________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 3 ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ પ
૮૪ ભાગની ગાદીની લંબાઈમાં બનાવવામાં આવે છે, જો સાત રૂપે। બનાવવાં હોય તે તેમાં ચૌદ ચૌદ ભાગના પ્રત્યેક યક્ષ અને યક્ષિણી, બાર બાર ભાગના પ્રત્યેક સિંહ, ખાર બાર ભાગના પ્રત્યેક હાથી અને આઠ ભાગના વિસ્તારમાં મધ્યમાં ચક્રધારી દેવી, આ પ્રમાણે સાત રૂપો ૮૪ ભાગની લંબાઈવાળી ગાદીમાં બનાવવામાં આવે છે. પિરકરની ગાદી જે ૨૮ ભાગ ઉચાઇમાં છે, તેમાં ચાર ભાગનું કષ્ટુપીડ, ખે ભાગની છાજલી અને બાર ભાગની ઉંચાઇમાં દૈવી હાથી આદિના રૂપે કરવાં. તેની નીચે બે ભાગની કણી, અને આઠની અક્ષરપટ્ટી કરવી. આ પ્રમાણે કુલ ગાદીની 'ચાઈ ૨૮ ભાગની થાય છે તેમાં જે એ ભાગની કણી અને આઠ ભાગની અક્ષરપટ્ટી કરવાનું જણાવ્યું છે તે ઠેકાણે છાજલી અને કણપીઠ બનાવવામાં આવે છે. તે કણપીડમાં નવ ગ્રહેાની આકૃતિ બનાવવામાં આવે છે. પરિકરના પખવાડાનુ` માપ
મૂલ નાયકની પ્રતિમાની ગાદી બરાબર આઠ ભાગ ઊંચી કાઉસગીઆની ગાદી કરવી. તે ઉપર એકત્રીશ ભાગ ઊંચાઈમાં કાઉસગીઆજીની મૂર્તિ, તેની દિષ્ટ લનાયકજીના સ્તનસૂત્રમાં આવે તે પ્રમાણે કરવી. તેની ઉપર બાર ભાગમાં છત્ર અને તારણ કરવાં. એ પ્રમાણે કુલ પખવાડીઆની ઉંચાઈ ૫૧ ભાગ થાય છે. વિસ્તારમાં કાઉસગીઆની મૂર્તિ ભાર ભાગની, તેની બન્ને પડખે જે થાંબલીએ છે તે બે બે ભાગની અને ભાગની ગ્રાસ પટ્ટી કરવી. આ પ્રમાણે કુલ બાવીસ ભાગ પ્રત્યેક પખવાડીના નણવા, ગ્રાસપટ્ટીમાં ચામરધારી દેવ, તે ઉપર હાથી અને તેની ઉપર ગ્રાસનાં રૂપે બનાવવાં. પ્રત્યેક પખવાડાની જાડાઇ સેાળ ભાગની રાખવી.
'9
પરિકરના છત્રવટાનું માપ
છત્રને વિસ્તાર વીશ ભાગ, તેની બન્ને બાજુ અનુક્રમે કમળનાળ એક એક ભાગ, માળા ધારણ કરનાર દેવ તેર તેર ભાગ, થાંભલીએ એ એ ભાગ, વાંસળી અને વીણા વગાડનાર દેવ અથવા પદ્માસનસ્થ પ્રતિમા આઠે આઠ ભાગ, ચાંભલીએ એ એ ભાગ અને મધરમુખ છ છ ભાગનાં કરવાં. આ પ્રમાણે છત્રવટાના વિસ્તાર કુલ ૮૪ ભાગ ચાય છે. છત્રવટાના ઉદયમાં ચાવીસ ભાગ ઉપર ત્રણ છત્રને ઉદય બાર ભાગ, તેની ઉપર શંખ વગાડનારને ઉદય આઠ ભાગ અને તેની ઉપર છ ભાગમાં દેવાને નાટારંગ, હંસપક્તિ અને પત્રની આકૃતિએ કરવી.
આ પ્રમાણે કુલ પચાસ ભાગના ઉદય છત્રવટાને જાણવા. ત્રણે ઇંત્રને વિસ્તાર વીશ ભાગ અને નિર્ગમ દશ ભાગતા કરવા. ભામ'ડલ વિસ્તારમાં બાવીશ ભાગ અને જાડાઈમાં આર્ડ ભાગ રાખવું. માળા ધારણ કરનાર દેવાને ઉદય સાળ ભાગને, તેની ઉપર અભિષેક કરતા એવા હાથીઓને ઉદય અઢાર ભાગને કરવા. છત્રવટાની જાડાઇ છત્રત્રયના નિ^મ સાથે મુખ્ય પ્રતિમાના વિસ્તારથી અરધી રાખવી એટલે અઠ્ઠાવીશ ભાગની રાખવી.
For Private And Personal Use Only
ઉપર પ્રમાણે પરિકરનું રહસ્ય અને માપ સાથે સ્વરૂપ જણાવેલ છે. છતાં વિસ્તારથી ાણવાની ઈચ્છાવાળાએ મારા તરફથી પ્રગટ થયેલ સવિસ્તર ભાષાન્તર સાથેનું કકુર ‘ફેફ ’નું બનાવેલ વાસ્તુસાર પ્રકરણ (જૈન શિલ્પશાસ્ત્ર) સચિત્ર જોવાની ભલામણ છે.