતિષ્ઠા કાર્ય પાછળથી થયું હોય તેમ લાગે છે. વિ. સં. ૧૬૭૮ માં ચંદ્રપ્રભજિન પ્રાસાદમાં શ્રી ચંદ્રપ્રભુજીની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ જેની ખાત્રી પરિકરના લેખથી થાય છે. હવે આ પ્રાસાદ બન્યા ત્યારે નાના આકારમાં હશે. વિ. સં. ૧૬૭૮ અને વિ. સં. ૧૬૯૧ ની વચમાં કોઈ પણ આસમાની સુલતાનીના કારણથી મૂલ નાયકજીની મૂર્તિનું પરિવર્તન થયું. અને મૂલ મંદિર મોટું બન્યું; અથવા પાછળથી એવીશી મંદિર બન્યું હોય. વિ. સં. ૧૬૯૧ માં બીજાતીય શ્રી કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી આ મંદિર વિશાલ રૂપમાં બન્યું અને પ્રતિષ્ઠા તે તપાગચ્છીય શ્રી વિજયદેવસૂરિજીના આજ્ઞાધારી શ્રી લબ્ધિચંદ્રજી ગણિએ કરી. મંદિરમાં જે દેરીઓ છે તે અત્યારે ખાલી છે. તેમાંની મૂર્તિઓ મૂલગભારામાં બિરાજમાન છે. પરંતુ આમાં ઘણી ખરી મૂતિઓ તપાગચ્છના આચાર્ય શ્રી સમસુંદરસૂરિજી પ્રતિષ્ઠિત છે. કેટલીક અન્યાન્ય આચાર્ય પ્રતિષ્ઠિત મૂતિઓ પણ છે. પરંતુ આમાંની ઘણી ખરી મૂર્તિ બહારથી આવેલી છે. આ બધા લેખે એ સૂચવે છે કે તે વખતે ગોમાં આપસમાં પ્રેમ -નેહ અને ઐક્ય હતું. માલપુરા સંઘે બનાવેલી એક ધાતુમતિ વિજયગચ્છના, શ્રી આદિનાથજીના નામથી ઓળખાતા મંદિરમાં છે, જેનો લેખ નીચે પ્રમાણે છે. ॥ संवत् १६७२ वर्षे ज्येष्ठ शुदि ५ शुक्रे मालपुरावास्तव्य श्रीमालज्ञातीयवृद्धशाखीय-सिद्धडगोत्रीय सा गोडीदासभार्या कस्तुरीसुतेन सा. साहिसल्लनाम्ना स्वश्रेयसे श्रीसुमतिबिंबं कारितं प्रतिष्ठितं च श्री ५ नेते सुविहिततपा भ. श्रीविजयसेनमृरिपट्टे श्रीविजयदेवसूरिभिः । ભાવાર્થ “સંવત ૧૬૭રમાં જેઠ શુદિ પને શુક્રવારે માલપુર નિવાસી શ્રીમાલજાતીય વૃદ્ધશાખીય, સિદ્ધડગોત્રીય સા. ગેડીદાસની પત્ની કરતૂરી, તેમના પુત્ર સાહિલે પિતાના કલ્યાણ માટે શ્રી સુમતિનાથજી ભગવાનની મૂર્તિ ભરાવી. તેની પ્રતિષ્ઠા તપાગચ્છીય શ્રી વિજ્યસેનસૂરિજીના પટ્ટધર આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીએ કરી છે.” માલપુરાના બન્ને મંદિરમાં સ્થિત માલપુર સંઘે બનાવેલ મૂતિઓના લેખો અહીં આવ્યા છે. બીજી અનેક મૂર્તિઓના લેખો અમે ઉતાર્યા છે જે વિગતવાર યથાસમય For Private And Personal Use Only
SR No.521558
Book TitleJain Satyaprakash 1940 06 SrNo 59
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy