SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનગોચરી સં. મુનિરાજશ્રી ન્યાયવિજયજી ( ગતાંકથી ચાલુ) શિવપૂન સંબંધી આગળ લખતાં શ્રીયુત ક્ષિતિમોહન સેન જે જણાવે છે તેને સાર આ પ્રમાણે છે. “સુપ્રસિદ્ધ દક્ષયજ્ઞમાં શિવજીને ન બોલાવવાનું કારણ વસ્તુતઃ એ જ છે કે આર્ય વેદાચાર સાથે આતર શિવોપાસનાને જ વિરોધ હતો. દક્ષને શિવજી પ્રત્યેનો વ્યકિતગત સંબંધ હોવા છતાંયે યજ્ઞમાં શિવજીને ન બોલાવ્યા તેમાં વ્યક્તિગત વિરાધ હતા, એ વિરોધ આર્ય અને આતર સંસ્કૃતિનો વિરોધ હતું. દક્ષના યજ્ઞમાં શિવજીને ન બોલાવ્યા અને શિવજી રહિત યજ્ઞને “ભૂત-પ્રેત-પ્રથમાદિ દ્વારા ધ્વંસ કરવામાં આવ્યો. આ કથા આટલું સ્પષ્ટ સૂચન કરે છે કે આ સમય સુધી શિવજી આતર જાતિના દેવતા હતા, નહિ કે આર્ય જાતિના. તે સમયે શિવજી, કિરાતવેશી શિવાની, શબરીમતિ, શિવશબિર આદિ આપેંતર જાતિઓથી પૂજિત હતા. આ સંબંધી અનેક કથાઓ પુરાણોમાં જુદી જુદી રીતે ઉપલબ્ધ થાય છે.” આગળ વધતાં ક્ષિતિ બાબુ લખે છે કે-- વૈદિક યુગમાં શિવનામધારી એક જનપદવાસી મનુષ્યની સૂચના મળે છે ખરી; (ઋગવેદ ૭-૧૮-૭ ), પરંતુ પુરાણમાન્ય શિવજી સાથે આ લોકેનો શો સંબંધ હશે એ કાંઈ સમજાતું નથી ? અનેક અનાર્ય દેવતાઓને આર્ય લેક અસ્વીકાર નથી કરી શક્યા, કારણ કે પિતાની આસપાસ તરફ ચાલતા પ્રભાવને રોકવો એ અસંભવિત વસ્તુ છે. પ્રાચીન આર્યગણ પણ સમજતા હતા કે ગણ-ચિત્તને પ્રસન્ન કર્યા સિવાય રહેવું કઠિણ છે, એટલે યજ્ઞમાં સૌથી પ્રથમ જ ગણ-દેવતા ગણપતિની પૂજાની વ્યવસ્થા કરવામાં આવી. પ્રાચીન હવ્ય-કવ્યના મંત્રોમાં ઘણા મંત્રો એવા છે કે જેમાં અસુર, યાતુધન અને દેને દૂર કરવાની પ્રાર્થના કરવામાં આવી હોય; જેમ કે આજ પણ શ્રાદ્ધ સમયના મંત્રમાં બોલાય છે કે-- “ओं निहन्मि सर्व यदमेध्यवद् भवेद हताश्च सर्वेऽसुरदानवा मया रक्षांसि यक्षाः सपिशाचसंघा : हता मया यातुधनाश्च सर्वे (पुरोहित दर्पण १३१६, १५४५) આગળ ઉપર કveતા સસુરા અક્ષાંતિ હિg : પરંતુ આવી રીતની ખેંચતાણુથી યક્ષ-યાગનું કામ કયાંસુધી ચાલે તેમ હતું ? એટલે યજ્ઞના આરંભમાં જ ગણપતિની પૂજાનું વિધાન કરવું પડયું. આ જ કારણે ગણપતિનું બીજું નામ વિઘનાશન પ્રસિદ્ધ છે. આવી રીતે જ હેમાગ્નિની પાસે જ શાલિગ્રામની શિલા સ્થાપિત કરી ગણ-ચિત્તને પણ પ્રસન્ન કરવા પડતા હતા. અને તેવી જ રીતે પશ્ચિમ ભારતમાં હનુમાન આદિની પૂજા પ્રચલિત થઈ હોય એમ જણાય છે. ધનું દની વાજસનેયી સંહિતામાં (૨-૯ ૧-૧૦) ઉપર્યુકત કારણોથી જ રૂદ્ર અને * ૧ શિવજીની સેના. સં. For Private And Personal Use Only
SR No.521557
Book TitleJain Satyaprakash 1940 05 SrNo 58
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy