SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવવાદ કૈં ૪ પ્રશ્ન--આ સ્વરૂય સ્પષ્ટ સમજાય તે માટે કેાઈ ઉદાહરણ આપે ? ઉત્તર—આ નયને માટે ભાષ્યમાં ત્રણ ઉદાહરણુ બતાવ્યાં છે. એક નિલયનું, ખીજું પ્રસ્થકનું અને ત્રીજીં ગામનુ. તે આ પ્રમાણે. [ ૧૪૩ ] ઉદાહરણ પહેલું; ધરતુ કાષ્ઠ મનુષ્યને પૂછવામાં આવે કે, તમે કયાં રહે છે ? તે તે કહે કે લેાકમાં, લેાકમાં કયાં ? તેા કહે કે મધ્ય લેાકમાં, મધ્ય લેકમાં ક્યાં ? તા કહે કે જંબૂઠ્ઠીમાં, ભરતક્ષેત્રમાં, મધ્ય ખડમાં, હિન્દુસ્તાનમાં, ગુજરાતમાં, સુરતમાં, ગોપીપુરામાં, પૌષધશાલામાં અને છેવટે મારે આત્મા છે તેટલા પ્રદેશમાં. આ સર્વ પ્રકારે નાગમનયને આશ્રયીને યથાર્થ છે. તેમાં પૂર્વ પૂર્વ વાકયો ઉત્તર ઉત્તર વાકયની અપેક્ષાએ સામાન્ય ધર્મના આશ્રય કરે છે. ઉદાહરણ બીજી; પ્રસ્થનું કાઈ સુથાર જંગલમાં જતા હાય, અને માર્ગોમાં તેને કાઈ પૂછે છે કે શું લેવા જાએ છે? ત્યારે તે કહે કે પ્રસ્થકર લેવા જાઉં છું. જંગલમાં જઇને લાકડુ કાપતા હાય ત્યારે કાઈ પૂછે કે શું કાપા છે? તે કહે ક-પ્રથક કાપું છું. લાકડુ લઈને ધર તરફ આવતા હોય અને કોઈ પૂછે કે શું લાવ્યા ? તેા કહે કે પ્રસ્થક. છેવટે પ્રસ્થકના આકાર બનાવતાં પણ પ્રસ્થક કહે છે. તે લાકડાને ચીરતાં છેાલતાં તાં એમ સ કાર્યાં કરતાં સુધાર લાકડાને પ્રસ્થક શબ્દથી સખાધે છે. આ વ્યવહાર પણ નૈગમનયને આશ્રયીને જ છે. આ ઉદાહરણમાં વિશેષની પ્રધાનતા છે. For Private And Personal Use Only ઉદાહરણ ત્રીજી'; ગામનુ. કેટલાક મુસાફરો મુસાફરી કરતાં કરતાં સુરત તરફ જતા હૈાય ત્યાં તેઓ સુરતની ઠુદમાં પ્રવેશ કરે એટલે, તેમાંથી કાઇ પૂછે કે આપણે કર્યા આવ્યા? ત્યારે જાણકાર કહે કે સુરતમાં. થે!હુ આગળ ચાલે અને ગામની બહારના બાગ બગીચામાં પ્રવેશ કરે તે સમયે કાઇ પૂછે ત્યારે પણ સુરતમાં આવ્યા એમ કહે. ગામના કિલ્લા પાસે આવે ત્યારે પણ સુરતમાં આવ્યા. ચૌટામાં મહેલ્લામાં, ઘરમાં અને પેાતાને રહેવાની જગ્યાએ આવે ત્યારે પણ સુરતમાં આવ્યા એમ કહે. વળી સુરતનાં પાંચ પ્રતિષ્ઠિત ગૃહસ્થા બહારગામ વિદ્વાન આચાર્ય મહારાજને ચાતુર્માસની વિન ંતિ કરવા માટે જાય ત્યારે જે ગામમાં ગયા હોય તે ગામના માણસે વાત કરે કે, આજ તે સુરત વિનતિ કરવા માટે આવ્યુ` છે. એ પ્રમાણે હદમાં, ઉપવનમાં, કિલ્લામાં, ચૌટામાં, મહેાલ્લામાં, ઘરમાં, રહેવાના સ્થાનમાં અને પાંચ પ્રધાન પુરૂષામાં જે સુરત-સુરત, એવા વ્યવહાર થાય છે તે નૈગભનયને આધારે છે. એ પ્રમાણે જગતના સર્વાં વ્યવહારામાં નૈગમનયની મુખ્યતા છે. પ્રશ્ન—નૈગમનયને સ્વીકારનાર સમ્યગ્દષ્ટ કહેવાય કે મિથ્યાદષ્ટિ ? ઉત્તર—નૈગમનયને માનનાર જો ખીજા નયને વીરોધ ન કરે તે। સમ્યગ્દષ્ટિ કહેવાય અને નૈગમનય સિવાય અન્ય નયના વિરાધ કરે તે મિથ્યાદષ્ટિ કહેવાય. ૨. પ્રસ્થક-એટલે લાકડાનું, ધાન્ય માપવાનું માપ વિશેષ જાણવું.
SR No.521553
Book TitleJain Satyaprakash 1939 12 SrNo 53
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy