________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
છે:
નિહનવવાદ
લેખક-મુનિરાજ શ્રી ધુરંધરવિજ્યજી
બીજા નિહનવ-તિષ્યમાચાર્ય આત્મવાદ કથાવસ્તુશ્રી ષભપુર (રાજગૃહી નગરમાં પ્રભુ શ્રી મહાવીર સ્વામીના કેવલજ્ઞાન પછી સેલ [૧૬] વર્ષે જવપ્રદેશ દષ્ટિવાદી [ આત્માના અંતિમ પ્રદેશમાં જ આત્મત્વ માનનારા ] રાજગૃહીના ગુણશૈલ નામના ચૈત્યમાં ચૌદ પૂર્વધર વસુ આચાર્યના શિષ્ય તિષ્યગુપ્ત આચાર્ય થયા. તેમને આમલકલ્પાનગરીમાં મિત્રશ્રી નામના શ્રાવકે કુરિયા ને સાથ વગેરે વહેરાવી તેમને પ્રતિબોધ્યા. એ પ્રમાણે બીજા નિહ્નવવાદનું મૂલ વસ્તુ છે. તે જણાવનારી આવશ્યકનિયુક્તિની ગાથા આ પ્રમાણે છે:
सोलसवासाणि तया, जिणेण उप्पाडियस्स नाणस्य । जीवपपसियदिछी, तो उसमपुरे समुप्पण्णा ॥ रायगिहे गुणसिलए, वसु चउदसपुब्धि तीसगुत्ते य ।
आमलकप्पा नयरी, मित्तसिरी कूरपिउडाई ।। તે તિવ્યગુણાચાર્ય આત્માના અંતિમ પ્રદેશને જીવ કેવી રીતે કહે છે, તેમનું તે કથન બરોબર નથી, એ કેવી રીતે વગેરે સર્વ વિચાર આત્માને આશ્રયીને કરવાનો હોવાથી આત્મા એ શું ચીજ છે તેનું જૈન દષ્ટિએ કેવું સ્વરૂપ છે વગેરે જાણવું આવશ્યક છે માટે “ આત્મવાદ' પ્રથમ બતાવવામાં આવે છે. તેમાં આત્માનું મૂળ સ્વરૂપ આ પ્રમાણે છે--- | મwારિત જાની, પ. ૪ કુ મળt fiળા
मुक्तश्च सद्वियोगात्, हिंसाहिंसादि तद्धेतुः ॥
અર્થ-આત્મા છે. તે પરિણામ છે. વિવિધ કર્મો વડે બંધાય છે. કર્મના વિયેગથી મુક્ત થાય છે. કર્મબંધનું કારણ હિંસા વગેરે છે ને કર્મના નાશનું કારણ અહિંસા વગેરે છે.
આત્મવાદ સહેલાઈથી સમજાય તે માટે પ્રાચીન સમયમાં થયેલ, કેશગણધર મહારાજા અને પ્રદેશનુપના સંવાદથી તે ચર્ચવામાં આવે છે.
કેશ–પ્રદેશી-સમાગમ-ઘણું સૈકા પૂર્વે આ ભરતમાં તામ્બિકા નગરીમાં નાસ્તિકશેખર પ્રદેશ રાજાનું શાસન પ્રવર્તતું હતું. તે રાજ્યમાં રાજાના વિચારને અનુકુલ ચિત્ર નામને મંત્રી મુખ્ય હતું. તે સમયે ભારતને ભવ્ય જેના ભાગ્યથી આ ભૂમિકલને, ચાર જ્ઞાનની સંપત્તિવાળા શ્રી કેશીગણધર મહારાજા પાવન કરી રહ્યા હતા. એકદા શ્રી કેશીગણધર મહારાજ વિહાર કરતા કરતા શ્રાવતી નગરીમાં પધાર્યા. ત્યાં તેમનાં દર્શન, વંદન ને ધર્મશ્રવણ કરવા માટે અનેક લોકો આવવા લાગ્યા. પૂર્વજન્મના અપૂર્વ પુણ્યના વાગે તે સમયે તામ્બિકા નગરીથી ચિત્રમંત્રી પણ શ્રાવસ્તી નગરીમાં રાજ્યકાર્યને માટે આવ્યા હતા, “લોક લોકને અનુસરે છે, તે મુજબ ઘણું લેકને કશીગણધર
For Private And Personal Use Only