________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ૧૩૬ ]=
વર્ષ પ
ik
"
કાઇના જણાવવાથી જાણે છે. ” તે સખીએ કહ્યું: ‘‘ એ સ્વતઃ જાણે છે, કારણ કે તમારી એના ઉપર હૃદયની પ્રીતિ છે, અને એની વચન આદિ ચેષ્ટા પણ પુરુષના જેવી દેખાય છે. કામશાસ્ત્રમાં જણાવેલા સ્ત્રીઓને પ્રિયના સમાગમ પ્રસંગે થતા વિકારો પણ એ સમીપમાં હાય છે ત્યારે તમને સ્ફુરી આવે છે. મને તેા લાગે છે કે ગમે તેમ હું। પણ આ તમારા પૂર્વ જન્મના પતિ હાવા જોઇએ, અને કાઇ કારણસર પેાતાનું પુરુષ રૂપ છુપવીને કૃત્રિમ શ્રી રૂપ એણે ધારણ કરેલું હાવુ જોઇએ. ” પછી રત્નવતીએ પેાતાની સખીને સંજ્ઞા કરી તે ઉપરથી તેણે રાજકુમારને કહ્યુંઃ હૈ સ્વામિન્ ! અમારા ઉપર પ્રસાદ કરીને આપનું સ્વાભાવિક રૂપ પ્રગટ કરી. '` તરત જ ખીજી ઔધીના યાગથી એક ક્ષણુમાં તે બન્નેએ પેાતાનું સ્વાભાવિક રૂપ પ્રગટ કર્યું. કુમારનુ રૂપ જોને રાજકન્યાને .એટલેા બધા હ થયા કે ત્રણ જગતમાં પણ તે માઈ શકે તેવા ન હતા. ચંદ્રલેખા ખેલી: • હું નાથ ! આપે જેવું આપનું રૂપ પ્રગટ કર્યુ તેમ હવે કૃપા કરીને આપનું કુલ વગેરે પણ જણાવેા. ' રાજિસંહની આજ્ઞાથી સુમતિએ તેમનું રાજ્ય, નગર, જાતિ, કુલ વગેરે તેમજ માર્ગોમાં જે જે પ્રબન્ધ! થયા તે સ જણાવ્યું. રાજા પણ આ સઘળું વૃત્તાંત જાણીને અત્યંત સંતુષ્ટ થયા અને રત્નવતી રાજસિંહ કુમારને અર્પણુ કરી. ખીજે દિવસે તેમનું લગ્ન થયું. રાજાએ હાથી વગેરે પુષ્કળ દાન આપી કુમારની ભકિત કરી, અને કુમાર પોતાના ઉત્તમ ભાગ્યથી સંપ્રાપ્ત થયેલા અનેક પ્રકારના ભાગવિલાસ રત્નવતી સાથે ભાગવતેા હતેા. આ પ્રમાણે સુખમાં કેટલાક વિસે। વીત્યા બાદ કુમારના પિતાએ મેકલેલે એક પત્ર તેને મળ્યા તે પત્ર નીચે મુજબ હતા. “ સ્વસ્તિશ્રી મણિમંદિર નગરથી રાજમૃગાંક રાજા શ્રમપદ્મમપુર નગરમાં કુમારતિલક રાજિસકુમારને હર્ષોંથી આલિંગન કરીને સ્નેહપૂર્વક જણાવે છેઃ “ અમે કુશલ છીએ. પરંતુ તારા વિયેાગથી અમને ધણું દુઃખ થાય છે. તારા દામૃતના સ્વાદ લેવા માટે હે વત્સ ! અમે બહુ અધીરા થઇ ગયા છીએ. વિશેધ હવે અમારી વૃદ્ધાવસ્થા થવાથી ધર્મ પ્રત્યે અમારી વૃત્તિ વધેલી છે, અને અમારી પૃચ્છા વ્રત ગ્રહણુ કરવાની છે, તેથી તું જલદી અત્રે આવ અને રાજ્ય સભાળી લે.' રાજિસકુમારે તે ઉપરથી પદ્મરાજાની રજા લઇને ચતુરંગ સેના સહિત પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. રત્નવતી સાથે તે ત્યાં આવી પહોંચ્યા અને અત્યંત ભકિતપૂર્વક પેાતાના પુન્ય માતા પિતાને પગે પડયા. તેમણે આશીર્વાદ આપ્યા. રાજાએ મનમાં વિચાર કર્યો કે હવે એને રાજ્યગાદી પર બેસાડીને આદર સહિત ધમ કરીશ. એટલામાં ઉદ્યાનપાત્રે આવીને વધામણી કહી કે ‘હે દેવ ! ગુણસાગર નામના આચાર્ય ભગવાન ઉદ્યાનમાં પધાર્યાં છે.’ બરાબર સમયે ગુરુમહારાજ પણ આવી પોંચ્યા તેથી રાજા પેાતાના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા, અને રાજસિંહકુમારને ગાદી પર સ્થાપીને, દાન દઈને, અને જિનમદિરામાં પૂજા કરીને હાથી પર બેસી ગુરુમહારાજની પાસે ગયા. ગુરુમહારાજને વનકરી રાજાએ વિનયપૂર્વક પ્રાથના કરીઃ “ હે પ્રભુ! આ ભયાનક ભવસમુદ્રમાંથી દીક્ષારૂપી વહાણુથી મને તારા.. ગુરુમહારાજે વિધિપૂર્ણાંક મત ઉચરાવ્યાં. રાજા અનેક પ્રકારના આકરાં તપ તપીને અનુક્રમે શુભ ગતિ પામ્યા. રાજસિંહ રાજાએ રત્નવતી સાથે સમ્યક્ત્વ મૂળ ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યાં, અને ગુરુમહારાજને વંદન
"
For Private And Personal Use Only