________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯
શ્રી જૈનશાસને ઉપદેશેલ સાધનાનો ભાગ
[૩૩]
જાવવું અને તેને યથાયોગ્ય અમલ કરાવવો, એ જ ધર્મશાસ્ત્રકારનું કાર્ય છે, કારણ કે અર્થ કામની અર્થ કરતા અને અનર્થ કરતા ” સંપૂર્ણ સ્વરૂપમાં સમજાયા પછી જ ધર્મની અર્થ કરતાનો વાસ્તવિક ખ્યાલ આવે છે. જ્ઞાની પુરુષ ફરમાવે છે કે ધર્મનું પ્રથમ કાર્ય જગતને અનર્થકર એવા અર્થ કામના અનર્થોથી બચાવવાનું છે. મોક્ષની પ્રાપ્તિ કરાવવી એ ધર્મનું દિતીય કાર્ય છે. જે ધર્મમાં અર્થ અને કામથી થતા અનર્થોથી બચાવવાની તાકાત નથી એ ધર્મ અને મોક્ષની પ્રાપ્તિ કરાવી આપે એ સર્વથા અસંભવિત છે. મેક્ષ એ પ્રાપ્તવ્ય છે અને તે પણ ધર્મકારાજ, તથાપિ અર્થ કામ પ્રત્યેને જીવને અસદનુરાગ, એ જે ન હઠાવી શકે મિતુ તેમાં પુષ્ટિ કરે, તે તે ધર્મ મોક્ષ પ્રાપ્ત કરાવવો તે દૂર રહે છે, સંસારની પણ એક પણ આપત્તિ ટાળવા સમર્થ થઈ શકતો નથી. એટલું જ નહિ કિન્તુ આપત્તિની પરંપરાને વધારનારે જ થાય છે. એ જ કારણે શ્રી જૈનશાસન, અર્થ કામથી બચાવનાર અને મોક્ષ પમાડનાર એવા ધર્મ પુરૂષાર્થને જ એક ઉપાદેય તરીકે સ્વીકારે છે. અર્થ પુરુષાર્થની અનર્થ કરતા
કઈ પણ વસ્તુની સારાસારતાનો વિચાર કરવા માટે એનાં કારણ, સ્વરૂપવિષય, ફળ વગેરે સઘળી વસ્તુઓને અવશ્ય જોવી જોઈએ. વસ્તુ માત્રની અનંત અવસ્થામાં હોય છે જેમાંની કેટલીક મુખ્ય અવરથાઓની વિચારણા કરવાથી વસ્તુના સ્વરૂપનું ભાન થાય છે. મુખ્ય અવસ્થાઓને વિચાર એ જ વસ્તુની સાચી પિછાન કરાવી શકે છે. એ અવસ્થાઓની પેટા અવસ્થાઓ પણ અનેક પ્રકારની હોય છે. તે સર્વને વિચાર ન કરે, માત્ર મુખ્ય અવસ્થાઓને વિચાર કરવામાં આવે તે પણ એ માલુમ પડી આવે તેમ છે કે અર્થની એ મુખ્ય અવસ્થાઓમાંથી એક પણ અવસ્થા પોપકારક નથી, કિન્તુ સ્વપરહિતપઘાતક છે. અર્થના કારણુ તરીકે સામાન્ય રીતે અસિ મસિ, કૃષિના વ્યાપારે, વિવિધ પ્રકારનાં વાણિજ્ય અને શિલ્પ, વિચિત્ર પ્રકારનાં ધાતુવાદ અને રસાયણ તથા સામ દામ દંડ ભેદાદિ નીતિઓને ગણાવી શકાય. એમાં કોઈ પણ પ્રકાર એવો નથી જેમાં હિંસાદિ પાપનું ઓછું વધતું સેવન ન હોય. કોઈને કોઈ પ્રકારના પાપસેવન વિના લક્ષ્મીનું ઉપાર્જન થઈ શકતું નથી; હિંસાદી પાપનું સેવન એ જીવની દુર્ગતિમાં પરમ નિમિત્ત છે. આ થઈ અર્થના કારણની વિચારણું.
અર્થને વરૂપને વિચાર કરતાં તે ક્ષણભંગુર છે; સદા અરિ ઉર અને ચંચલ છે. પ્રાપ્ત કરવા માટે ગમે તેટલે પ્રયાસ કરવામાં આવે તોપણ ભાગનું સહકારિપણું હોય તેટલું જ પ્રાપ્ત થઈ શકે છે. પ્રાપ્ત થયા પછી સંરક્ષણદિની ચિન્તા ઉત્પન્ન કરે છે. સંરક્ષણ કરવા છતાં અચાનક ચાલી જાય છે, ત્યારે ચિત્તને અધિક સંતાપ આપે છે. અપ્રાપ્તકાળમાં આર્ત ધ્યાન કરાવે છે, પ્રાપ્તકાળમાં રૌદ્ર સ્થાન કરાવે છે, વિયોગ કાળે આ રૌદ્ર ઉભય પ્રકાશનું ધ્યાન વડે અસમાધિની વૃદ્ધિ કરે છે.
હવે અર્થને વિષે વિચારતાં સુવર્ણાદિ વસ્તુઓ એ અર્થ પુરુષાર્થને વિષય છે. અને એ પુદ્ગલમય છે. પુદ્ગલની સ્થિતિ સદા એકસરખી ટકતી નથી. તેમાં પરાવર્તન થયા કરે છે, તેનું મૂલ્ય પણ જરૂરિયાત બીનજરૂરીયાત પ્રમાણે વધતું ઓછું થયા કરે છે. કોઈ પણ પુદ્ગલ રવયં સુખરૂપ કે દુઃખરૂપ નથી, શુભ પુદ્ગલ પણ પરિણામવશાત અશુભ બની જાય છે અને અશુભ પુદ્ગલ પણ પરિણામ
For Private And Personal Use Only