________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
શ્રી જૈનશાસને ઉપદેશેલો સાધનાનો માર્ગ લેખક –મુનિરાજ શ્રી ભદ્રંકરવિજ્યજી [ આ. મ. શ્રી. વિજયરામચંદ્રસૂરિવિનેય ].
સાધના, સેવા કે ઉપાસના એ ત્રણે એક જ અર્થને કહેનારા શબ્દો છે. જગતમાં ભિન્ન ભિન્ન પ્રકારને સાધ્યની સિદ્ધિ માટે ભિન્ન ભિન્ન વસ્તુઓની સાધના, સેવા અને ઉપાસના થઈ રહેલી હોય છે, તે સર્વમાં શ્રી જૈન શાસન કઈ વસ્તુની સાધના કર્તવ્યરૂપ ગણે છે તથા તેને સિદ્ધ કરવા માટે કયો માર્ગ ઉપદેશે છે, એ તપાસવું, એ આ લેખનો વિષય છે. હેય પુરૂષાર્થ : અર્થ અને કામ
પ્રાણીઓને સાધવા લાયક પુરુષાર્થ ચાર છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અર્થ અને કામ, એ બે પુરુષાર્થો પણ પુરુષ–પ્રયત્નથી સાધ્ય હોવા છતાં, એ માટે પ્રયત્ન આત્માને પરિણામે હાનિકર હોવાથી તેને શ્રી જૈન શાસને બિલકુલ આદર આપે નથી. અર્થ અને કામ, એ બે પુરુષાર્થોને મનુષ્ય જીવનમાં આદર કે ઉત્તેજને નહિ આપવાનું બીજું કારણ એ પણ છે કે– એ પુરુષાર્થ પ્રત્યે પ્રત્યેક જીવને પ્રેમ અનાદિ કાળથી લાગી રહેલું છે. અને એ બે અસદ્ વસ્તુઓના નૈસર્ગિક અનુરાગથી જ જીવ અનેક પ્રકારની નિરર્થક તકલીફને પ્રત્યેક સ્થાને ભોગવી રહ્યો હોય છે. એમાંથી બચવા માટે અને એ અયોગ્ય વસ્તુઓના રાગમાંથી છુટવા માટે અવસર છવને મનુષ્ય ભવ આદિ ઉત્તમ ભમાં જ મળે છે. અન્ય ભવમાં સારાસાર, યુક્તાયુક્ત કે કાર્યાકાર્યનો વિવક કરવાની તે શક્તિ પ્રાપ્ત થઈ શક્તી નથી, જે મનુષ્ય ભવમાં પ્રાપ્ત થાય છે અને એ વિવેકશક્તિને સંપૂર્ણ અમલ પણ મનુષ્યભવમાં જ થઈ શકે છે. તેથી તે ભવ પ્રાપ્ત થયા પછી પણ આત્મા અર્થ અને કામના અનુરાગથી ન છૂટે અને તેના પ્રેમમાં પડી રહી અનેક પ્રકારનાં પાપ આચર્યા કરે, તે તેના જેવું અસમંજસ અને અઘટિત ચેષ્ટિત બીજું એક પણ ન હોઈ શકે.
કામ પુરુષાર્થ એ જીવને સાક્ષાત્ સુખ આપનાર છે. અર્થ પુરુષાર્થ એ કામ પુરુષાર્થનું સાધન હોવાથી જીવને પરમ્પરાએ સુખને આપનાર થાય છે. તે પણ એ કામ પુરૂષાર્થ જનિત સુખને જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે તે સુખ નહિ પણ સુખના લેબાસમાં છુપાયેલું ભયંકર કાટિનું દુ:ખ જ છે, એમ લાગ્યા સિવાય રહેતું નથી. ખસને રેગી ખસને ખણુને જે સુખ ઉપાર્જન કરે છે, તે સુખની સ્થિતિ જેટલા કાળની છે તથા તે સુખનું પરિણામ જેવા પ્રકારનું છે તેટલી જ સ્થિતિ અને તેવા જ પરિણામવાળું કામ જનિત સુખ છે. પાંચે ઈન્દ્રિયોના વિષયપસેવનથી થનારું સુખ, એ ક્ષણવાર રહેનારું અને દીધ. કાળના દુઃખને લાવનારું છે, એ વાતને ઇન્કાર કઈ પણ બુદ્ધિમાન સજજનથી થઈ શકે એવું નથી. અને એવા સુખને ઉપભોગ કરવાની ખાતર જ અર્થોપાર્જનનું કષ્ટ સહન કરવું, એ પોતાના હાથે જ પિતાને માટે દુઃખને ઊંડે ખાડો ખોદવા તૈયાર થવા જેવું છે. શ્રી જૈન શાસન પ્રાધ છે કે-જે અનેક પ્રકારનું કષ્ટ આપનાર છતાં અનાદિ કાળથી પ્રિય એવા અર્થ અને કામ પુરુષાર્થ માટે ધર્મશાસ્ત્રકારોએ ઉપદેશ કરવા, એ સળગતી
For Private And Personal Use Only