________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯]
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિનું કાર્યક્ષેત્ર
[ ૩૦૫ ]
શી રીતે કરવું તેની વિચારણા કરીને, જૂદા વૃદા ધર્મવાળાઓ તરફથી કરવામાં આવતા આક્ષેપેાના જવાએ આપવાની જવાબદારીની વ્યવસ્થા કરી હતી. આ વખતે અંદરઅંદરના આક્ષેપેાના જવાએ આપવાની જવાબદારીની વ્યવસ્થા નહોતી કરવામાં આવી તે કાર્યક્ષેત્ર મર્યાદિત કરવા માટે અથવા તે અશક્તિના કારણે નહીં, પણ મુનિસમ્મેલને પસાર કરેલા રાવનાં ઉદ્દેશ અને ભાવનાને સર્વાશે ધ્યાનમાં રાખીને જ નહેાતી કરવામાં આવી. એટલે જેને માટે એ ડરાવ પોતે જ ના ભણુતે। હ।ય તે વસ્તુ ન કરવા માટે આ મ’ડળીની અશક્તિ માનવાને અથવા તે પેાતાનુ કાર્યક્ષેત્ર, ડરાવે બતાવેલ કાર્યક્ષેત્ર કરતાં, વધુ મર્યાદિત કર્યાંનુ કહેવાને પ્રસગ જ ઉપસ્થિત થતા નથી. એટલે એ પાંચ મુનિરાજોની મડળીએ જે વ્યવસ્થા કરી છે તે એ રાવને સંપૂર્ણ પણે વળગી રહીને જ કરી છે, તેમાં જરાય એછાશ કરી નથી.
એ રાવનું મથાળું જ જે વાતનું સ્પષ્ટ સૂચન કરતુ હોય તે જ વાતને અમલ કરવામાં આવતા હોય તેા પછી ‘ મૂળ મુદ્દામાં ફેરફાર કરવાની ' વાત જ નથી રહેતી.
વળી સમિતિએ ‘ શ્રી જૈન સત્ય પ્રકાશ ' માસિક પ્રગટ કરીને પેાતાનુ કાર્ય શરૂ કર્યું ત્યાર પછી આપણા સધમાં અંદરઅંદરની ચર્ચાના અનેક પ્રસંગે ઉપસ્થિત થઈ ગયા, છતાં એમાંના એક પણ પ્રસગે સમિતિને એવી ચર્ચામાં ભાગ લેવાનું અથવા તે। એવી ચર્ચામાં ભાગ નહીં લેવાથી સમિતિએ સમ્મેલનના દસમા કરાવનું પાલન ન કર્યાંનુ કાઇ પણ પૂજ્ય મુનિરાજ તરફથી કહેવામાં નથી આવ્યું. વળી આ ‘ જાહેર વિજ્ઞપ્તિ’સિવાય પહેલાં પણ અનેક વખત, અન્યધાઓ તરફથી કરવામાં આવતા આક્ષેપોના જવાબ આપવા માટે મુનિસમ્મેલને સમિતિની સ્થાપના કર્યાની વાત ‘શ્રી જૈન સત્ય પ્રકાશ ’માં લખવામાં આવી છે, છતાં તના કાઇ પણ પૂજ્ય મુનિરાજ તરફથી અથવા ખીન્નકાઈ તરફથી વિરોધ કરવામાં નથી આવ્યા. જો સમ્મેલનના ઠરાવ પ્રમાણે સમિતિએ અંદરઅંદરની ચામાં પણ ભાગ લેવાના હોત તે। આ વાત અવશ્ય ઉપસ્થિત થાત. આ હકીકત પણ સમિતિની અંદરઅંદરની ચર્ચામાં ભાગ નહીં લેવાની નીતિ એ રાવને અનુકૂળ જ હું એમ સાબિત કરે છે.
[ ૨ ]
:
સુનિસમ્મેલને આક્ષેપોના સમાધાન માટે પાંચ મુનિરાજેની જે મંડળી નીમી એ મંડળોએ જ લી. જૈનધર્મો સત્યપ્રકાશક સમિતિ”ના નામથી સમ્મેલને પેાતાને સાંપેલુ કાર્ય શરૂ કર્યું એ વાત સૌ કાઇ જાણે છે. જ્યારે એ મંડળી જ આ સમિતિરૂપે હોય તે પછી ભલે સમિતિનુ શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ ’એવુ નામ મુનિસમ્મેલન ચાલુ હતુ તે સમતે જ નક્કી ન થયું હોય, તે પછી નક્કી થયુ હોય તાપણ આ સમિતિની સ્થાપના મુનિસમ્મેલને કરી ' એમ કહેવુ' જરાય ખાટુ' નથી; એ તે એક સ્વયંસિદ્ધ બિના છે.
(
*
આ ઉપરથી જોઇ શકાશે કે સમિતિએ જે ‘ જાહેર વિજ્ઞપ્તિ ’ પ્રગટ કરી છે. તેમાં ‘ વાંધારેલ અગર તા સત્યથી વેગળું ' કશુ જ નથી. એટલે એ ‘ જાહેર વિજ્ઞપ્તિ ’ મુનિસમ્મેલનના દસમા ઠરાવને બરાબર અનુરૂપ જ છે,
For Private And Personal Use Only